સાવરકુંડલાની પ્રાથમિક શાળામાં 214 વિદ્યાર્થીઓ વચ્ચે ફકત 3 ઓરડામાં ભારતના ભવિષ્ય સમાનના વિદ્યાર્થીઓ ઓસરીમાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે. સરકાર ઘ્વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાતના સ્લોગનો છે પણ ભણવાની વાસ્તવિકતા આખી અલગ જ છે.
સાવરકુંડલા શહેરીન પ્રાથમિક શાળા નંબર 6. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7ની પ્રાથમિક શાળા છે પણ વિદ્યાર્થીઓની ભારે અવદશા છે કે આ પ્રાથમિક શાળામાં છે ફકત 3 ઓરડા અને ધોરણ 7. 3 ઓરડામાં એક એક ઓરડામાં આ પ્રાથમિક શાળાના આચાર્ય બેસે છે તો બે ઓરડામાં ચાલે છે આખી પ્રાથમિક શાળા. બે ઓરડા બાદ એક ધોરણને શાળાની ઓસરીમાં બેસાડીને શિક્ષણનું ભણતર કાર્ય ચાલું છે. ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ પણ નવા ઓરડા બને તેવી સરકારને વિનંતી કરીરહૃાા છે.
શાળાનાં વિદ્યાર્થીઓને નવી બિલ્ડીંગ મંજુર થઈ ગઈ છે જેનું ખાતમુર્હુત પણ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે માસ પહેલાં ઓનલાઈન કરી દીધું છે. પણ વિદ્યાર્થીઓની મજબુરી છે કે, આ શાળામાં ખાતમુર્હુત બાદ પણ હજુ શાળાના નવા બિલ્ડીંગનું કામ શરૂ ન થતાં ધોરણ રૂ થી 7નાં ર14 વિદ્યાર્થીઓને ભણતરમાં અગવડતા પડી રહી છે.
100 વર્ષ જુની શાળાને પાડી નાખવામાં આવી હતી ને ભૂમિપૂજન મુખ્યમંત્રી રૂપાણીએ બે માસ પહેલા કરેલ જેનો સ્વીકાર પણ શાળાના આચાર્ય કરી રહૃાા છે. ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણતંત્રના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ગોપાલ અધેરાએ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એક અઠવાડીયામાં કામગીરી શરૂ થવાની હૈયાધારણા આપી હતી.
અમરેલી જિલ્લાની સરકાર પ્રાથમિક શાળાઓમાં દિનપ્રતિદિન શિક્ષણની હાલત કફોડી બની રહી છે. અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે તો અનેક શાળામાં શિક્ષકો શિક્ષણ આપતા નથી તો અનેક શાળાઓમાં મકાનનો અભાવ જોવા મળી રહૃાો છે.
અમરેલી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારનાં બાળકો તેનું ભાવિ તૈયાર કરતાં હોય છે અને દેશનાં ભવિષ્ય માટે પ્રાથમિક શિક્ષણ અત્યંત જરૂરી છે અને દરેક વ્યકિતને યોગ્ય શિક્ષણ આપવું તે સરકારની નૈતિક ફરજ પણ છે. છતાં પણ પ્રાથમિક શિક્ષણને લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ ચિંતીત નથી તે હકીકત છે.
દરમિયાનમાં અમરેલીનાં ખડ ખંભાળીયા ગામનાં સરપંચ ભાભલુભાઈ વાળાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને ગામની શાળાનાં ર શિક્ષિકાઓ સતત ગેરહાજર રહેતાં હોય બન્નેની તાત્કાલીક બદલી કરવાની માંગ કરી છે અને બદલી નહી થાય તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી અંતમાં આપેલ છે.