[:gj]’પાસા’ના કાળા કાયદાને જુલમી કાયદો બનાવતા ભગવા અંગ્રેજો, ગુજરાતની પ્રજા પર અત્યાચાર કરવા નવા સુધારા[:]

[:gj]એક વખત ગુનો કરનારને પાસા લાગશે, રૂપાણી સરકાર ગોરા અંગ્રેજો કરતા પણ બેરહમ ભાગવા અંગ્રોજોની સરકાર બની, જુલમી ભાજપ સરકાર, પાસાનો વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ કાયદો જ રદ કરો.

વિશ્લેષણ allgujaratnews.in

ગાંધીનગર, 29 ઓગસ્ટ 2020

એક વખત સામાન્ય ગુનો કર્યો હોય તો પણ ગુજરાત ભાજપની ભગવા અંગ્રોજોની વિજય રૂપાણીની સરકાર તમામ મર્યાદાઓ ભૂલીને અંગ્રોજો કરતાં પણ કાળા કાયદાઓ લાવી રહી છે. ગુજરાતની પ્રજા માથું ઊંચું ન કરે તે માટે સરકાર સામે બોલનારની સામે પાસા લગાવીને મહિનાઓ સુધી જેલમાં નાંખી દેશે. પાસાનો હાલ ઉપયોગ ભ્રષ્ટાચારથી પૈસા બનાવવા માટે થઈ રહ્યો છે. હવે પોલીસ અને રાજકારણીઓ પાસાની ધમકી આપીને ભ્રષ્ટાચાર વધારે કરવા લાગશે.

હવે ગુજરાતમાં શારીરિક હિંસા, ધાક ધમકી સામે ‘પાસા’નું વિનાશક શસ્ત્ર અપનાવશે. જુગાર, સાયબર ક્રાઇમ, નાણાં ધિરધાર, ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા, સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગૂના આચરનારાઓ સામે પાસાનો કાયદો લાગશે. પાસાની જોગવાઇઓમાં સુધારા કરીને ભાજપ સરકાર જુલમી બની રહી છે. સખ્તાઇ, ‘પાસા’ કાયદામાં સુધારાઓના વટહુકમની દરખાસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી મંત્રીમંડળની આગામી બેઠકમાં રજૂ કરશે. વિધાનસભામાં રજૂ કરવાના બદલે બહુમતીના જોરે વટહુકમ બહાર પડાશે.

જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી થશે. આઇ.ટી એકટ જોગવાઇઓ વિરૂદ્ધની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે. જાતિય ગૂનાઓ સંદર્ભે ‘પોકસો’ના કાયદામાં કાર્યવાહી હાથ ધરાશે.

વધુ વાંચો: ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ માટે અંબાજી મંદિર બે દિવસ વહેલું ખોલી દેવાશે, લોકો માટે મંદિર બંધ

ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને બદલે જુલમી સરકાર પ્રજાને કચડી નાંખવા આ સુધારા કરી રહી છે. પાસાના કાયદાનો બેવફા ઉપયોગ થઈ રહ્યો છે હવે પોસીસ અને પોલીટીક્સનું રાજ આવશે.

‘પાસા’ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર સરકાર અને અધિકારી રાજ વધારશે. તેમાં પ્રજાનું કોઈ કલ્યાણ થવાનું નથી. રાજ્યના વિકાસને કાયદા રાજમાં સોળે કળાએ ખિલવી બેફામ સત્તા ભાજપના હીટલરવાદી નેતાઓ મેળવી રહ્યા છે.
ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણના પાયામાં કલંક રૂપ આ સુધારેલો કાયદો છે. સુદ્રઢ કાયદો કે વ્યવસ્થા ગાંધીના લોકશાહી હિમાયતીનો કાયદો નથી.

વિજયભાઇ રૂપાણી ગૂનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા ‘પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં લાવવાના છે. જે લોકશાહી વિરૂદ્ધ છે. એવી કોઈ આફત નથી કે પ્રધાન મંડળમાં તે સુધારો લાવી રાજ્યપાલે સહી કરવી પડે. આ સુધારા માટે ગુજરાત વિધાનસભાની બેઠકમાં કાયદો સુધારવો જોઈએ. જો વિધાનસભામાં થોડા ધારાસભ્યો વિરોધ કરે તો તે કાળા સુધારા પડતા મૂકવા જોઈએ. કેબીનેટમાં રજૂ થાય તે પહેલા અમેરિકાની જે ગુજરાતની પ્રજાના મતદાન પર મૂકો. પ્રજા જો તે સુધારા માન્ય ગણે તો જ સુધારો કરવો જોઇએ. આ સાચી લોકશાહી છે.

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા 1985થી પાસા અમલી છે. સરકાર અને પોલીસ તેનો બેફામ ઉપયોગ કરતાં આવ્યા છે. તેથી પ્રથમથી જ વિવાદાસ્પદ રહેલો પાસાનો કાયદો રદ કરી દેવો તે જ પ્રજા હીતમાં છે. કાયદાનો ઉપયોગ સત્તા ટકાવી રાખવા લોકશાહીનું ગળું દબાવી હત્યા કરવામાં આ કાયદાનો હવે ઉપયોગ થશે. ચીન, સાઉથ કોરીયા, પાકિસ્તાન, સાઉદી, અરબ, આફ્રિકાના કેટલાંક દેશોના સરમુખત્યાર જે રસ્તે છે તે જ રસ્તો ભગવા ભાજપના ભગવા અંગ્રોજો જઈ રહ્યા છે.

વધુ વાંચો: અમિત શાહની તબિયત સારી હોવા છતાં એક મહિનાથી કેમ છે ગાયબ ?

પાસાના કાયદામાં હાલની જે જોગવાઇઓ છે તે મુજબ IPC તથા આર્મ્સ એકટ હેઠળના ગૂનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલ્કત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.

હવે આ કાયદો ભગવા અંગ્રોજોએ સુધારી કોઈ સામાન્ય માણસ સામે એક ગુનો દાખલ કરીને તેની સામે પાસાનો કાયદાનો વધારાનો ઉપયોગ કરાશે. ખરેખરતો આ કાયદો બનાવ્યો હતો ત્યારે રીઢા ગુનેગારો વારંવાર ગુના કરતાં હોય તેમની સામે મોટા ગુનેગારો સામે જ ઉપયોગ કરવાનું તે વખતની સરકારોએ પ્રજાને વચન આપેલું છે. તેનો ભંગ વિજય રૂપાણી કરી રહ્યા છે. તેમણે વિધાનસભાનો ઈતિહાસ તપાસી લેવાની જરૂર છે. નહીંતર ‘પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો અમોઘ કાળું વિનાશક શસ્ત્ર બનશે.

જે સાયબર ગુનોઓ આઇ.ટી. અધિનિયમ, 2000 હેઠળ કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને પાસા કાયદાની જોગવાઇમાં આવરી લેવામાં આવી છે. આ જોગવાઈ એટલી ખતરનાક છે કે ગુજરાતમાં જેટલા પણ લોકો કમ્પ્યુટર કે મોબાઈલ વાપરે છે તમામ 6 કરોડ લોકો સાપવમે પાસા થઈ શકશે. કારણ કે દરેક કમ્પ્યુટર અને મોબાઈલ ફોન ક્રેક કે પાઈરેટેડ વર્જનના સોફ્ટવેર કે એપ્લિકેશન વાપરે છે. તેમાં કોઈપણ સામે ગુનો દાખલ કરીને એ ગુનનાના આધારે પાસા કરી જેલમાં કાયમી રીતે ધકેલી દેવાશે. એટલા માટે આ કાયદો કાળો કાયદો છે.

વધુ વાંચો: ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, રાજીનામું આપે

જુગારની પ્રવૃત્તિ સંદર્ભે પાસા એકટમાં એવી જોગવાઇ હતી કે સજા થયાના ત્રણ વર્ષમાં વ્યકિત ફરી ગૂનો આચરે તો પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. હવે તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ત્રણ વર્ષની સજાની જોગવાઇ રદ કરી હવે ગુનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે. સૌરાષ્ટ્રની દરેક વ્યક્તિ સામે આ જોગવાઈ લાગુ થઈ શકે છે. જન્માષ્ટમીએ આખું સૌરાષ્ટ્ર પોતાના ઘરમાં જુગાર રમે છે.

પાસા કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારની વ્યાખ્યા કરતા ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો પણ સજા પાત્ર જોગવાઇમાં સમાવેશ કરાયો છે.

ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી કોઈ પણ વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: પક્ષને નવી દિશામાં લઈ જવા પાટિલના મોટા બદલાવો, જૂના ચહેરા પાછા દેખાશે

[:]