7 શહેરોમાં 75 ફ્લાય ઓવર બનશે.

રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં રૂ.૩૫૦ કરોડના ખર્ચે ૭૫ ફ્લાયઓવર અને ૩૭ રેલ્વે ઓવરબ્રીજ બનાવાશે. મહાનગરપાલિકાઓમાં ૫૪ અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૧ મળી કુલ-૭૫ ફલાય ઓવર અને ૩૭ રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રીજ અથવા અન્ડર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ વર્ષથી શરૂ કરાશે. જે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે. આ માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તેમજ શહેરની આજુબાજુના વિસ્તારો તથા આઉટગ્રોથ વિસ્તારોમાં પણ પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ વગેરે કામો માટે રૂ.૨૫૦ કરોડની આ વર્ષે વિશેષ ફાળવણી કરી છે.

રાજયની ઘણી નગરપાલિકાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની નગરપાલિકાઓમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે અને લોકોને નિયમિત પાણીનો પુરવઠો પૂરો પાડી શકાય તે માટે આવી નગરપાલિકાઓ માટે જ વિશેષ રૂ.200 કરોડની ખાસ ફાળવણી કરવામાં આવી છે.