૬પ૯ર ગામોમાં મનરેગાના ર૯,૮૬૯ કામો પર ૬.૮૦ લાખને કામ મળ્યું

સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાઓની ૬પ૯ર ગ્રામ પંચાયતો દ્વારા આવાં કામો શરૂ કરવામાં આવ્યા છે.
આ ગ્રામ પંચાયતોમાં ર૯,૮૬૯ કામોથી ૬,૭૯,૮૪ર શ્રમિકો રોજગારી મેળવતા થયા છે.
તેમણે ઉમેર્યુ કે, આવા કામો પર આવતા શ્રમિકો માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન પણ કરાવાય છે.
રાજ્યમાં મનરેગાના આવાં કામો અંતર્ગત વનબંધુ જિલ્લા દાહોદમાં સૌથી વધુ એટલે કે ૧,૦૬,૯પ૬ શ્રમિકોને રોજગારી મળી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.