ભારતનાં ચૂંટણી પંચે તા. ૧૦-૦૩-૨૦૧૯નાં રોજ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. તે તારીખથી
સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતાનો ચુસ્તપણે પાલન કરવા રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ
સૂચનાઓ જારી કરી છે અને તેના અસરકારક અમલી કરણ માટે વહીવટીતંત્રને જણાવવામાં આવ્યું છે.
ચૂંટણીઓ અંગે વિગતવાર માહિતી આપતા રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલીક્રિષ્નને
જણાવ્યું કે ગુજરાત રાજ્યની ૨૬ બેઠકો માટે તા. ૨૩/૦૪/૨૦૧૯ નાં રોજ મતદાન યોજાનાર છે. તા.
૨૮/૦૩/૨૦૧૯ થી. તા. ૦૪/૦૪/૨૦૧૯ સુધી ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો સવારે ૧૧.૦૦ કલાકથી બપોરનાં
૦૩.૦૦ કલાક સુધી ભરી શકશે.
તા. ૨૩/૦૫/૨૦૧૯ ના રોજ ગુજરાત સહિત દેશની તમામ બેઠકોની મતગણતરી થશે.
તા. ૨૭/૦૫/૨૦૧૯નાં રોજ લોકસભા ચૂંટણીઓ ૨૦૧૯ પૂર્ણ થશે, એમ મુખ્ય નિર્વાચન
અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું.
મુખ્ય નિર્વાચન અધિકારીએ ગુજરાતની ૨૬ સંસદીય બેઠકોની વિગતો આપતાં
જણાવ્યું કે નવા સીમાંકન મુજબ ૨૬ બેઠકોમાં ૧- કચ્છ(અ.જા.), ૨-બનાસકાંઠા, ૩-પાટણ, ૪-
મહેસાણા, ૫-સાબરકાંઠા, ૬- ગાંધીનગર, ૭-અમદાવાદ પૂર્વ, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા), ૯-
સુરેન્દ્રનગર, ૧૦-રાજકોટ, ૧૧- પોરબંદર, ૧૨-જામનગર, ૧૩-જૂનાગઢ, ૧૪- અમરેલી, ૧૫-
ભાવનગર, ૧૬-આણંદ, ૧૭-ખેડા, ૧૮-પંચમહાલ, ૧૯-દાહોદ(અ.જ.જા.), ૨૦-વડોદરા, ૨૧-
છોટાઉદેપુર(અ.જ.જા.), ૨૨-ભરૂચ, ૨૩- બારડોલી(અ.જ.જા.), ૨૪- સુરત, ૨૫- નવસારી અને
૨૬-વલસાડ(અ.જ.જા.)નો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ગુજરાતમાં ૪.૪૭ કરોડ ઉપરાંત મતદારો
તેમના મતદાનનો ઉપયોગ કરશે. રાજ્યમાં ૫૧૭૦૯ મતદાન મથકોમાં મતદાન યોજાશે.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ઃ ગુજરાતની ૨૬ બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમ ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાતની તારીખઃ૧૦ માર્ચ, ૨૦૧૯
જાહેરનામાની તારીખઃ ૨૮/૦૩/૨૦૧૯
ઉમેદવારી પત્ર ભરવાની તારીખઃ ૨૮/૦૩/૨૦૧૯ થી તારીખઃ ૦૪/૦૪/૨૦૧૯ સુધી
ઉમેદવારી પત્ર ચકાસણી તારીખઃ ૦૫/૦૪/૨૦૧૯
ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખઃ ૦૮/૦૪/૨૦૧૯
મતદાનની તારીખઃ ૨૩/૦૪/૨૦૧૯
મતગણતરીની તારીખઃ ૨૩/૦૫/૨૦૧૯
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખઃ ૨૭/૦૫/૨૦૧૯