[:gj]40 ટકા બાળાઓ શાળાએ જતી નથી, 5 હજાર શાળા બંધ થતાં અભણ ગુજરાત બનશે [:]

[:gj]શિક્ષણ અધિકાર આંદોલનને મજબૂત કરવા અમદાવાદમાં એક દિવસીય કન્સલ્ટેશનનું આયોજન આર ટી ઈ ફોરમ ગુજરાત દ્વારા કરવામાં આવેલું હતું.

આરટીઇ એક્ટ હેઠળ શાળામાં ક્લાસ રૂમો સારા નથી. વાપરી શકાય તેવા શૌચાલયો નથી. સુરક્ષિત વાતાવરણ તેમજ વિષય આધારિત પૂરતા પ્રમાણમાં શિક્ષકોની કમી છે.

મુજાહિદ નફિસે જણાવ્યું કે ગુજરાત સરકારને શિક્ષણના ક્ષેત્રમાં (SDGs)ના લક્ષ્ય 5માં લિંગ (જેંડર) સમાનતામાં 100 માંથી 31 અંક મળેલા છે. ભૂખથી મુક્તિમાં 100 માંથી 49, ગરીબી મુક્તિમાં 100 માંથી 48 મળેલા છે, જે દર્શાવે છે કે સરકાર સામાજિક અસમાનતાને દૂર કરવા માટે પ્રતિબધ્ધ નથી.

બાળકો સામેના ગુનામાં વધારો

ગુજરાતમાં બીજેપી છેલ્લા 22 વર્ષથી સત્તામાં છે પરંતુ બાળકો વિરુધ્ધના અપરાધમાં નિરંતર વૃધ્ધિ થઈ છે. 2012 માં બાળકો વિરુધ્ધ ના અપરાધના કેસો POCSO નાં 1327 નોંધાયા હતા જ્યારે 2016 માં તે વધીને 3637 થઈ ગયા છે. અપરાધીઓની સજાનો દર માત્ર 12% છે, જે રાષ્ટ્રીય દર 31%થી ઘણો  ઓછો છે.

ગુજરાતમાં 5 વર્ષ થી ઓછી ઉમરના 38.5% બાળકો કૂપોષિત છે.

આવી પરિસ્થિતીમાં સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિકથી આગળ વધીને માધ્યમિક શિક્ષણને પણ શિક્ષણના અધિકારના કાયદા હેઠળ લાવવાની જરૂર છે.

શાળા બંધ કરવાનું ષડયંત્ર

રાજ્યમાં શાળાઓને એક બીજામાં ભેળવી દેવાના નામે 5223 પ્રથમિક શાળાઓ બંધ કરવાનું ષડયંત્ર ચાલી રહયું છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત આદિવાસી, દલિત અને લઘુમતી વિસ્તાર થઈ રહ્યા છે.  કચ્છ મોટો જિલ્લો છે ત્યાં પણ અસર થવાની છે. 5 હજાર શાળા બનાવવી હોય તો તેમાં ઓછામાં ઓછા આજના બજાર ભાવ પ્રમાણે રૂ.15 હજાર કરોડની સરકારને જરૂર પડે તેમ છે. દિલ્હીમાં 27 ટકા શિક્ષણ પાછળ ખર્ચ થાય છે ગુજરાતમાં માંડ 7 ટકા ખર્ચ રાજ્યના કુલ બજેટમાં થાય છે. ગુજરાત અને કેન્દ્ર મળીને શિક્ષણ પર જીડીપી નો 6% ખર્ચ થવો જોઈએ.

15-18 વર્ષની લગભગ 40% બાળકીઓ શિક્ષણ મેળવવા શાળાએ જતી નથી. શાળાઓ બંધ થતાં ગુજરાત અભણ બનશે.

રાજ્ય માં બાળકોના અધિકાર લાગુ થાય, તેમનો સામાજિક સમાવેશીકરણ થાય તે માટે સમગ્ર રાજ્યમાં અભિયાન ચલાવીને જનતાને જાગૃત કરવામાં આવશે. સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવેદન પત્રના માધ્યમથી અધિકાર પ્રાપ્તિ અભિયાન 30 જાન્યુઆરી થી ચલાવવામાં આવશે. જેમ મુજાહિદ નફીસે જણાવ્યું હતું.

શિક્ષણ અધિકાર આંદોલનને મજબૂત કરવા અમદાવાદમાં એક દિવસીય કન્સલ્ટેશનનું આયોજન આર ટી ઈ ફોરમ ગુજરાત દ્વારા કરવામાં આવેલું હતું. જેમાં કચ્છ, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, મેહસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, અહમદાબાદ, વલસાડ, દાહોદ જિલ્લા માથી આવેલ શિક્ષણ અધિકાર પર કામ કરતાં કાર્યકર્તાઓ એ ભાગ લીધો. કન્સલ્ટેશનમાં સામાજિક સમાવેશની પ્રક્રિયા દલિત, આદિવાસી, લઘુમતી, મહિલા અને વિકલાંગ જનો ના દ્રષ્ટિકોણ થી જોવાની કોશિશ કરવામાં આવી હતી.[:]