ગુજરાતમાં 8 લાખ લોકોએ સસ્તા દરે હવાઈયાત્રા કરી

8 lakh people air travel at affordable rates in Gujarat गुजरात में 8 लाख लोगों ने सस्ती दरों पर हवाई यात्रा का आनंद लिया

8 ડિસેમ્બર 2024
રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) – UDAN યોજનામાં 8 વર્ષમાં 6 પ્રાદેશિક એરપોર્ટ- પોરબંદર, કંડલા, કેશોદ, જામનગર સિવિલ એન્ક્લેવ, ભાવનગર અને મુંદ્રા પરથી 2017 થી નવેમ્બર 2024 સુધીમાં 7.93 લાખ મુસાફરોએ હવાઈયાત્રા કરી છે.

હવાઈ માર્ગોમાં મુંબઈ-કંડલા, અમદાવાદ-મુન્દ્રા, અમદાવાદ-દીવ અને સુરત-દીવ, અમદાવાદ-કેશોદ, અમદાવાદ-જલગાંવ અને અમદાવાદ-નાંદેડ માર્ગો છે.

નાગરિક ઉડ્ડયનકમિશનર ડૉ. ધવલ પટેલએ જણાવ્યું હતું કે, MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) અને ફ્લાઈંગ ટ્રેનિંગ, VGF, ફાયર અને સુરક્ષા સેવાઓ માટે ₹184 કરોડનો ખર્ચ કર્યો

6 પ્રાદેશિક એરપોર્ટ પર 2017થી નવેમ્બર 2024 સુધીમાં 20% વાયેબિલિટી ગૅપ ફંડિંગ (VGF) અને ફાયર અને સુરક્ષા સેવાઓ માટે આશરે ₹184 કરોડનો ખર્ચ કર્યો છે. પ્રાદેશિક એરપોર્ટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે.

સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-અમરેલી સહિત 5 માર્ગો પર ઉડી રહેલી ફ્લાઇટ્સ માટે રાજ્ય સરકાર તરફથી VGF – વાયાબિલિટી ગેપ ફંડના કારણે અત્યારસુધીમાં 1.60 લાખ મુસાફરોએ પોસાય તેવા દરોએ હવાઈયાત્રા કરી છે.

RCS-UDANમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વૉટર એરોડ્રોમથી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. વધારાના રૂટ શરૂ વડોદરા, રાજકોટ, અંબાજી અને પાલિતાણા જેવા શહેરોને જોડવામાં આવશે.

દેશમાં UDAN-RCS યોજના હેઠળ 417 રૂટ કાર્યરત થવાના હતા.