રોજગારી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીને બદલે પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી એ ગુજરાતની ભાજપ સરકારની નીતિ રહી છે. આ પ્રકારની નીતિથી પુંજીપતિઓને ફાયદો થાય છે.
રાજયમાં ઉદ્યોગોને વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૦માં ૪૯૨ કરોડ ચો.મી. જમીનની આપવામાં આવી એટલે કે એક વર્ષમાં
૯૮.૪ કરોડ ચો.મી.Xવાયબ્રન્ટના ૨૦૦૩ના વર્ષથી ૧૮ વર્ષમાં ૧૭૭૧.૨ કરોડ ચો.મી. જમીનની ખેરાત કરવામાં
આવી. આ ખેરાત કરવામાં આવેલ જમીનનો કફનનો રૂ.૨૫ જેટલો ભાવ ગણીએ તો ૪૪,૨૮૦ ટાટા નેનોને સરકારે રૂ.૫૮૫ કરોડની લોન આપી છે, રાજય સરકારના આંકડા મુજબ એમઓયુ કરેલ તે પૈકી ૪૨,૩૪૧ ઉદ્યોગો ઉત્પાદનમાં ગયા છે આ એક એકમને રૂ. ૧ કરોડની લોન આપી ગણીએ તો ૪૨,૩૪૧ છેલ્લાં ચાર વાયબ્રન્ટમાં ૨૪૨.૫૨ કરોડનો ખર્ચ કરવામાં આવેલ તે મુજબ આઠ વાયબ્રન્ટમાં ૫૦૦ કરોડનો ખર્ચ અને જાહેરાતો અને અન્ય ખર્ચાઓ ૧,૦૦૦ એમઓયુ કરેલ ઉદ્યોગો પૈકી ૪૨૩૪૧ પ્રોજેકટોને એક કરોડની અન્ય રાહતો જેવી કે રસ્તા, વીજળી, પાણી, ગટર તથા અન્ય સુવીધાઓ ગણીએ તો ૪૨,૩૪૧ રૂ. ૧,૦૭,૩૧૬ કરોડના મુડી રોકાણ સામે ઉદ્યોગોને આપવામાં આવેલ કુલ રાહતો ૧,૨૯,૯૬૨ ગુજરાત રાજયના સામાજિક-આર્થિક સમીક્ષા ૨૦૧૬-૨૦૧૭ અંદાજપત્ર પ્રકાશન-૩૪ના પાના નં. ૨૬મા મુદ્દા નં. ૪.૧૦ મુજબ, રાજયમાં જાન્યુઆરી-૧૯૮૩થી ઓગસ્ટ-૨૦૧૬ સુધીમાં ઉદ્યોગ સાહસિકો પાસેથી રૂ. ૧૩,૮૫,૭૦૦ કરોડના સંભવિત મૂડીરોકાણ સાથેના કુલ ૧૫,૧૦૯ આવેદનપત્રો (મેમોરેન્ડમ, ઈન્ટેન્ટ, પરમીશન) પ્રાપ્ત થયેલ.
રાજયમાં તમામ રોકાણના અમલીકરણ માટે એક તંત્ર પ્રસ્થાપિત કરેલ છે. રાજયમાં તા. ૩૦-૯-૨૦૧૬ની સ્થિતિએ રૂ. ૨,૭૫,૮૮૦ કરોડનું મુડીરોકાણ ધરાવતાં ૬૨૫૧ એકમો ઉત્પાદનમાં આવેલ છે. વિધાનસભામાં આપેલા જવાબો મુજબ વાયબ્રન્ટ ૨૦૦૩થી ૨૦૧૭ સુધીમાં કુલ ૮૧,૭૨૬ પ્રોજેકટો પૈકી ૪૨,૩૪૧ પ્રોજેકટો અમલમાં આવેલ છે. વિધાનસભામાં આપેલ જવાબો મુજબ, રાજયમાં આઠ વાયબ્રન્ટમાં રૂ. ૭૪,૪૯,૫૨૬.૫૫ કરોડના સૂચિત મૂડીરોકાણ સામે રૂ. ૧૧,૧૩,૬૦૨.૧૪ કરોડનું મુડીરોકાણ થયું છે. રાજય સરકારના સામાજીક આર્થિક સમીક્ષા ૨૦૧૬-૨૦૧૭માં આપેલા આંકડા કરતા વાયબ્રન્ટ અન્વયે થયેલ મૂડીરોકાણ અંગેના વિધાનસભામાં આપેલ જવાબોમાં મૂડીરોકાણ કેવી રીતે વધી ગયું ?
વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોના આપેલા જવાબ મુજબ રાજયમાં ૨૦૦૮-૦૯ થી ૨૦૧૭-૧૮ સુધીમાં ઔદ્યોગિક
મૂડીરોકાણ રૂ. ૩,૫૦,૦૯૬.૬૮ કરોડ થયેલ છે, તો સામાજીક આર્થિક સમીક્ષા ૨૦૧૬-૨૦૧૭માં આપેલા આંકડા મુજબ ૧૯૮૩થી તા. ૩૦-૯-૨૦૧૬ની સ્થિતિએ રૂ. ૨,૭૫,૮૮૦ કરોડનું મુડીરોકાણ થયેલ છે. તો વિધાનસભામાં આપેલ જવાબ મુજબ ૧૦ વર્ષમાં રૂ. ૩,૫૦,૦૯૬.૬૮ કરોડનું મૂડીરોકાણ કેવી રીતે થયું ?
વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોના આપેલા જવાબ મુજબ રાજયમાં વાયબ્રન્ટ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલ
એમઓયુમાં રૂ. ૭,૨૫,૪૨૮.૯૦ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. તો સામાજીક આર્થિક સમીક્ષા ૨૦૧૬-૨૦૧૭માં આપેલા આંકડા મુજબ ૧૯૮૩થી તા. ૩૦-૯-૨૦૧૬ની સ્થિતિએ રૂ. ૨,૭૫,૮૮૦ કરોડનું મુડીરોકાણ થયેલ છે તો વિધાનસભામાં આપેલ જવાબ મુજબ ચાર વાયબ્રન્ટમાં રૂ. ૭,૨૫,૪૨૮.૯૦ કરોડનું મૂડીરોકાણ કેવી રીતે થયું ? રાજયની ભાજપ સરકાર અવનવા આંકડાઓ પ્રસિધ્ધ કરીને આંકડાની માયાજાળ રચીને પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.
સામાજીક આર્થિક સમીક્ષા ૨૦૧૬-૨૦૧૭માં આપેલા આંકડા મુજબ ૧૯૮૩ થી તા.૩૦-૯-૨૦૧૬ની સ્થિતિએ રૂ. ૨,૭૫,૮૮૦ કરોડનું મુડીરોકાણ થયું છે તેમાં રાજયમાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૮ સુધીમાં રૂ. ૧,૦૭,૩૧૬ કરોડનું વિદેશી મૂડીરોકાણ આવેલ છે એટલે કે રાજયમાં વાયબ્રન્ટ વગર રૂ, ૧,૬૮,૫૬૪ કરોડનું મુડીરોકાણ આવ્યું હતું.
શ્રમ અને રોજગાર વિભાગના આંકડાઓ મુજબ ૫.૩૭ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે અને ન નોંધાયેલા શિક્ષિત બેરોજગાર ૩૫ લાખથી વધુ છે ત્યારે વાઈબ્રન્ટ ઉત્સવથી ગુજરાતના નાગરિકોને શું લાભ થયો ? કરોડો રૂપિયાના મૂડી રોકાણના દાવાઓ પછી હકીકતમાં ગુજરાતમાં ૮૯% મહિલા અને ૯૦% પુરુષો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કોંગ્રેસ શાસનમાં કાપડ ઉદ્યોગ ૨૧% રોજગાર આપતો હતો જે આજે ૧૧.૪% પણ રોજગારી આપતો નથી. જ્યારે ગરીબી ભૂખમરામાં ૪૨%નો વધારો થયો, બીપીએલ પરીવારોની સંખ્યા ૨૬.૧૯ લાખથી વધીને ૩૧ લાખ થઈ ગઈ છે. ૨૦૦૪ થી ૨૦૧૪ યુપીએ સરકારની સર્વાંગી વિકાસ કરનારી આર્થિક નીતિઓના કારણે લાખો પરીવારો આર્થિક રીતે સધ્ધર થતા હતા. આજે ભાજપની ગરીબ વિરોધી આર્થિક નીતિઓના કારણે બીપીએલ પરીવારોની સંખ્યામાં વધારો થયો છે.
શિક્ષિત બેરોજગારની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે, વર્ષ ૨૦૦૨-૦૩થી અંદાજપત્રમાં ૬૨ લાખ લોકોને રોજગારી આપવાની જાહેરાત કરવામાં આવેલ અને રોજગારી આપવામાં નંબર-૧ના દાવાઓ કરવામાં આવે છે પણ ૫-૭ હજાર જગ્યાઓ માટે ૧૫ લાખ યુવાનો અરજીઓ કરે છે અને આવા યુવાનોને મળતિયાઓની ભરતી માટે થતાં પેપર કૌભાંડમાં ભોગ બનવું પડે છે. રાજ્યમાં દર વર્ષે ૧ લાખ બેરોજગારોનો વધારો થાય છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં માત્ર ૧૨,૮૬૯ બરોજગારોને જ સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે તે જ નંબર-૧ના દાવાની પોલ ખોલે છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત સહિત રાજયમાં ખેડૂતો અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજય સરકાર વાયબ્રન્ટના તાયફાઓ કરે છે.
વાયબ્રન્ટ-૨૦૧૯ના પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે સ્વીકાર્યું છે કે, જીએસટી અને નોટબંધી બાદ ગુજરાતના ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ છે, માત્ર સુરતમાં જ ૫૦,૦૦૦ યુનિટો બંધ થતા બે લાખથી વધુ લોકોની રોજીરોટી છીનવાઈ છે, FIAના આંકડાઓ મુજબ સરકારની નિષ્ક્રિયતાના કારણે રાજયમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ કથળી રહી છે અને રાજયમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની અવગણના થઈ રહી છે. એક ગુજરાતી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે રાજયમાં ૪ લાખ નાના અને મધ્યમ ઉદ્યોગો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચાર લાખ ઉદ્યોગોમાં ૧૦ વ્યકિતઓ કામ કરતાં ગણીએ તો પણ ૪૦ લાખ લોકોની રોજગારી છીનવાઈ છે. ભાજપ સરકાર દ્વારા રોજગારી આપવાની તો દૂર પણ રોજગારી છીનવવાનું કામ થઈ રહ્યું છે.
રાજયમાં સૌથી વધુ રોકાણ આવશે તેવી જાહેરાત કરાઈ હતી તે ક્ષેત્રના પ્રોજેક્ટસ સૌથી વધુ પડતા મુકાયા. કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સમાં ૪૨૬૫ પ્રોજેક્ટ આવશે એવું જાહેર કરી તો દેવાયું હતું પણ ૧૪૪૫ પ્રોજેક્ટ તો પડતા મુકાયા છે. જેમાં સૌથી વધારે સાડા છ લાખ બેકારોને રોજગારી મળવાની હતી પણ તેમ થઈ શક્યુ નથી.
આઠ આઠ વાયબ્રન્ટ પછી ગુજરાતના પાયાના ઉદ્યોગોને ફાયદો અને ગુજરાતમાં વેલ્યુ એડીશન અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાત ૨ લાખ ૪૮ હજાર કરોડના દેવા સાથે અગ્રીમ દેવાદાર રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે અને આ દેવું માર્ચ ૨૦૧૯ સુધીમાં રૂ. ૩,૧૮,૦૦૦ કરોડનું થશે. કોંગ્રેસના શાસનમાં રાજયમાં જી.એસ.એફ.સી., જી.આઈ.આઈ.સી., જી.એન.એફ.સી., જી.એસ.પી.સી., જી.એચ.સી.એલ., જી.એમ.ડી.સી. સહિતના અનેક જાહેર એકમોની સ્થાપના થઈ હતી. એક તરફ દેશમાં મેક ઈન ઈન્ડીયા અને બીજીબાજુ ચાઈના કંપનીઓ માટે રેડ કાર્પેટ અને તેમાં પણ સરદાર સાહેબની પ્રતિમા ચાઈનીઝ કંપની બનાવે એ સૌથી દુઃખદ બાબત છે.
આઠ-આઠ વાઈબ્રન્ટના ઉત્સવોમાં કેટલો ખર્ચ થયો? અને કેટલો લાભ થયો તેનું સરવૈયુ માંગતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટમાં આવનારા લોકોને મોંઘી ગાડી, મોંઘા ભોજન સાથે ટુરીઝમ પેકેજ છે. તેનાથી ગુજરાતને શું લાભ થશે? સ્વપ્રસિધ્ધીમાં રાચતા વડાપ્રધાન-ભાજપા સરકાર કાળાધનના કરોડો રૂપિયાથી જુઠ્ઠો પ્રચાર કરીને સત્તા મેળવી છે. ગુજરાતમાં જન્મ લેતું દરેક બાળક ૪૦ હજારના દેવા સાથે જન્મે છે. સરકાર જો બહુ રોજગારી આપતી હોય તો પછી એસ.સી., એસ.ટી, ઓ.બી.સી., પાટીદાર સહિતના સમાજો રોજગારી મેળવવા કૂચ કેમ કાઢે છે.
ભાજપ સરકારના શાસનમાં સરકારી શાળાઓમાં શિક્ષકો નહીં, કોલેજોમાં અધ્યાપકોની નિમણૂંક નહીં, દવાખાનામાં ડૉક્ટરો-પૂરતી દવાઓ નહીં, એસ.ટી. બસોની વ્યવસ્થા નહીં, પૂરતી વિજળી નહીં, પૂરતા વહીવટી કર્મચારીઓ નીમવા નહીં, પૂરતા પોલીસ કર્મચારી નહીં, પૂરતા મકાનો નહીં, પરિણામે પ્રાઈવેટ એજ્યુકેશન, પ્રાઈવેટ હોસ્પિટલ, પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટેશન, પ્રાઈવેટ સિક્યુરીટી, પ્રાઈવેટ હાઉસીંગ, પ્રાઈવેટ કંપનીમાં જવાની સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકોને જવાની ફરજ પડી રહી છે. રાજયમાં દર કલાકે બે કરતા વધુ યુવાનોને જીવન ટુંકાવવાની ફરજ પડાઈ રહી છે. ગુજરાતના યુવાનોને મોતના મુખમાં ધકેલવાનું ષડયંત્ર એટલે મોદી મોડલ !
આઠ આઠ વાયબ્રન્ટમાં મોટા મોટા દાવા પ્રમાણે ધોલેરા સ્માર્ટ સીટી, કલ્પસર, ગેસ-પાવર પ્લાન્ટ, ફેદરા એરપોર્ટ, બાવળા ફિલ્મ સીટી, લવાસા સીટી, સૌની યોજના, રાજકોટ ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ, ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, એટોમિક એનર્જી સહિતના કરોડો રૂપિયાના પ્રોજેકટોની આજે સ્થિતિ શું છે ? ગુજરાતની જનતાને આમાંથી એક પણ પ્રોજેક્ટનો લાભ મળ્યો નથી. દર બે વર્ષે વારાફરતી એમ.ઓ.યુ.ના નાટક થાય છે.
આઠ વાયબ્રન્ટનું સરવૈયુ
સૂચિત પ્રોજેક્ટસ અમલમાં મૂકાયેલ પ્રોજેક્ટસ
વર્ષ એમ.ઓ.યુ. – પ્રોજેક્ટ – રોકાણ (રૂ. કરોડમાં) – પ્રોજેક્ટ – રોકાણ (રૂ. કરોડમાં)
૨૦૧૭ – ૨૪૭૭૫ – ૯૩૧૩૯૮.૭૬ – ૧૦૩૫૫ ૨૨૨૩૦૫.૮૦
૨૦૧૫ ૨૧૨૦૩ ૧૬૩૧૧૦૯.૧૩ ૧૪૨૬૮ ૨૦૫૫૫૩.૮૦
૨૦૧૩ ૧૭૭૧૯ ૯૩૧૩૯૮.૭૬ * ૧૦૯૫૯ ૧૫૧૨૨૮.૧૦
૨૦૧૧ ૮૩૮૦ ૮૩૮૦ ૨૦૮૩૧૮૨.૭૨ ૪૨૨૯ ૨૪૬૩૪૧.૧૬
૨૦૦૯ ૮૬૬૦ ૮૮૮૮ ૧૨૩૪૮૯૮.૪૮ ૨૧૪૦ ૧૦૪૫૯૦.૦૦
૨૦૦૭ ૩૬૩ ૪૫૪ ૪૬૫૩૦૯.૮૦ ૨૩૩ ૧૦૭૮૯૭.૩૪
૨૦૦૫ ૨૨૬ ૨૨૭ ૧૦૬૧૬૦.૪૦ ૧૧૫ ૩૭૯૩૯.૯૪
૨૦૦૩ ૭૬ ૮૦ ૬૬૦૬૮.૫૦ ૪૨ ૩૭૭૪૬.૦૦
કુલ ૮૧૭૨૬ ૭૪૪૯૫૨૬.૫૫ ૪૨૩૪૧ ૧૧૧૩૬૦૨.૧૪
( * મૂડીરોકાણ ધ્યાને લેવામાં આવેલ ન હોવાથી છ વાયબ્રન્ટના સૂચિત મૂડીરોકાણની સરેરાશ છે, પ્રોજેકટ અને રોકાણના આંકડાઓ વિધાનસભામાં આપેલ
જવાબોમાંથી)