દેશના 10 રાજ્યોમાં રોજના કુલ 10 લાખ ટેસ્ટ જરૂરી

ભારતમાં કોરોનાના દર્દીઓનો આંક તાજેતરમાં ૧૦ લાખને પાર થઈ ચૂક્યો છે. ત્યારે તજજ્ઞો દ્વારા આશંકા વ્યકત કરાઈ રહી છે કે જો સંક્રમણ વધવાની ગતિ આ જ પ્રમાણેની રહી તો બ્રાઝીલ અને અમેરિકા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. દેશના કુલ ૬૪૦ જિલ્લામાંથી ૬૨૭ ખતરનાક વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. દેશ અને આંતરરાર્ષ્ટ્રીય નિષ્ણાતોના મત મુજબ સરકારે સંક્રમણની ગતિને રોકવા માટે બીજીવખત દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાથી અચકાવું જોઈએ નહીં. એઈમ્સના વિષાણું વૈજ્ઞાનિક પ્રોફેસર ડો.આનંદ કૃષ્ણના જણાવ્યા મુજબ ભારતમાં ત્રણ મહિનાનું લોકડાઉન એ સમયે લાગુ થયું હતું, જ્યારે સમગ્ર દેશમાંથી માત્ર એક હજાર કેસ હતા. પરંતુ સાવ ઓછી સંખ્યામાં ટેસ્ટીંગને કારણે સંક્રમણના વિસ્તાર અને ચેપગ્રસ્તોની સાચી ભાળ મળી શકી નહોતી,

વધુ વાંચો: કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરાશે

તેથી અત્યારે જ સાચો સમય છે કે લોકડાઉનના કડક સ્વાસ્થ્ય ઉપાયો અપનાવવામાં આવે. દેશમાં કોરોનાના ચેપથી સૌથી વધુ પ્રભાવિત ૧૦ રાજ્યોમાં દરરોજ એક લાખ જેટલા ટેસ્ટીંગ કરવા જરૂરી હોવાનો સૂર પણ તજજ્ઞોએ વધુમાં વ્યક્ત કર્યો છે. ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૦ હજાર અથવા તેનાથી વધુ થઈ ચૂકી છે. તેથી તેમને મહારાર્ષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ જેવી સ્થિતિમાં જતાં રોકવા હોય તો દરરોજ એક લાખ જેટલા ટેસ્ટ તો કરવા જ જોઈએ. એઈમ્સના પૂર્વ ડાયરેકટર એમ.સી.મિશ્રાએ કહ્યું કે રાજધાની દિલ્હીમાં એક માસના સમયગાળામાં જ અંદાજે ૩ લાખ એન્ટીજન ટેસ્ટ અને ૨ લાખ ઇ્ઁઝ્રઇ ટેસ્ટથી સંક્રમિત અને અસંક્રમિતોને અલગ કરવામાં સફળતા મળી છે. તેની સાથે રિકવરી રેટને પણ ૮૧ ટકાથી ઉપર લઈ જવામાં સફળતા મળી છે.

વધુ વાંચો: સેનેટાઇઝર કૌભાંડ: કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદાયા હતા