[:gj]કાશ્મિરી ગુલાબનનું ઉત્પાદન 10 વર્ષમાં ઉત્પાદન 62 ટકા વધ્યું [:]

Production of Kashmiri rose rise by 62% in 10 years

[:gj]ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020

ગુજરાતમાં ગુલાબ આયાત કરીને મંગાવવા પડતા હતા. કૃષિક્ષેત્રની ક્રાંતિ બાદ ગુજરાત ગુલાબની નિકાસ કરતુ રાજ્ય બન્યુ છે. ગુજરાતની ગુલાબના ફુલોના પાકની ખેતી એવી છે કે જે દરેક જિલ્લા ને તાલુકામાં કરવામાં આવે છે. 4178 હેક્ટરમાં તેની ખેતી થાય છે. પણ હવે ખેડૂતો કાંટા વગરના કાશ્મિરી ગુલાબની ખેતી તરફ વળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં કાશિમિરી ગુલાબની સફળતાથી ખેતી થઈ રહી છે. જેમાં મોટો ફાયદો એ છે કે, મજૂરો ગુલાબ ચૂંટવાના કામ માટે ઈન્કાર કરે છે તે કાશ્મિરી જાતના ગુલાબમાં કરતાં નથી કારણ કે તેમાં કાંટા ન હોવાથી મજૂરોને વાગતા નથી. વળી આ ગુલાબ 24 કલાક નહીં પણ 3 દિવસ સુધી બજારમાં તાજા રહે છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામે 87 ખેડૂતોએ ગુજરાત-પાલનપુરી ગુલાબની  પરંપરાગત ખેતી છોડીને કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યાં છે. જેમાં આવક સારી થાય છે. લગભગ 180 વિઘામાં તેની ખેતી થઈ રહી છે. એક ખેડૂતને વર્ષે રૂ.2.50 લાખ જેવા મળી રહે છે. બજારમાં છૂટક ગુલાબ એક કિલોના રૂ.100થી 500 સુધી વેચાય છે. ખેડૂતોને રૂ.10થી50 મળે છે. મોટો નફો ખેડૂતોની મહેનત છતાં મળતો નથી.

ગુલાબ ગુજરાતને અનુકુળ બની રહ્યાં છે

10 વર્ષમાં 806 હેક્ટર વાવેતર વધ્યો જે 24 ટકા વધારો છે. તેની સામે 14923 મેટ્રીક ટન ઉત્પાદન 62 ટકાનો વધારો થયો છે. ઉત્પાદકતા વધી છે. ઉત્તર ગુજરાત 183(1583) ફુલોની ખેતી વધી રહી હોય એવા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં વાવેતર વધ્યું છે. મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ જિલ્લામાં વાવેતર ખેડૂતો ઘટાડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, બનાવકાંઠામાં ગુલાબના ફુલોની ખેતી ખેડૂતોએ છોડી દીધી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, કચ્છમાં ગુલાબની ખેતી ખેડૂતો ઓછી પસંદ કરી રહ્યાં છે.

2005-06માં 2034 હેક્ટરમાં માંગ 13285 મેટ્રિક ટન ગુલાબ પાકતા હતા.

ગાઢ રંગ બધાને પસંદ

દેશી ગુલાબ કરતા કાશ્મીરી ગુલાબની ખૂબ જ માગ છે. કાશ્મિરી ગુલાબનો રંગ ગાઢ ગુલાબી છે.  ત્રણ દિવસ સુધી બગડતા ન હોવાથી બીજા રાજ્યમાં પણ વેચી શકાય છે. રાતે નહીં પણ દિવસે ગુલાબ ઉતારી શકાય છે. તેની પાંખો ઝલદી તૂટતી નથી. કાશ્મીરી ગુલાબ વધુ ખડતલ એટલે કે ટકાઉ હોવાથી દેશીની સરખામણીમાં બજારોમાં માંગ વધી રહી છે.

3 દિવસ ફૂલ ટકે છે

દેશી ગુલાબ બહુધા રાત્રે ચૂંટવામાં આવે છે જેને સવારે બજારમાં પહોંચાડવા અનિવાર્ય છે.એની પાંખડીઓ ઝડપથી ખરી જાય છે. કાશ્મીરી ગુલાબ દડા જેવા હોય છે અને ત્રણ થી ચાર દિવસનું ટકાઉપણુ ધરાવે છે. એ ગુચ્છામાં ઊગે છે.એની સુગંધ જો કે દેશી કરતા ઓછી હોય છે પણ ઘેરો રાતો રંગ એને વધુ આકર્ષક બનાવે છે.

કાશ્મિરી ગુલાબના જાણિતા સ્થળો

આવી રીતે વડોદરાના કરજણ તાલુકાના કોડિયા, બિલ, રણાપુર,  કોઠિયા, દેરોલી અને નર્મદા કાંઠે આવેલા શાયર, નાની કોરલ, મોટી કોરલ સહિતના અનેક ગામોમાં કાશ્મીરી ગુલાબ ખેતી થવા લાગી છે. સૌરાષ્ટ્રના શહેરો, સુરત અને મુંબઇના બજારોમાં મોકલવામાં આવે છે.

કાશ્મિરી ગુલાબ પસંદ

કાશ્મીરી ગુલાબની ડાળી કે ફૂલ આપસાસ કાંટા નથી, થડ અને જાડી શાખાઓ પર થોડાક કાંટા હોય છે, ફુલથી લચી પડતી પાતળી ડાળીઓ કાંટા વગરની હોય છે.  ફૂલ વીણનારા શ્રમિકોને ઘા કે ઈજા થવાનું જોખમ ઘણું જ ઘટી જાય છે. ટપક સિંચાઈ સારી છે.

અમદાવાદના ધોળકા અને દસક્રોઈ તાલુકાઓમાં ગુલાબનું ઉત્પાદન થાય છે. એક એકર ખેતરમાં  1000 ગુલાબનાં છોડનું વાવેતર થાય છે. બે મહિના બાદ ગુલાબ આવવાના શરૂ થાય છે. એક માસનાં એક છોડ અંદાજીત 2 કિલો ગુલાબનાં ફુલ આપે છે. ઘોળીયો, સફેદીયો, મદિયો  કે કાળીયા જેવા રોગ સામે રક્ષણ મેળવવુ પડે છે.

4178 હેક્ટરમાં 40 હજાર ટન ગુલાબ ગુજરાતમાં પાકે છે. જેમાં કાશ્મિરી ગુલાબનો હિલ્લો 8 ટકાની આસપાસ થઈ ગયો છે. આગમી દિવસોમાં તે વધી રહેશે.

ગુજરાતમાં સૌથી વધુ ગુલાબ ભરૂચ, વડોદરા, ખેડા, અમદાવાદ જિલ્લામાં ઉગાડવામાં આવે છે.

ક્યાં કેટલા ગુલામ ઉગે છે

વાવેતર હેક્ટર અને કૌશમાં ટન ઉત્પાદન છે

જિલ્લો – 2018-19 – 2008-09

સુરત – 60 (573) – 175(1505)

નર્મદા – 46(431) – 32(160)

ભરૂચ – 650(6175) – 328(2575)

ડાંગ – 55(452) – 15(120)

નવસારી – 108(950) – 40(360)

વલસાડ – 253(2004) – 190(1520)

તાપી – 50(450) – 93(799)

દક્ષિણગુજરાત કુલ 1222(11035)

અમદાવાદ – 446(4451) – 268(1742)

આણંદ(245(2247) – 530(3816)

ખેડા 450(4293) – 465(3720)

પંચમહાલ 97(843) – 49(208)

દાહોદ 232(2227) – 220(880)

વડોદરા 564(5482) – 450(2700)

મહિસાગર 56(601) નવો જિલ્લો

છોટાઉદેપુર 255(2387)

મધ્ય ગુજરાત કુલ 2345(22531)

બનાસકાંઠા 25(225) – 30(270)

પાટણ 49(427) – 7(63)

મહેસાણા 60(502) – 21(126)

સાબરકાંઠા 28(247) – 7(70)

ગાંધીનગર 10(85) – 36(288)

કચ્છ – 63(558) – 68(680)

સરેન્દ્રનગર 15(125) – 2.5(12.5)

રાજકોટ 26(224) – 57(342)

જામનગર 60(560) – 30(175)

પોરબંદર 18(146) – 11(77)

જૂનાગઢ 88(776) – 36(288)

અમરેલી 23(163) – 21(210)

ભાવનગર 71(606) – 190(1235)

મોરબી 12(116)

બોટાદ 8(64)

ગીરસોમનાથ 27(220)

દ્વારકા 17(159)

સૌરાષ્ટ્ર-કચ્છ 428(3716)

કુલ 4178(38865) 3372(23942)[:]