બનાસકાંઠા જિલ્લામાં પણ ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતાં 20 જગ્યાએ 270થી 600 ગ્રાજ જેટલા ખાતરની ઘટ હોવાનું જણાયું હતુ. આથી આવા ઘટ ધરાવતાં 6500 કટ્ટા પરત લેવામાં આવશે. જેતપુરમાં ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછુ હોવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. જી. એસ. એફ.સી.ના ઉત્પાદક યુનિટમાંથી પેકીંગ થઇને આવેલા ખાતરમાં જ આ ઘટ જોવા મળી છે. અન્ય યુનિટમાંથી આવેલા ખાતરમાં કોઇ ક્ષતિ ન હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતુ.