70 હજારને ખાનગી ઉદ્યોગોમાં નોકરી માટે જોબ ફેર

જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી-ર૦૧૯ સુધી ૩૩ જેટલા મેગા પ્લેસમેન્ટ ફેર યોજાશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના વિદ્યાર્થીઓ માટે ૬૦ હજારથી વધુ રોજગારીની તકો પ્લેસમેન્ટ પૂરી પાડતા મેગા પ્લેસમેન્ટ ફેર નો પ્રારંભ થયો હતો. પ્લેડાયરેકટર ટેકનીકલ એજ્યુકેશન અને મારૂતિ મોટર્સ, CII સહિતના જૂથો સાથે સ્કીલ
ડેવલપમેન્ટ અને સેન્ટર ઓફ એકસલન્સથી રોજગાર સર્જનના MoU થયા હતા.
વર્ષ ૨૦૧૬-૧૭માં રોજગાર મેળાઓ યોજીને સમગ્ર ગુજરાતમાંથી ૧૦ લાખ યુવાનોને રોજગાર આપ્યા હતા, અને દેશમાં પ્રથમ વખત મહિલાઓ માટે રોજગાર મેળા યોજવાનું શ્રેય પણ આ સરકારને જાય છે. આ વર્ષે પણ મેગા રોજગાર મેળો યોજયો છે જેમાં ૬૦ હજાર રજીસ્ટ્રેશન સામે ૭૦ હજાર જગાઓ છે.