ગોંડલમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પોસ્ટ ખાતાના સહયોગથી એક સાથે ૬૮૮૨ બહેનોના ગંગાસ્વરૂપા યોજનાની સહાય માટે પોસ્ટમાં ખાતા ખોલવામાં આવતાં તેની નોંધ ઇન્ડિયા બૂક રેકર્ડમાં કરવામાં આવી હતી.
રેકોર્ડ નોંધાયાનું પ્રમાણપત્ર ઇન્ડિયા બુકના પ્રતિનિધિ નીલિમા છાજડે રાજકોટ કલેકટર રેમ્યા મોહન આપ્યું હતું. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ અશોકકુમાર હતા. પોસ્ટ ખાતામાં ખાતાની પાસબુક આપવામાં આવી હતી.
ગુજરાતમાં ૩૦ લાખ ગરીબ બહેનોને ઉજ્જવલા યોજનાનો લાભ આપી તેના આરોગ્યની ચિંતા કરી છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, દીકરીની અમે કુખ થી કરિયાવર સુધીની ચિંતા કરી છે.
રાજકોટ જિલ્લામાં અગાઉ ૧૧૭૦૦ ગંગાસ્વરૂપ આ બહેનો યોજનાનો લાભ મેળવતી હતી અને હવે નવા નિયમથી વધુ ૯૦૦૦ મળી 20700 બહેનોને સહાય મળશે. ગુજરાતમાં સરવે કરીને યોજનામાં આવરી લેવામાં કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ૪૦ લાખ શૌચાલય બન્યા છે. હજુ જરૂરિયાત મુજબના નવા ૪ લાખ શૌચાલયની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરને આઇ.એસ.ઓ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.