75% of 70 bridges in Ahmedabad are poorly constructed अहमदाबाद के 70 पुलों में से 75 फीसदी का निर्माण घटिया
ગુજરાત કોલેજ રેલ્વે આકાશીપુલની દીવાલોમાં તિરાડ પડી ગઈ
ગાંધીપુલનું સુપર સ્ટ્રક્ચર ખરાબ, પરિમલ ગરનાળુંની દીવાલોમાં તિરાડ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
અમદાવાદ મ્યુનિ.ના પુલ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 70 પુલના તપાસ કરવામાં આવતા તેમાં 75 ટકા પુલોમાં ખામી જણાય હતી.
નદીપારના વિસ્તારમાં આવેલા રીવર પુલ, આકાશીપુલ સહિત 32 પુલનું તપાસ કરવામાં આવ્યુ હતુ. ગાંધીપુલનું સુપર સ્ટ્રક્ચર ખરાબ પરિસ્થિતિમાં જોવા મળ્યુ છે. પરિમલ ગરનાળુંની દીવાલોમાં તિરાડ જોવા મળી છે. અંજલી, શિવરંજની આકાશીપુલ સહિતના અન્ય પુલમાં રીપેરીંગ કરવું જરૂરી બન્યું છે.ગુજરાત કોલેજ રેલવે આકાશી પુલ દીવાલોમાં તિરાડ પડી ગઈ છે.
અમદાવાદ પૂર્વના વિસ્તારમાં આવેલા 37 પુલના તપાસ પછી નદીપારના વિસ્તારમાં આવેલા ૩૨ પુલનું તપાસ પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રા.લી.તથા જીઓ ડિઝાઇન એન્ડ રીસર્ચ પ્રા.લી.એજન્સી દ્વારા કરવામાં આવ્યુ હતુ. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા લેવલ ક્રોસિંગ સ્થિતિનું પણ તપાસ કરવામાં આવ્યુ હતુ. અલગ અલગ પુલના રીપેરીંગ માટે શ્રી રામ ઈન્ફ્રા કેર પ્રા.લી.ને રૂ. 2.69 કરોડથી કામગીરી સોંપવામાં આવશે.
કયા પુલની શું પરિસ્થિતિ?
પુલનું નામ – કયા પ્રકારની ક્ષતિ
એ.ઈ.સી. – બેરીંગ સાફ કરવી જરૂરી
સોલા પુલ આઉટલેટ પાઈપ રીપેરીંગ
ઈન્કમટેકસ – બેરીંગ ઉપર કાટ
અખબારનગર ફૂટપાથ-રોડ ખરાબ
મજમુદાર પુલ સ્પાન-ગર્ડરોમાં તિરાડ
ઈન્કમટેકસ અંડરપાસ – દીવાલોમાં તિરાડ
પ્રબોધ રાવલ પુલ માઈનોર રીપેરીંગ
ઉસ્માનપુરા અંડરપુલ – ટાઇલ્સ તૂટેલા છે
અંજલી આકાશી – પ્લાસ્ટરમાં નુકસાન
શિવરંજની આકાશી – બેરીંગ સાફ કરવી જરૂરી
હેલ્મેટ જંકશન – ગર્ડરના નીચેના સળીયા ખુલ્લા
આઈ.આઈ.એમ. – સેન્ટ્રલ વર્જનું રીપેરીંગ
ચીમનભાઈ પુલ – રેલીંગ,ફૂટપાથ તૂટેલા
શ્રેયસ પુલ – માઈનોર રીપેરીંગ
ગુજરાત કોલેજ પુલ – ગર્ડર ,દિવાલમાં નુકસાન
રાણીપ પુલ – બોક્સ ગર્ડરમાં તિરાડો
નિર્ણયનગર – અંડરપાસ માઈનોર રીપેરીંગ
પરિમલ અંડરપાસ – દીવાલોમાં તિરાડ
સુભાષપુલ – દીવાલોમાં તિરાડ
ગાંધીપુલ(જુનો) – માઈનોર રીપેરીંગ
ગાંધીપુલ(નવો) – સુપર સ્ટ્રક્ચર ખરાબ સ્થિતિમાં
નહેરુપુલ – માઈનોર રીપેરીંગ
ઈસનપુર – પુલ ગર્ડરને નુકસાન થતું અટકાવવુ
ચાંદલોડીયા – માઈનોર રીપેરીંગ
વંદેમાતરમ – માઈનોર રીપેરીંગ
સીમ્સ પુલ – માઈનોર રીપેરીંગ
ચાંદલોડિયા પુલ માઈનોર રીપેરીંગ
દક્ષિણી – પુલ દીવાલોમાં તિરાડ
જીવરાજ – પુલ માઈનોર રીપેરીંગ
વસ્ત્રાપુર – માઈનોર રીપેરીંગ
મકરબા – માઈનોર રીપેરીંગ