સુધારેલા નાગરિકત્વ કાયદા અને સૂચિત એનઆરસીના વિરોધમાં મધ્યપ્રદેશમાં ભાજપના ઓછામાં ઓછા 76 મુસ્લિમ કાર્યકરો અને પદાધિકારીઓએ પક્ષના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. પાર્ટી છોડનારા તમામ કાર્યકરો ભાજપના ઇન્દોર, દેવાસ અને ખારગોનની લઘુમતી શાખાઓથી સંબંધિત હતા.
મધ્ય પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ભાજપના લઘુમતિ નેતાઓ પક્ષ છોડવાનું વિચારી રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયાનું નજીકના ગણાતા રાજિક કુરેશી ફરસીવાલાએ જણાવ્યું હતું કે “આપણા સમુદાયના લોકોને ભાજપને મત આપવા માટે સમજાવવું કેટલું મુશ્કેલ હતું તે આપણે જાણીએ છીએ, પરંતુ હવે ભાજપ આવા મુદ્દાઓ પર સતત વાત કરે છે, જે આપણા માટે મુશ્કેલીઓ વધારી રહ્યું છે. ”
મોટાભાગે મુસ્લિમ નેતાઓ કે જેમણે ભાજપથી છૂટા પડ્યા છે તે બૂથ લેવલના અધિકારીઓ અને સક્રિય કાર્યકરો છે. આ નેતાઓએ ભાજપ છોડતા પહેલા ઇંદોરમાં જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા સુધારેલા નાગરિકત્વ કાયદાના મુદ્દે પક્ષના મુસ્લિમ નેતાઓએ મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી ભાજપમાંથી રાજીનામાં આપ્યા હતા.
અધિકારીઓએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પાસે માંગ કરી હતી કે નવા કાયદામાં મુસ્લિમોને પણ સામેલ કરવામાં આવે. બાબરી મસ્જિદ-રામ મંદિર કેસ અને ટ્રિપલ તલાક મામલામાં ભાજપને સમર્થન કર્યું પણ નાગરિકતા સુધારા કાયદાથી પક્ષને છોડી રહ્યાં છે. હવે સામાન્ય સિવિલ કોડ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હિંદુ-મુસ્લિમ મુદ્દાઓ દ્વારા આપણે કેટલા સમય સુધી ગ્રસ્ત રહીશું? શું આપણા બાળકોને ક્યારેય ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળશે નહીં? એવું ભાજપના આ નેતાઓ વિચારી રહ્યાં છે.
ભાજપને આટલી મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરોના રાજીનામાની ચિંતા નથી.
જ્યારથી ભાજપે દિલ્હીમાં નવી કચેરી બનાવીને ત્યાંથી પક્ષ ચલાવવાનું શરૂં કર્યું છે ત્યારથી પક્ષ સામે આફતો આવી રહી છે.
11 કરોડથી વધુ સભ્યોવાળી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ગણાતા ભાજપની નવી કચેરી 8,000 ચોરસ મીટરના પ્લોટ પર એક હાઇટેક, ઇકો ફ્રેન્ડલી બિલ્ડિંગ.
દિન દયાળ ઉપાધ્યાય માર્ગ પરના 70 ઓરડાઓવાળા બિલ્ડિંગ છે. મુખ્યાલયથી 5 કિમી દૂર, લ્યુટીન્સ ’દિલ્હીના 11-અશોકા રોડ પર આવેલી છે.
એક ભાગમાં પાર્ટી પ્રમુખ, સંસદના બંને ગૃહોના નેતાઓ અને સામાન્ય સચિવો માટે કચેરી છે. બીજા ભાગમાં 7 માળ છે. મુંબઈ સ્થિત આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે.
બે કોન્ફરન્સ હોલ – એકમાં 4500 લોકો બેઠાક ક્ષમતાવાળા અને બીજામાં આઠ નાના હોલમાં તેમને પાર્ટીના રાજ્યના મુખ્ય મથક સાથે જોડવા માટે વીડિયો-કોન્ફરન્સિંગ સુવિધા છે. 10 હાઇ સ્પીડ એલિવેટર છે.