શિક્ષણ વિભાગે 28 જાન્યુઆરીથી 20મી ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં 23 પ્લેસમેન્ટ ફેર કં૫નીઓ દ્વારા 28 હજારથી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 8 હજારથી વધુ વિદ્યાર્થીઓને નિમણૂંક પત્રો પણ આપી દેવાયા છે. નોકરીમાં આ કંપીનઓ બહું ઓછો પગાર આપીને કામ કરાવી રહી છે. 5 હજારથી 15 હજાર સુધી જ પગાર આપાવમાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. આ કંપનીઓ 2 વર્ષનો નોકરી ન છોડવાનો બોંડ પણ લખાવી લે છે.
41 હજારમાંથી 8 હજારને જ નોકરી મળી
સાબરકાંઠા જિલ્લાના પોશીના, મહિસાગર જિલ્લાના લુણાવાડા જેવા અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને રોજગારી મળી હતી. ગુજરાતમાં કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત 483 સંસ્થાઓએ ભાગ લીધો હતો. 1290 જેટલી પ્રાઈવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર, સ્મોલ સ્કેલ, મીડીયમ સ્કેલ, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો. જેમણે 41,826 જેટલા ઈન્ટરવ્યું લીધા હતા.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં જોબ ફેર ચાલુ રહેશે. 169 સંસ્થાઓએ પ્રથમ વખત પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લીધો હતો. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રસ, રૂચિ, કલા, કૌશલ્યો અનુસાર તેમને જે તે ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા હોય તેવી કંપની સાથે ઈન્ટરવ્યુ થયા હતા. પ્રતિ માસ 10,000 થી 55,000 જેટલા પગારવાળી નોકરીઓ ઉપલબ્ધ છે. આ નોકરીઓમાં 25 ટકા ટેકનિકલ જોબ ઉપરાંત મહત્તમ બીએ અને બીકોમના વિદ્યાર્થીઓ માટે ઉજળી તક રહેલી છે.
અમદાવાદમાં નિષ્ફળતા
ગાંધીનગર- અમદાવાદમાં 28 જાન્યુઆરી 2019માં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેરમાં 60,000 જેટલા વિદ્યાર્થીઓને નોકરી મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી. નોકરી આપનારી કંપનીઓ પાસે 70,000 જગ્યાઓ હતી. પણ સરકારે હવે કહ્યું છે કે 8 હજાર લોકોને નિમણુંક આપવામાં આવી છે. આમ જો અમદાવાદમાં જ આટલી નોકરી મળવોનો દાવો કરાયો હતો તેની સામે બહું ઓછા લોકોને નોકરી મળી છે. આમ સરકારની યોજના સાવ નિષ્ફળ રહી છે. અમદાવાદમાં 33 જેટલાં પ્લેસમેન્ટ ફેર થયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હતું કે સતત 12 વર્ષથી યુવાનોને રોજગાર આપવામાં ગુજરાત નંબર વન છે તેનું મુખ્ય કારણ રોજગાર મેળાઓ, જોબ પ્લેસમેન્ટ ફેર, સ્ટાર્ટઅપ, ઇન્ક્યુબેશન સેન્ટર છે. મુખ્યમંત્રીએ પ્લેસમેન્ટ ફેર માં શ્રેષ્ઠ નોકરીદાતાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓને નોકરીના ઓર્ડર આપ્યા હતા.
આદિવાસી જિલ્લામાં 5 હજાર યુવાનોએ આવ્યા
પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં ધોરણ 10, 12, આઇ.ટી.આઇ., ટેક્નીકલ કે નોન ટેક્નીકલ લાયકાત ધરાવતા 5340 ઉમેદવારો સાથે 49 જેટલા ખાનગી ઔદ્યોગિક એકમો ઉપસ્થિત રહ્યાં હતાં.
મહેસાણા,બનાસકાંઠા અને પાટણમાં ૫૩૨૫ એકઝીક્યુટીવ, ઓપેરેટર, એડવાઇઝર, હેલ્પર, કેમીસ્ટ, રિલેનશીપ મેનેજર સહિતની જગ્યાઓ માટે 2016-17માં 9367 ઉમેદવારોએ, 2017-18માં 7851 ઉમેદવારોએ અને 2018-19માં 26 સપ્ટેમ્બર સુધીમાં 4277 ઉમેદવારોને રોજગારી કરી હોવાનો દાવો કરાયો હતો.
ગુજરાત સરકારે દાવો કર્યો હતો કે 2016-17માં રોજગાર મેળા કરીને સમગ્ર ગુજરાતમાં 10 લાખ યુવાનોને એક વર્ષમાં રોજગારી આપી હતી.