પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ અને 9 ડ્રગ માફિયાઓ વચ્ચે ઘર્ષણ થતાં 9 લોકોને પકડીને બોટ ફૂંકી મારવામાં આવી હતી. વહેલી સવારે પોરબંદરના દરિયામાં ડ્રગ્સ માફિયાઓએ રૂ.500 કરોડનું ડ્રગ્સ અને રૂ.100 કરોડનું હિરોઇન લઇને જતા હતા. પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ ઘુસાડવામાં આવતું હતું. હામિદ મલેક નામના શખ્સે આટલું મોટું કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું. આ ડ્રગ્સ ઇરાનથી પાકિસ્તાન થઇને ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સ પાકિસ્તાનના બલુચિસ્તાન સ્થિત ગ્વાદર પોર્ટમાંથી બોટમાં ચડાવવીને પાકિસ્તાનના હામિદ મલિક નામના શખ્શે આ કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું. જે ભારતમાં ચોક્કસ વ્યક્તિ મોકલવાનું હતું.
સર્ચ ઓપરેશનમાં ગુજરાત એટીએસને મધદરિયે એક બોટમાં 9 ડ્રગ માફિયાઓ દેખાયા હતા. ત્યારબાદ મધદરિયે ગુજરાત એટીએસ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. ગુજરાત (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) ATSએ ડ્રગની હેરાફેરી કરતા 9 લોકોને પોલીસે ઝડપ્યા હતા. એક અંદાજ પ્રમાણે બોટમાં ડ્રગ્સ માફિયાઓ 500 કરોડનું ડ્રગ્સ અને 100 કરોડનું હિરોઇન હતું.
બોટમાં રહેલા ખલાસીઓએ બોટ ભગાડી હતી. આથી કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા આ બોટનો પીછો કરવામાં આવતા બોટના ખલાસીઓએ બોટમાં જ આગ લગાડી દીધી હતી. રૂ.500 કરોડનું 100 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. બોટમાં રહેલ ડ્રગ્સનો મોટો જથ્થો પણ નાશ પામ્યો હતો. તમામ ખલાસીઓ ને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા. અમદાવાદની એટીએસ કચેરી ખાતે એફ આઈ આર નોંધવામાં આવશે.
ઝડપાયેલ શખ્સોમાં અયુબ મોરાદ બલોચ ઉવ 39, રે કોનારક, ચભાડિયા ઈરાન, અમીન મોહમ્મદ દોરઝાદે ઉવ 26 રે કેસરકંદ નેશાર ગામ નજીક, બલુચિસ્તાન ઈરાન, ઇશાક અબ્દુલ રહીમ દિલશાદી ઉવ33, રે દુર, કોનારક, ચાબહાર નજીક, ઈરાન, મહમ્મદઅસ્લમ આંદીલ દીવડેલ ઉવ 39 રે ઉરાકીબાડા,ચાબહાર ઈરાન,વાહીદ પીરમાંમદ બ્લોચ ઉવ૨૫રે ઉરાકી બાડા, ચાબહાર ઈરાન, ઉમ્મીદ મુસા ઈરાનાખ ઉ.વ.20 રહે. પોસમ તીયબ કોનારાક, ચાબહાર ઈરાન, તાહેર મૌલાદાદ રાઝ ઉવ 34 રે પોસમ મચાન, કોનારાક, ચાબહાર ઈરાન, સાજીદ ઉમર ખુસે ઉ.વ.20 રહે. ઉરાકી બાડા, ચાબહાર, ઈરાન, તથા દોર મહમ્મદ નકીબ રઈસી ઉવ 63 રે પુતાન ,નેશર ગામ નજીક બલુચિસ્તાન, ઈરાન આ નવ શખ્સો નો સમાવેશ થાય છે.
30 જુલાઈ 2017માં પોરબંદરથી 390 કિમી દુર સમુદ્રમાં 4200 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું હતું અને એ ડ્રગ્સ લાવનાર હેન્રી નામની ટગ બોટ 8 જેટલા ભારતીય ખલાસીઓ સાથે ઝડપી લેવાઈ હતી . તે પહેલા પણ 500 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયામાંથી જ પાકિસ્તાની ફીઝા નામની બોટમાંથી ઝડપાયું હતું જેમાં 7 પાકિસ્તાનીઓને પકડી લેવાયા હતા.