મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાન ના દૂધ ના ભાવ માં વધારો આપ્યો છે.
મહેસાણા દૂધ સંઘ ના પશુપાલક ને 550 રૂપિયા અપાય છે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 10 રૂપિયાનો વધારો આવતીકાલથી અપાશે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 610 રૂપિયા આપશે.રાજસ્થાનમાં દૂધના ભાવ સિવાય લીટરે એક રૂપિયો પ્રત્સાહન અપાય છે. સાગર ડેરીના દૂધ ઉત્પાદકોને અપાતો નથી. રાજસ્થાનમાં છેલ્લા બે માસમાં ત્રીજીવખત દૂધ ના ભાવ માં વધારો. મહેસાણાના પશુપાલકોને છેલ્લા એક વર્ષમાં ફક્ત એકજ વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.
જુઓ નીચેનો પરિપત્ર
10 કરોડનું કમિશન કૌભાંડ
મોતી બાપુ જ્યારે દૂધ સાગર ડેરીના ચેરમેન હતા ત્યારે મંડળીઓ માટે ફેટ મશિનોને અન્ય વસ્તુઓ સીધા જ RAIL કંપની પાસેથી ખરીદી કરી મંડળીઓને આપતા હતા. પરંતુ વિપુલ ચૌધરી દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે ડેરી અને RAIL કંપની વચ્ચે વચેટીયા તરીકે એપ્લીટેક ઇન્ફોટેક પ્રા. લિ. ઉભી કરી દીધી હતી. જેના દ્વારા રાજસ્થાન અને હરિયાણા ખાતે 2011થી 2015 સુધી 7000 જેટલા AMCSની (કોમ્પ્યુટર /ફેટમશિન/વજનકાંટો) ખરીદી કરેલી હતી. જે હાલમાં માત્ર 3350 મંડળીઓ જ ચાલે છે. આમ બાકીની તમામ એટલે કે 3650 AMCS માત્ર કાગળ ઉપર ખરીદી કરાઈ એક AMCSની કિમંત રૂ.113730 છે. આમ 3650 AMCSના રૂ.41.50 કરોડ કોઈ ખાઈ ગયું છે. વળી બાકીની 3350 AMCS રૂ.83212માં RAIL કંપની પાસેથી ખરીદી મંડળીઓ ઉપર લગાવી પણ RAIL વાળાએ (જુઓ નીચેના બીલો) અને વચેટીયા એપ્લીટેક ઇન્ફોટેક પ્રા. લિ.નુ રૂ.113730 બિલ લીધુ. (જુઓ નીચેના બીલો ) એટલે તેમાં રૂ.10.22 કરોડ કમિશન લેવામાં આવ્યું છે. AMCSની ખરીદીમાં દૂધ ઉત્પાદકોના રૂ.51.73 કરોડની ખાયકી થઈ હતી.
તેથી મહેસાણાના પશુપાલકોને દૂધના ભાવ વધારો આપવામાં આવતો હતો.
ખાંડ ખરીદી કૌભાંડ
દૂધ સાગર ડેરી ભષ્ટાચાર કરે છે તે જોઇએ તો નીચેના બીલ જુઓ. જેમાં દૂધ સાગર ડેરી એ અને સાબર ડેરી એ એકજ તારીખે એકજ પ્રકારની (એટલે કે S3 ગ્રેડ) ની ખાંડ ખરીદી કરેલી છે. દૂધ સાગર ડેરી ના ભાવ 1 ટનના રૂ47,000 અને સાબર ડેરી એ રૂ.30,000માં ખરીદી એટલે કે દૂધ સાગર ડેરી એ સાબર ડેરી કરતાં એક કિલોએ રૂ.17 વધુ ચુુકવેલા છે. આવા રુ. 17 કરોડની વસુલાત વિપુલ ચૌૌધરી પાસેથી કરવાનું તમામ તપાસ એજન્સીઓ તેમજ કોર્ટ દ્વારા આદેશઆપ્યો હતો.