58 દારૂની દુકાનમાંથી 78 લાખ લીટર દારૂં ગુજરાત પી ગયું

ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં 58 જેટલી પરમીટ લિકર શોપ આવેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં 58 લિકર પરમિટ શોપમાંથી ૭૮.૩૮ લાખ લીટર વિદેશી દારૂ અને ૪.૫૯ કરોડ લીટર જેટલું બિયરનું વેચાણ થયું છે. જોકે, આ તમામ મોરચે સુરતીઓ બાજી મારી જાય છે. છેલ્લા બે જ વર્ષની વાત કરીએ તો વર્ષ 2016 17 માં ૫.૧૬ કરોડ અને 2017 18 માં પાંચ કરોડ 50 લાખ નો વિદેશી દારૂ સુરતની પરમીટ લિકર શોપ માંથી વેચાયો છે જે રાજ્યમાં અન્ય કોઈપણ જિલ્લા કરતા સૌથી વધારે છે.

કોંગ્રેસના નિરંજન પટેલે આ સંદર્ભે રાજ્ય સરકાર પાસે માહિતી માંગી હતી તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ ૧૮ જેટલી પણ આવેલી છે જેમાંથી સૌથી વધારે ૧૩ પરમીટ લિકર શોપ અમદાવાદમાં આવેલી છે. ઉપરાંત જામનગરમાં ૮, વડોદરામાં ૭, સુરતમાં ૫ ગાંધીનગરમાં ૩ અને ૩ આણંદમાં પરમીટ લિકર શોપ આવેલી છે. જેની દારૂના વેચાણથી ગયા વર્ષની કુલ આવક ૬૬. ૪૭ કરોડ રૂપિયા થઇ હતી.
જેમાં સુરતની પાંચ પરમિટ લિકર શોપ માં વર્ષ ૨૦૧૬-૧૭માં ૫.૧૬ કરોડ રૂપિયાની અને વર્ષ ૨૦૧૭-૧૮માં ૫.૫૦ કરોડ રૂપિયાની વિદેશી દારૂના વેચાણથી આવક થઈ હતી. જયારે અમદાવાદમાં વર્ષ ૨૦૧૬-૧૭ મા ૨.૪૨ કરોડ અને વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨.૩૪ કરોડ , રાજકોટમાં વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧.૭૦ કરોડ અને વર્ષ ૨૦૧૭-૧૮ ૨.૩૧ કરોડ જયારે ભરૂચમાં વર્ષ 2016 17 ૨.૨૯ કરોડ અને વર્ષ ૨૦૧૭.૧૮માં ૨.૫૧ કરોડનું વિદેશી દારૂનું વેચાણ નોંધાયું છે. જેમાં સુરતીલાલા ઓ મોખરે છે.