સીવીલ ડિફેન્સના 60 સ્વયસેવકો કોરોના વોરિયર તરીકે કાર્યરત

કચ્છ,

ગુજરાત સહિત કચ્છમાં પણ સીવીલ ડિફેન્સ કચ્છ-ભુજના 60 સ્વયંસેવકોએ સ્વયભૂ કરફયુથી લઇ લોકડાઉન દરમ્યાન 20 વોર્ડનથી ભુજમાં છેલ્લા બે માસથી સક્રિય છે.

ભુજ નાગરિક સંરક્ષણદળના સ્વયંસેવકોએ કોરોનાના કપરા સમયમાં ભુજ શહેર તેમજ માધાપર વિસ્તારના જરૂરતમંદ નાગરિકોને મદદરૂપ થવા સી.સી.હેલ્પલાઇન કન્ટ્રોલરૂમ 02832-251007નો પ્રારંભ ભુજના 11 વોર્ડમાં કાર્યરત થયો.

ભુજ, માધાપર, કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં જે વડીલો એકલા હોય, જેમને રાશન ના મળતું હોય તે સર્વેના ઘરે રાશન અને રાહતની તમામ ચીજો પહોંચાડવાની કામગીરી સ્વયંસેવકોએ આરંભી છે. જેમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનદારોએ તત્કાળ અને ઝડપી સહાયનો સુંદર સહયોગ કર્યો હતો.

એકલા નાગરિકો, વડીલો, અશકતો, બિમારોને ત્યાં થઇ સ્વયસેવકો માર્ગદર્શન સાથે સંપર્ક નંબર આપી મદદ માટે જણાવતા હતા. લોકડાઉનના પગલે કેન્સર, ડાયાલીસીસના દર્દીઓને ઘરે બેઠા દવા અને સારવાર પુરી પાડવામાં આવતી હતી.

આ સિવાય જરૂરતમંદોના ઘર સુધી તમામ જરૂરી મેડિકલ સુવિધા પણ સ્વયંસેવકો પુરી પાડતા હતા. ભુજથી પરપ્રાંતિયો અને શ્રમિકો માટે ઉપડતી સ્પેશ્યલ ટ્રેનોના યાત્રિકોઓ માટે 10,00 જેટલા ફૂડપેકટ તૈયાર કરી વિતરણ કર્યા.

રેલવે સ્ટેશન પર શ્રમિકોને સામાન ઉપાડવા, માસ્ક, નાસ્તાકીટ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સામાન ઉંચકવામાં મદદ વગેરેની કામગીરી સીવીલ ડિફેનસના સ્વયંસેવકોએ કરી હતી. મુંબઇ આવેલ ટ્રેનના યાત્રીકોને ટોકન આપી બસમાં બેસાડવાની વગેરે કામગીરી પણ કરવામાં આવી હતી.

આ સમય દરમ્યાન પોલીસ તંત્રના A અને B ડીવીઝનમાં 40 જેટલા સ્વયંસેવકો કાર્યરત છે. જયારે કોરોના ફાઈટર તરીકે 20 જણાં સંકળાયેલા છે. કોરોના ફાઈટરની ટીમમાં, ભુજના નાગરિકો અને જરૂરતમંદ નાગરિક સંરક્ષણદળ, સીવીલ ડિફેન્સ, કચ્છ-ભુજ 02832-251007ની મદદ લઇ શકે છે.