The father of plastic surgery was Indian physician Sushruta प्लास्टिक सर्जरी के जनक भारतीय चिकित्सक सुश्रुत थे
અમદાવાદ, 16 જૂલાઈ 2024
એક અંગ્રેજના ચહેરા પર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી વૈદે કરી હતી. ત્યારથી આખી દુનિયામાં પ્લાસ્ટિક સર્જકી કે કોસ્મેટિક સર્જરી તરીકે જાણીતી શસ્ત્રક્રિયાનો જન્મ ભારતમાં થયો હતો. અહીંથી આ કલા આખી દુનિયામાં પ્રસરી ગઇ છે. આ વિદ્યાના જનક વૈદ્ય સુશ્રુત હતા. ઋષિ વિશ્વામિત્રના વંશજ અને કાશીનરેશ દિવોદાસ ધન્વન્તરિના શિષ્ય હતા. વિશ્વામિત્રનો કાન્યકુબ્જ દેશના કુશિક નામના કુળમાં એમનો જન્મ થયો હતો.
ગુજરાતની પહેલી હોસ્પિટલ
અમદાવાદના સરસપુરમાં આવેલી શારદાબેન જનરલ હોસ્પિટલમાં ગુજરાતનો સૌથી જૂનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ છે.
30 વર્ષથી જન્મજાત ખોડખાપણ, (હાથ પગની જોડાયેલી આંગળીઓ, ચહેરા ઉપરના અવિકસિત ભાગો, પેશાબના કાણાની તકલીફ ) દાઝેલાની સારવાર, હાથ- પગ કે આંગળીઓ પૂરી કપાઈ ગયા હોય, તેવા દર્દીઓની સારવાર, ચહેરા તથા નાકની ઈજા થયેલ દર્દીઓ, તથા સ્નાયુચેતા અને લોહીની નસો જોડવાનું, તથા ડાયાબિટીસ માટે ફિસ્યુલા નિર્માણ, તથા કોસ્મેટિક સર્જરી જેવા ઓપરેશન કરવામાં આવે છે.
નજીકના ટૂંક સમયમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં નવું માઇક્રોસ્કોપ મશીન વસાવવામાં આવશે. જેના ઉપયોગથી સંપૂર્ણ રીતે કપાઈ ગયેલા હાથ-પગ અને આંગળીને ફરી જોડવાના ઓપરેશન શક્ય બનશે.
ગુજરાતમાં પ્લાસ્ટીક સર્જરી
ગુજરાત રાજ્યમાં 160 પ્લાસ્ટિક સર્જન છે. રોજ સરેરાશ 300 સર્જરી થાય છે. વર્ષે 1.01 લાખ પ્લાસ્ટિક સર્જરી રાજ્યના 160 પ્લાસ્ટિક સર્જન કરી રહ્યા છે. ગુજરાતમાં વર્ષે રૂ.635 કરોડની પ્લાસ્ટિક સર્જરી થાય છે. અમદાવાદમાં સૌથી વધુ, સુરતમાં સૌથી ઓછી થાય છે.
આગ, એક્સિડન્ટ, એનિમલ બાઇટ જેવી ઘટનાઓમાં સૌથી વધુ પ્લાસ્ટિક સર્જરી થાય છે. માઇનર સર્જરી માટે 12 હજાર તો મેજર સર્જરી માટે સરેરાશ 40 હજાર ખર્ચ થાય છે. ચાર મોટા શહેરોમાં માત્ર 10 પ્લાસ્ટિક સર્જન છે.
ભારત પ્રથમ
શિવજીએ હાથીનું મસ્તક લઇને પુત્ર ગણેશના ધડ પર બેસાડી દીધું.
1793માં પુણેમાં રાઇનો પ્લાસ્ટી યુરોપિયન સર્જન માટે મોડેલ બની હતી.
1792માં ત્રીજા એંગ્લો-મૈસુર યુદ્ધ દરમિયાન ટીપુ સુલતાનના આદેશથી બ્રિટિશ આર્મીમાં ફરજ બજાવતા બળદગાડુ હાંકરાના કાવસજીને નાકમાં વિકૃતિ આવી હતી. જાન્યુઆરી 1793માં પુણેમાં એક ભારતીય કુંભાર દ્વારા કાવસજીના નાકનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું.
ઑક્ટોબર 1794 માં ‘ધ જેન્ટલમેન્સ મેગેઝિન’ માં પ્રકાશિત થયેલા સંપાદકને લખેલો પત્ર પ્લાસ્ટિક સર્જરીના ઇતિહાસમાં અને ખાસ કરીને સુધારાત્મક રાઇનો પ્લાસ્ટિકના ક્ષેત્રમાં મહત્વની ઘટના સાબિત થઈ છે.
‘વિચિત્ર સર્જિકલ ઓપરેશન્સ’ શીર્ષક હેઠળ છપાયેલા પેપરમાં પુણેમાં ભારતીય બળદગાડું હાંકનારા પર કરવામાં આવેલી અનુનાસિક પુનઃનિર્માણ શસ્ત્રક્રિયાનો સંક્ષિપ્ત અહેવાલ આપ્યો હતો. જેનું નાક કાપવામાં આવ્યું હતું.
આ પત્રની સાથે દર્દીનો ફોટોગ્રાફ હતો, જેની ઓળખ કાવસજી તરીકે થઈ હતી, જે ઓપરેશનમાંથી સાજા થઈ રહ્યા હતા. દર્દીનો દેખાવ સૂચવે છે કે આ ખૂબ જ સફળ પરિણામ હતું.
આ પેપર દ્વારા યુરોપમાં કપાળનો ઉપયોગ કરીને કપાયેલા નાક પુનઃનિર્માણની ‘ભારતીય પદ્ધતિ’ રજૂ કરવામાં આવી હતી, જે પશ્ચિમમાં ઝડપથી લોકપ્રિય બની હતી.
પહેલી ઘટના
1780 અને 1790 વચ્ચે ભારતમાં ફરજ બજાવીને સ્વદેશ પાછા ફરેલા બ્રિટિશ લશ્કરી અધિકારી કર્નલ સર ઐરિક કૂટ કેબી બ્રિટિશ પાર્લામેન્ટમાં પોતાના નાક પર ભારતના વૈદ્ય દ્વારા કરવામાં આવેલી પ્લાસ્ટિક સર્જરી બતાવી હતી.
કર્નલ કૂટે પોતાની અંગત ડાયરીમાં પણ લખી હતી.
સાથોસાથ બ્રિટિશ લશ્કર જુદા જુદા સ્થળે સ્થાનિક રાજરજવાડા સાથે લડાઈ કરીને જે તે રાજ પર કબજો જમાવ્યે જતું હતું.
એ જ રીતે કર્નલ કૂટ પોતાની લશ્કરી ટુકડી સાથે દક્ષિણ ભારતમાં કર્ણાટકની આસપાસ ધીમે ધીમે પગપેસારો કરી રહ્યા હતા. યુદ્ધમાં કર્નલ કૂટની ટુકડીએ ખાસ્સો માર ખાધો. કર્નલ કૂટ જીવતો પકડાયો. યુદ્ધ કેદી તરીકે હૈદર અલીએ કૂટનું નાક કાપી લીધું.
હૈદર અલીના રાજથી ત્રણેક કે ચારેક કલાક દુર એક ગામમાં ઘોડો પહોંચ્યો. એક દેશી વૈદ્યે એને જોયો. જખમ ધોયો. સાફ કર્યો. વૈદ્યે એને આશ્વાસન આપ્યું અને કર્નલનું નાક ફરી બેસાડી આપવાની ખાતરી આપી. કર્નલના માનવામાં ન આવ્યું કે હૈદર અલીએ કાપી નાખેલું એનું નાક આ વૈદ્ય ફરી સાજું સારું કરી આપશે. પરંતુ પ્રાચીન ભારતીય આયુર્વેદ અને શલ્ય ચિકિત્સાના નિષ્ણાત વૈદ્યે એનું નાક ફરી ચહેરા પર બેસાડી આપ્યું. વિદાયવેળાએ કૂટ એક જડીબુટ્ટીમાંથી બનાવેલો લેપ આપ્યો જેનાથી નાક કુદરતી જેવું થઇ ગયું હતું.
એનું નાક પહેલાં જેવું થઈ ગયું. એનો કાર્યકાળ પૂરો થતાં એ લંડન પાછો ફ્યો અને પોતાની ડાયરીમાં આ આખી ઘટના વિગતવાર નોંધ. બ્રિટિશ પાર્લામેન્ટમાં આ વાત રજૂ કરી. થોડાક બ્રિટિશ ડોક્ટરોને ભારતના આ વૈદ્ય પાસે મોકલીને શલ્ય ચિકિત્સા શીખી લેવાની ભલામણ કરી. કર્નલ કૂટની એ ભલામણ સ્વીકારવામાં આવી. કેટલાક ઇંગ્લીશ યુવાનો ભારતમાં આવ્યા અને આ ચિકિત્સા પદ્ધતિ શીખ્યા. આજે આખી દુનિયામાં પ્લાસ્ટિક સર્જરીની બોલબાલા છે. પોતાને કદરૂપ કે અસુંદર સમજતા લોકો પ્લાસ્ટિક સર્જરીની સહાયથી સોહામણા બને છે.
સુશ્રુત
સુશ્રુત પ્રાચીન ભારતના પ્રસિદ્ધ જ્યોતિષવિદ્યા અને ગણિતજ્ઞ હતા. રાજવંશી હોવા છતાં તેઓ ‘બ્રાહ્મણ’ બન્યા હતા. વિશ્વમાં ભારતનું આયુર્વેદ-વિજ્ઞાન તબીબી ક્ષેત્રે પ્રથમ કક્ષાનું હોઈ, ભારતની તક્ષશિલા તથા નાલંદા વિશ્વવિદ્યાલયમાં આયુર્વેદ અને શલ્યતંત્રનું જ્ઞાન લેવા વિદેશીઓ પણ ભારત આવતા હતા.
તેમણે સમગ્ર વિશ્વને શલ્યચિકિત્સાના પ્રથમ જ્ઞાન આપતા જે પ્રમાણભૂત ગ્રંથ રચ્યો તેને પ્રાચીન લેખકો ‘સુશ્રુત શલ્યતંત્ર’ કે ‘સૌશ્રુત તંત્ર’ પણ કહેતા હતા. એમને શલ્ય ચિકિત્સાના પિતામહ માનવામાં આવે છે.
ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં વૈદ્ય દ્વારા સુશ્રુત સંહિતા નામે ગ્રંથ લખ્યો હતો. જેમાં 1100 રોગો અને એની સારવારની વિગતો આપી છે. એમાં એક આખો વિભાગ પ્લાસ્ટિક સર્જરીનો છે.
મૂળ ગ્રીક ભાષાના પ્લાસ્ટિક શબ્દ પરથી આ અંગ્રેજી શબ્દ આવ્યો. પ્લાસ્ટિક એટલે કશાકનો મોલ્ડ બનાવવો.
ઈતિહાસ:
ઉલ્લેખનીય છે કે, એસોસિએશન ઑફ પ્લાસ્ટિક સર્જન્સ ઇન ઇન્ડિયાના તત્કાલિન પ્રમુખ ડૉ. એસ. રાજા સતપથીએ પ્લાસ્ટિક સર્જરી વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2011માં રાષ્ટ્રીય પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી કરવાનો વિચાર સૌપ્રથમ આગળ મૂક્યો હતો. પરંતુ પ્રથમ વખત રાષ્ટ્રીય પ્લાસ્ટિક સર્જરી દિવસ 15 જુલાઈ 2021 ના રોજ ઉજવવામાં આવ્યો. આ પછી, વર્ષ 2022 માં, 15 જુલાઈને વિશ્વભરમાં વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ તરીકે માન્યતા આપવામાં આવી અને દર વર્ષે 15 જુલાઈના રોજ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ ઉજવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતુ.
ઈસવિસન પૂર્વે 600માં સુશ્રુત સંહિતા જેમાં શસ્ત્રક્રિયાના સાધનો અને ઓપરેટિવ તકનીકોનું વર્ણન છે. ચરક, વાગ્ભટ્ટે સુશ્રુત સંહિતામાં આપવામાં આવેલી પ્લાસ્ટિક સર્જિકલ પ્રક્રિયાઓ કરતાં વધુ વિગતવાર વર્ણન કર્યું હતું. પ્રાચીન ભારતીય તબીબી ગ્રંથો અને પૌરાણિક સાહિત્યમાં રાઇનો પ્લાસ્ટી, ઓટો પ્લાસ્ટી, ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન, અંગ પ્રત્યારોપણ, ગર્ભ સ્થાનાંતરણ, માથાના ક્રોસ-ગ્રાફ્ટિંગ અને અંગોને ફરીથી જોડવા વગેરે જેવી પ્લાસ્ટિક સર્જિકલ પ્રક્રિયાઓ છે.
હિંદુ શસ્ત્રક્રિયા આ સુવર્ણ યુગ બુદ્ધના સમયથી (562-472 બીસીઇ) ધીમે ધીમે ઘટવા લાગ્યો. બૌદ્ધ ધર્મગ્રંથ મહાવગ્ગા જાટકે સર્જન પર સખત પ્રતિબંધ મૂક્યા હતા. કારણ કે લોહી અને પરુના સંપર્કને પ્રદૂષિત માનવામાં આવતું હતું. તેથી, મહાન શસ્ત્રક્રિયા કૌશલ્ય ‘કુમાર’ અથવા કુમ્હારો જેવી જાતિઓને સોંપવામાં આવી હતી.
પ્રાચીન ભારતીય તબીબી જ્ઞાન બૌદ્ધ મિશનરીઓ દ્વારા ગ્રીસ અને અરેબિયામાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. જર્મન, ફ્રેન્ચ અને અંગ્રેજી સર્જનોને જૂની ભારતીય પ્રણાલીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયગાળા દરમિયાન, કેટલાક જર્મન વિદ્વાનોએ સંસ્કૃતમાં મૂળ લખાણનો અભ્યાસ કર્યો, બ્રિટિશ સર્જનો અને ફ્રેન્ચ પ્રવાસીઓ કે જેમણે પોતે ભારતમાં રાયનો પ્લાસ્ટીના ઓપરેશન થતા જોયા હતા, તેઓએ પશ્ચિમી વિશ્વને આ વિશેષતાના અજાયબીઓ અને વ્યવહારિક શક્યતાઓથી વાકેફ કર્યા.
જો કે, એનેસ્થેસિયા (મોર્ટન, લોંગ અને વેલ્સ) અને એન્ટિ-સેપ્સિસ (લોર્ડ લિસ્ટર) ની શોધે સર્જરીની પ્રેક્ટિસમાં ક્રાંતિ લાવી અને તેને પીડા રહિત અને ચેપ મુક્ત બનાવી.
ભારતમાં આધુનિક પ્લાસ્ટિક સર્જરી બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થઈ. સશસ્ત્ર દળો સાથે “કામચલાઉ કમિશન્ડ ઓફિસર” તરીકે કામ કરતા ડૉ. સી. બાલકૃષ્ણન અને ડૉ. આર.એન. સિન્હા પ્લાસ્ટિક સર્જરીમાં વિશેષતા ધરાવે છે. જ્યારે મેજર સુખે આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પુણેમાં પ્લાસ્ટિક સર્જરીમાં હતા.
દેશમાં પ્લાસ્ટિક સર્જરીનો પ્રથમ સ્વતંત્ર વિભાગ આખરે 1958માં M.C. હોસ્પિટલ નાગપુરમાં બનાવવામાં આવી હતી. ભારતમાં 2023માં 10 લાખ પ્લાસ્ટિક સર્જરી ઓપરેશન થયા હતા.