૭૦ અબજ રૂપિયામાં જાપાન પાસેથી ૧૮ સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદશે. ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. દરેક ટ્રેનમાં ૧૦ કોચ રહેશે . ટૂંક સમયમાં જ હાઈ સ્પીડ ટ્રેન માટે ટેન્ડર તરતા મુકશે. અગાઉ બાંધકામના ટેન્ડર અપાયા તેમાં ભાજપને ચૂંટણી ફંડ આપનારને ટેન્ડર અપાયા હતા.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત અને મહાર્ષ્ટ્રમાં જમીનના મુદ્દે અટવાઈ ગયો છે ત્યારે ટ્રેન ખરીદવામાં આવી રહી છે. ટ્રેન ખરીદવા માટેની સમજૂતિમાં લોકલ પ્રોડકશન માટે ટ્રાન્સફર ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
જાપાની કંપનીઓ ભારતમાં બુલેટ ટ્રેન એસેમ્બલી યુનિટો સ્થાપિત કરવા માટે ભાગ લેશે. ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા વચ્ચે ૨૦૨૨માં દોડતી કરવાની યોજના છે. ૨૦૨૩ સુધી ૫૦૮ કિલોમીટરના સંપૂર્ણ કોરીડોર પર ટ્રેન દોડતી કરાવાનું લક્ષ્યાંક છે. પણ હજું સુધી ક્યાંય બાંધકામ શરૂં કરાયું નથી.
૧૫ મિનિટમાં આ ટ્રેન ૫૦ કિલોમીટરના પટ્ટા પર દોડશે. જાપાનમાં સીનકાસેન ટ્રેનને સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ૬ અબજ ડોલરના આ ઈન્સ્ટીટ્યુટ નિર્માણનો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે.
૨૦૨૩ સુધી પુરતી કુશળતા સાથે ૩૫૦૦ કર્મચારીઓને તૈયાર કરવા પડશે. જાણકાર લોકોનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હાર્ટમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ પ્રોજેક્ટ છે.
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કેટલાક ટેન્ડર બહાર પડી ચુકયા છે અને ૨૦૧૯-૨૦ના અંતિમ ત્રિમાસિક ગાળામાં સ્ટ્રક્ચરલ કામગીરી શરુ થવાની હતી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેના શિડ્યૂલ મુજબ આગળ ધપી રહી નથી. કોન્ટ્રાક્ટ આપવાનું કામ મોડું છે. આ પ્રોજેક્ટમાં ઘણી જગ્યાએ એલીવેટેડ ટ્રેક છે. તેમાં ખેતીની જમીન આવતી હશે તો પણ ખેડૂત તેની તમામ જમીન નહીં ગુમાવે.