127 નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 2066 થઇ

રાજયમાં ગઇકાલથી સાંજથી અત્યાર સુધીમાંકોવિડ 19ના કુલ 127 કેસ નવા નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને બે હજાર 66થઇ છે અને 6 લોકોના મૃત્યુ થયા છે રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 77 લોકોના મૃત્યુનીપજયા છે. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં આ મુજબ જણાવ્યું હતું.

ડો. જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાંઆજે વધુ જે પ0 કેસ કોરોના સંક્રમિતના મળ્યા છે. તે દૂધેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, શાહીબાગ, બહેરામપુરા, મણીનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, મેમનગર, નારાયણપુરા, દાણીલીમડા અને ગીતામંદિરના વિસ્તારોમાંમળી આવ્યા છે. જયારે સુરતમાં લંબેહનુમાન, ઉધના, કતારગામ, લિંબાયત, લાલગેટ અને રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાંથી નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાક દરમ્યાન 3 હજાર 339ટેસ્ટ કરવામાં આવ્ય હતા. આ પૈકી 3 હજાર 124 કેસ નેગેટીવ આવ્યા છે અત્યાર સુધી 19દરદી વેન્ટીલેટર પર છે જયારે 1 હજાર 839 દરદીની સ્થિતિ સ્થિર છે જયારે 131 લોકો સાજાથતાં તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવાઇ છે. કોરોના સંક્રમણની આખા દેશની વાત કરીએતો આજે નવા 95 કોરોના સંક્રમિત કેસો નોંધાયા છે જેથી ભારતમાં કોરોના સંક્રમિતોની18 હજાર 601 થયા છે અને ભારતમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 590 થયો છે.