8 મહિનાથી નર્મદાનું પાણી ન મળતાં ખેડૂતોના ધરણા

કાંકરેજ તાલુકાના ચાંગ ગામ નજીકથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં પાણી મળતું નથી. ચાંગા નજીક પાણીનો સંપ બનાવવામા આવ્યો છે. જેમાંથી ચાંગાથી દાંતીવાડા સુધી પાણી પાઇપલાઇનથી પહોચાડવામાં આવે છે. જે છેલ્લા ૮ મહિનાથી બંધ છે. આ બંધ પાણી ચાલુ કરવામાં નહિ આવે તો ખેડૂતો પોતાની જાતે ચાલુ કરવાની ચીમકી આપી હતી.

કેનાલોમાં પાણી ઓછુ હોવાથી ખેડૂતોના પાક પાણી વિના બળી જવા પામ્યા છે.તેમજ પાણી વિના પશુધન અને પાકને માઠી અસર જોવા મળે છે. સરકાર દ્વારા પાણી છોડાયું છે અને સંપનું પણ લેવલ છોડવા માટે યોગ્ય છે. પરંતુ સુજલામ સુફલામના અધિકારીઓ દ્રારા પાણી છોડવામાં આવતું નથી. જેથી કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામડાના ખેડૂતો ધરણા પર બેઠા છે. તાલુકાના અંદર ૨૩ તળાવોમાં પાણી છોડવામાં આવે જો પાણી છોડવામાં નહિ આવે તો ખેડૂતો જાતે સંપની અંદર જઈને પાણી ચાલુ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.તેમાં કાંકરેજ ઇન્ચાર્જ મામલતદાર બી.એમ.જોષી,નાયબ મામલતદાર તેજાભાઇ પટેલ તેમજ થરા પી.એસ.આઇ.એ.કે.ભરવાડ તથા પોલિસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા.