તવરીબહેન દાજીભાઈ ખાંટ 131 વર્ષ જીવ્યા, વિશ્વ વિક્રમ 122 વર્ષનો

तवारीबेन दाजीभाई खांट 131 साल तक जीवित रहीं, विश्व रिकॉर्ड 122 साल Tawariben Dajibhai Khant lived to 131 years, surpassing the world record of 122 years.
વિરપુર 2025
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના આલમપુર ગામે તવરીબહેન દાજીભાઈ ખાંટનું 131 વર્ષે અવસાન થયું હતું. ઉંમર અને સામાન્ય બીમારીના કારણે અવસાન થયું હતું. તવરીબહેન દાજીભાઈ ખાંટ પાંચ પેઢી સુધી જીવતા હતા.

એક મહિલા 131 વર્ષનું આયુષ્ય ભોગવીને સંસારમાંથી વિદાય લીધી છે. હશીખુશીથી પાંચ પેઢીનું સુખ જોઇને વિદાય લેતા માતાની અંતિમયાત્રામાં તેના પુત્રોએ ડીજે બોલાવ્યુ હતું.

અંગ્રેજોની ગુલામી, છપ્પનિયો દુષ્કાળ, આઝાદી ચળવળ, ભૂકંપ અને કોરોના સહિતની ઘટનાઓના સાક્ષી રહ્યા હતા. તવરીબહેનને ત્રણ દીકરા છે. તેમના દિકરાઓની ત્યા પણ ત્રીજી પેઢી છે.

તંદુરસ્ત અને સારું જીવન જીવ્યા હતા.

બ્રાઝિલ

બ્રાઝિલના એક વ્યક્તિને વિશ્વના સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા છે. 5 ઓક્ટોબર, 1912ના રોજ બ્રાઝિલના સીઆરાના મારાંગુઆપેમાં જન્મેલા. ચાર વર્ષની ઉંમરથી તેમના પિતા સાથે ખેતરોમાં કામ કરતા હતા. તેમના 6 બાળકો, 22 પૌત્રો, 15 પ્રપૌત્રો અને 3 પ્રપૌત્ર-પૌત્રીઓ છે. લાંબા આયુષ્યનું રહસ્ય સારા લોકોથી ઘેરાયેલા રહેવાનું અને તેમના પ્રિયજનોને તેમની નજીક રાખવાનું હતું. ઘણા ગંભીર દુષ્કાળનો સામનો કર્યો છે.

વિશ્વમાં લાંબી ઉમંર

1 જીની કેલ્મેન્ટ, 122, ફ્રાન્સ
2 કેન તનાકા, 119, જાપાન
3 સારાહ નોસ, 119, યુનાઇટેડ સ્ટેટ્સ
4 લ્યુસિલ રેન્ડન, 118, ફ્રાન્સ
5 નબી તાજીમા, 117, જાપાન
6 મેરી-લુઇસ મેઇલર, 117, કેનેડા
7 વાયોલેટ બ્રાઉન, 117, જમૈકા
8 મારિયા બ્રાન્યાસ, 117, સ્પેન
9 એમ્મા મોરાનો, 117, ઇટાલી
10 ચિયો મિયાકો, 117, જાપાન
11 ડેલ્ફિયા વેલફોર્ડ, 117, યુનાઇટેડ સ્ટેટ્સ
12 મિસાઓ ઓકાવા, 117, જાપાન
13 ફ્રાન્સિસ્કા સેલ્સા ડોસ સાન્તોસ, 116, બ્રાઝિલ
14 મારિયા કેપોવિલા, 116, એક્વાડોર
15 ઈનાહ કેનાબારો લુકાસ, 116, બ્રાઝિલ
16 સુસાન્ના મુશત જોન્સ, 116, યુનાઇટેડ સ્ટેટ્સ
17 ગર્ટ્રુડ વીવર, 116, યુનાઇટેડ સ્ટેટ્સ
18. જુલિયા મારિયા ફ્રાન્સિસ્કા સિમાઓ, 116, બ્રાઝિલ
19. ફુસા તાત્સુમી, 116, જાપાન
20. એન્ટોનિયા દા સાન્ટા ક્રુઝ, 116, બ્રાઝિલ
21. ટોમીકો ઇત્સુકા, 116, જાપાન
22. તને ઉચિહા, 116, જાપાન
23. જીન બોટ, 116, ફ્રાન્સ
24. એલિઝાબેથ બોલ્ડન, 116, યુનાઇટેડ સ્ટેટ્સ
25. બેસ કૂપર, 116, યુનાઇટેડ સ્ટેટ્સ