નવી દિલ્હી, તા. 29-03-2020
કોવિડ-19ને પગલે ચીજવસ્તુઓ અને આવશ્યક સામગ્રીઓનો પુરવઠો સતત અને સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે એ માટે ભારતીય રેલવેએ દેશનાં નાગરિકોની જરૂરિયાતો પૂર્ણ કરવા આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય સામગ્રીઓને સમગ્ર દેશમાં પહોંચાડવા માટે પાર્સલ ટ્રેનની સેવાઓ શરૂ કરી છે.
કોવિડ 19ના કારણે દેશમાં લૉકડાઉન દરમિયાન તબીબી પુરવઠો, તબીબી ઉપકરણ, ખાદ્ય ચીજવસ્તુઓ વગેરે જેવી આવશ્યક સામગ્રીઓનું પરિવહન નાનાં પાર્સલ સાઇઝમાં કરવું અતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ આવશ્યક જરૂરિયાતને પૂર્ણ કરવા ભારતીય રેલવેએ આ પ્રકારની ચીજવસ્તુઓના પરિવહન જરૂરિયાતમંદ ઇ કોમર્સ કંપનીઓ અને રાજ્ય સરકારો સહિત અન્ય ગ્રાહકો માટે કરવા ઝડપથી સામૂહિક પરિવહન માટે રેલવે પાર્સલ વાન ઉપલબ્ધ કરાવી છે. ગૃહ મંત્રાલયે લોકડાઉનના સમયગાળા દરમિયાન દેશમાં ચીજવસ્તુઓ અને સામગ્રીઓની અવરજવર પર નિયંત્રણો દૂર કર્યા છે એનો ઉલ્લેખ પણ કરી શકાશે. પાર્સલ ટ્રેનોની જોગવાઈ અને ચીજવસ્તુઓનું ઝડપી પરિવહન કરવાથી પુરવઠાની સાંકળની કાર્યદક્ષતામાં વધારો થશે. સ્પેશ્યલ પાર્સલ ટ્રેનો દોડાવવાના નિર્ણયથી નાનાં જથ્થામાં તેમજ આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર કરવામાં મદદ મળશે, જેમાં ડેરી ઉત્પાદનો, તબીબી ઉપકરણો અને દવાઓ, અનાજ-કરિયાણાની ચીજવસ્તુઓ, ખાદ્ય તેલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ વગેરે સામેલ છે.
ભારતીય રેલવે ફ્રેઇટ ટ્રેનો દ્વારા દેશના વિવિધ વિસ્તારો સુધી આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરી રહી છે. જ્યારે રેલવેની આ નૂર કામગીરીઓ અનાજ-કઠોળ, ખાદ્ય તેલ, મીઠું, ખાંડ, કોલસો, સિમેન્ટ, દૂધ, શાકભાજી અને ફળફળાદિ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાબંધ પરિવહનની જરૂરિયાતને પૂર્ણ કરી રહી છે, ત્યારે અન્ય વિવિધ ચીજવસ્તુઓને પ્રમાણમાં ઓછા જથ્થામાં પૂરી કરવી જરૂરી છે. આ પ્રકારની ચીજવસ્તુઓ માટે રાજ્યો વચ્ચે પરિવહન માટે વિમાન પછી રેલવે સૌથી ઝડપી માધ્યમ છે.
ભારતીય રેલવેના વિવિધ ઝોન આ પાર્સલ ટ્રેનો દોડાવવા માટે પોતાની યોજનાઓ બનાવી રહ્યાં છે. તેઓ જાહેરાતો સહિત સંચારનાં વિવિધ માધ્યમો દ્વારા સંભવિત ક્લાયન્ટ સુધી પહોંચી રહ્યાં છે.
કેટલાંક ઝોન દ્વારા દોડાવવામાં આવતી પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો નીચે મુજબ છેઃ
22.03.2020થી રેલવે કુલ 8 પાર્સલ ટ્રેન દોડાવી રહ્યું છે. ઉપરાંત 20 રુટ પર વધુ પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની યોજના છે.
ઉત્તર રેલવે પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો નીચેના રુટ પર દોડશેઃ
1. નવી દિલ્હી – ગૌહાટી
2. નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ
3. નવી દિલ્હી – કલ્યાણ
4. નવી દિલ્હી – હાવરા
5. ચંદીગઢ – જયપુર
6. મોગા – છાંગસરી પાર્સલ આરસીપી
દક્ષિણ રેલવે પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો નીચેના રુટો પર દોડશેઃ
1. કોઇમ્બતૂર – પટેલ નગર (દિલ્હી રિજન) – કોઇમ્બતૂર
2. કોઇમ્બતૂર – રાજકોટ – કોઇમ્બતૂર
3. કોઇમ્બતૂર – જયપુર – કોઇમ્બતૂર
4. સાલેમ – ભટિન્ડા
મધ્ય રેલવે પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો નીચેના રુટો પર દોડશે:
1. કલ્યાણ – નવી દિલ્હી
2. નાશિક – નવી દિલ્હી
3. કલ્યાણ – સાંત્રાગાચી
4. કલ્યાણ – ગૌહાટી.
દક્ષિણ પૂર્વ રેલવે પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો નીચેના રુટો પર દોડશે:
1. સાંકરેલ ગૂડ્સ ટર્મિનલ યાર્ડ (SGTY)/શાલિમાર (SHM)થી કલ્યાણ (KYN)
2. સાંકરેલ ગૂડ્સ ટર્મિનલ યાર્ડ (SGTY)/શાલિમાર (SHM)થી ન્યૂ ગૌહાટી ગૂડ્સ શેડ (NGC)
3. સાંકરેલ ગૂડ્સ ટર્મિનલ યાર્ડ (SGTY)/શાલિમાર (SHM)થી બેંગાલુરુ (SBC)
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો નીચેના રુટો પર દોડશે:
એસઇસીઆર રુટ દ્વારા મુંબઈ અને કોલકાતા વચ્ચે દોડનારી આયોજિત પાર્સલ ટ્રેનોમાં માગ અને નાની સ્પેસને આધારે પણ પાર્સલ ટ્રેનોની પોઇન્ટ ટૂ પોઇન્ટ અવરજવર થઈ શકે છે.
ઔદ્યોગિક ગૃહો, કંપનીઓ, રસ ધરાવતા કોઈ પણ ગ્રૂપ, સંસ્થાઓ, વ્યક્તિઓ આ સેવાઓનો લાભ લઈ શકે છે. રસ ધરાવતા પક્ષો રેલવે પાર્સલ ઓફિસો અને ડિવિઝનોનો નોંધણી માટે સંપર્ક કરી શકે છે. ઉપર ઉલ્લેખ કર્યા સિવાય અન્ય કોઈ પણ ઓરિજિન-ડેસ્ટિનેશન પોઇન્ટ પણ પૂછપરછ અને નોંધણી માટે આવકાર્ય છે. આ સેવાઓ હાલનાં નિયમો પર દોડશે અને પાર્સલની ચુકવણી/નૂર દરો પર દોડશે.