56 ઈંટની છાતી ગધેડાની અને કાળું નાણું લાવવા તેના બાપે ના પાડી હતી, મોદી પર વાક પ્રહાર

56 ઇંચની છાતી કોની હોય ગધેડાની હોય અને 100 ઇંચની છાતી પાડાની હોય પણ મોદી સાહેબના ભક્તો એમાં પણ તાળીઓ પાડે છે. એમ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પરથી ભટોળની જાહેર સભામાં બનાસકાંઠામાં જણાવ્યું હતું.

ભાજપના નેતાઓ જ્યારે સભાને સંબોધન કરતા હોય છે ત્યારે 56 ઇંચની અને 100 ઇંચની છાતીના શબ્દને વારંવાર રીપીટ કરતા હોય છે, ત્યારે પરથી ભટોળનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ એક શબ્દને લઈને ટીપ્પણી કરી હતી.

બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સભાને સબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતુ અને નિવેદન કર્યું હતુ કે, કોંગ્રેસ સહીત આખા દેશને કાળુંનાણું બહાર લાવવાની વાત કરી હતી, કૌભાંડીઓને જેલમાં ધકેલવાની વાત કરી હતો. કાળું નાણું તમારા પાંચ વર્ષના શાસનમાં આવ્યું નથી. પરંતુ મારે તેમને સીધું પૂછવું છે કે, કાળુંનાણું બહારથી લાવવા કોણે એના બાપાએ ના પાડી હતી કે ના લાવતા.