બનાસ ડેરીમાંથી ટ્રેનના ટેન્કરોમાં દૂધ ભરીને હરિયાણાના ભગોલાના ચીલીંગ પ્લાંટમાં લઈ જવામાં આવે છે. જ્યાંથી ટેન્કર દ્વારા હરિયાણાના ફરીદાબાદ જિલ્લા મથકે અમૂલ ડેરીના પ્લાંટમાં દૂધ લઈ જવાય છે. ફરીદાબાદ ડેરીમાં ટેન્કર દ્વારા દૂધ લઈ જવાતું હતું પણ તે અંદર ગયું હોવાનો રેકોર્ડ ઊભો કરીને તે ભરેલું પરત કાઢી લાવવામાં આવતું હતું. આમ 1.25 કરોડ રૂપિયાનું દૂધ ડેરીમાંથી ચોરી કરી લેવામાં આવ્યું છે.
જુનથી દૂધની ચોરી છતાં શંકર ચૌધરી અજાણ
જૂનથી આ કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું એવું પકડાયેલા આરોપી શૈલેષે કહ્યું છે. શૈલેષને 19 હજાર પગાર મળતો હતો. ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર યાદવે આ કૌભાંડ પકડી પાડ્યું છે. 6 મહિનાથી દૂધ ગુમ થઈ જતું હોવા છતાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને ખબર ન હતી અથવા તેઓ અજાણ બનવા પ્રયાસ કરી રહ્યાં હતા. કારણ કે પાલનપુરના સ્થાનિક લોકોએ શંકર ચૌધરીનું ધ્યાન દોર્યું હતું કે, ફરિદાબાદમાં દૂધનું ટેન્કર 31 નવેમ્બરે પકડાયું છે. તેમ છતાં શંકર ચૌધરીએ તે અંગે આંખ આડા કાન કર્યા હતા.
જો જૂન મહિનાથી દૂધ ગુમ થઈ જતું હતું તો માત્ર 15 ટેન્કર કઈ રીતે હોઈ શકે. ખરેખર તો આ મોટું કૌભાંડ છે. ડેરી દ્વારા આ અંગે કોઈ જાહેર સ્પષ્ટતા કરવામાં આવી નથી અને જ્યારે લોકો પૂછપરછ કરે છે ત્યારે તે અંગે શંકર ચૌધરી મદમાં જવાબ આપતાં નથી.
ગુજરાતનું ટેન્કર સંડોવાયેલું છે
ગુજરાતના ટેન્કરનો ટ્રાન્સપોર્ટર અનિલ ચૌધરીના છે, જેને બનાસ ડેરીનો ટેન્કરનો ઠેકો આપવામાં આવેલો છે. તેના ટેન્કરમાં દૂધની હેરાફેરી થતી હતી. તેણે એક ટેન્કર દૂધ ચોરી થયું હોવાની ફરિયાદ ફરિદાબાદ પોલીસમાં નોંધાવી હતી. પણ પોલીસ તપાસમાં આવી 15 ટેન્કર દૂધ પગ કરી ગયું હતું.
31 નવેમ્બરે એક ટેન્કર પકડાયુ
31 નવેમ્બર 2018ના દિવસે કેલીબાય-પાસ પાસે દૂધની ટેન્કરો ખાલી થતી હોવાની પોલીસે પકડી પાડી હતી. તેથી પોલીસે ત્યાં રેડ પાડી હતી. ટેન્કરનો ડ્રાઈવર મહેશ હતો. તેની ધરપકડ પોલીસે કરી હતી. ત્યાં સુધી બનાસ ડેરીને કોઈ ખબર પડી ન હતી. ખબર પડી તો પણ આગળ કોઈ કાર્યવાહી થવા દીધી ન હતી. આ એક જ ટેન્કર 15 વખત આ રીતે દૂધ ભરીને બહાર કાઢવામાં આવ્યું હતું.
અમૃત ચૌધરી માસ્ટર માઈન્ડ
ફરિદાબાદના દૂધ ડેરી પ્લાંટનો અમૃત્ત ચૌધરી છે. જે 6 વર્ષથી ડેરીમાં અધિકારી તરીકે કામ કરે છે. તે પ્લાન્યમાંથી દૂધના ટેન્કર ખાલી કરાવ્યા વગર બહાર કઢાવતો હતો. આખા કૌભાંડમાં તે માસ્ટર માઈન્ડ છે. તે દૂધનો કાળો કારોબાર કરતો હતો. અમૃત ચૌધરીના કહેવાથી કામ કર્યું હતું. અશોક દ્વારા આખી લાઈન નક્કી કરાઈ હતી. ડેરીમાંથી જીતુ અને ભૂરા નામનો માણસ દૂધ બહાર લઈ જતો હતો.
ડેરીને તો ખબર જ ન પડી
ડેરી પાસેથી પોલીસે વિગતો માંગી ત્યારે 15 ટેન્કર દૂધ બહાર જતું રહ્યું હોવાનું જાહેર થયું હતું. જેની કિંમત રૂ.1.25 થાય છે. 80 લાખ રૂપિયા આ ગેંગ પાસેથી મેળવ્યા છે. તે બધી વિગતો બહાર આવી હવા છતાં તેને છુપાવવા માટે પોલીસ અને બનાસ ડેરી દ્વારા ભરપુર પ્રયાસો થયા હતા. આ બધી વિગતો જાહેર કરવા માંગતા ન હતા. પરંતુ પાલનપુર સ્થિત જાગૃત લોકોએ ફરિદાબાદ સુધી તપાસ કરીને વિગતો શોધી કાઢી હતી અને પોલીસને ફરજ પાડી હતી કે તેની એફઆઈઆર આપવામાં આવે. ત્યારે પોલીસે પત્રકાર પરિષદ બોલાવવાની ફરજ પડી હતી.
રહસ્યો છતાં તપાસ પૂરી
પોલીસ કહે છે કે મોટા ભાગની તપાસ પૂરી થઈ ગઈ છે. એક આરોપી ફરાર છે.
પણ ખરેખર તો હજુ ઘણા રહસ્યો ઉકેલવાના બાકી છે. તેની તપાસ ડેરી દ્વારા તો થઈ જ નથી. કે ખરેખર કેટલા ટેન્કર દૂધ ગુમ થઈ ગયું છે.