દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી ર્ડા. અશોક પટેલે કૃષિ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સૌથી વધુ દૂધ આપતી કાંકરેજી ગાયનું વેતરદીઠ દૂધ ૯૧૭ લીટરથી વધારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ૩૨૦૦ લીટર કરવામાં આવ્યું છે. કૃષિ યુનિ. દ્વારા સંશોધિત બિયારણો અને દેશના ખેડૂતોને થતાં ફાયદાની વિગતો આપી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૯ મી ઓલ ઇન્ડીયા ઇન્ટર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રાષ્ટ્રી ય કક્ષાના યુથ ફેસ્ટીવલનો પ્રારંભ થયો હતો. દેશની ૭૦ કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓ માટે તા. ૩ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે યુથ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.
કૃષિ ટેકનોલોજી ક્રોપ ગાઇડન્સ, ટેકનીકલ અપગ્રેડેશન, ફૂડ પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ, રિટેલ બિઝનેસ, ઓર્ગેનિક ફાર્મિંગ જેવા કૃષિ આધારિત ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપનો ઘણો અવકાશ છે. ગુજરાતમાં તાજેતરની વાયબ્રન્ટ સમિટમાં એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણોના 474 ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેનસન્સ અને 58 સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ઇન્ટેસન્સ થયા છે. યુ એ ઈ ઉઝબેકિસ્તાન, રશિયા, યુએસએ, નેધરલેન્ડ, ફ્રાન્સની કંપનીઓ છે. ગુજરાતના બે ખેડૂતોને રાષ્ટ્રી ય કક્ષાના પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે