વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલા માં બની શકશે

A widow and a divorced woman can be mother in India

કેન્દ્રીય કેબિનેટે બુધવારે સરોગેસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૨૦ને મંજૂરી આપી હતી. જે માતા પિતા ન બની શકતા ભારતીય યુગલો ઉપરાંત કોઈપણ મહિલાને સરોગેટ માતા બનવાની મંજૂરી આપી છે. જેમાં વિધવાઓ અને છૂટાછેડા લીધા હોય તેવી મહિલાઓ હવે માં બની શકશે.

સરોગસી એટલે કે ભાડેથી કૂખ લઈને માતા બનવાની આખી પ્રક્રિયામાં જે માતા બને છે તે મહિલાના અધિકારોનું રક્ષણ કરવા માટે આ કાયદો ઘડવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. તેની સાથે સરોગસીથી જન્મેલાં બાળકોનું સ્ટેટસ પણ નક્કી કરવાની કવાયત છે.

ખરડામાં રાજ્યસભાની સિલેક્ટ કમિટી દ્વારા કરવામાં આવેલી સમસ્ત ભલામણોને સામેલ કરવામાં આવી છે. આ ખરડો વ્યવસાયિક સરોગેસીને પ્રતિબંધિત કરે છે. પરોપકાર માટેની સરોગેસીને મંજૂરી આપે છે. ભારતીય યુગલને જેમાં બંને ભારતીય મૂળના હોય તેમને આ દેશમાં સરોગેસી અપનાવવાની મંજૂરી આપે છે.

ગર્ભાવસ્થાનું મેડિકલ ટર્મિનેશન હોય, અસિસ્ટેડ રિપ્રોડએક્ટિવ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ અથવા સરોગેસી ખરડો કહેવામાં આવે છે. સુધારેલો ખરડો ઓગસ્ટ ૨૦૧૯માં લોકસભામાં પસાર કર્યો હતો. હવી ફરીથી પસાર કર્યો છે.

કાયદાની કેટલીક જોગવાઈઓની ટીકા કરાઈ હતી. જેમાં યુગલના નજીકની સંબંધી જ સરોગેટ માતા બની શકતી હોવાની જાગવાઈ સામેલ છે. ત્યારબાદ સરકાર આ ખરડાને રાજ્યસભાની સિલેક્ટ કમિટી પાસે મોકલવા રાજી થઈ હતી. જેની અધ્યક્ષતા ભાજપ સાંસદ ભૂપેન્દ્ર યાદવે કરી હતી. બજેટ સત્રનો બીજા ભાગ આવતા મહિને શરૂ થશે ત્યારે આ ખરડાને રજૂ કરાય તેવી શક્યતા છે.

કેબિનેટે પસાર કરેલા સરોગસી રેગ્યુલેશન બિલ ૨૦૧૬ પ્રમાણે, અવિવાહિત પુરુષ, સિંગલ મહિલા કે પુરુષ, લિવ ઈનમાં રહેતાં યુગલો કે સમલૈંગિક લોકો સરોગસી માટે સરકારમાં આવેદન કરી શકશે નહીં. સીધો અર્થ એ થાય કે ફિલ્મ સ્ટાર તુષાર કપુર જે રીતે પરણ્યા વિના સરોગસી થકી બાળકનો પિતા બની શક્યો છે તે હવેથી કાયદાને કારણે શક્ય બનવાનું નથી. આ સાથે જ હવેથી ફક્ત સંબંધી મહિલા જ સરોગસીથી માતા બની શકશે.

સરોગસી એક મહિલા અને એક દંપતી વચ્ચેનો કરાર છે જે તેમનું બાળક નવ મહિના સુધી તેના પેટમાં પાળે છે. સરોગસીનો અર્થ એક મહિલાની કૂખ ભાડે લઈને તેમાં માતા-પિતા બનનાર સ્ત્રી અને પુરુષના બાળકનો ઉછેર કરવો. સામાન્ય રીતે જ્યારે મહિલાને બાળકના ગર્ભાધાનમાં તકલીફ થતી હોય ત્યારે સરોગસીનો સહારો લેવામાં આવતો હોય છે.

જોકે, ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સરોગસીને શોખ અને કોમર્શિયલ વિષય વસ્તુ બનાવી દેવામાં આવી છે. તે ઉપરાંત વિદેશીઓ પણ ભારતમાં આવીને સરોગસીથી બાળકો પેદા કરી જાય છે અને ઘણાં કેસમાં તો ખોડખાંપણવાળા બાળકને સ્વીકારવાનો ઈનકાર પણ કરી દેતાં હોય છે. આવા કેસમાં આ બાળક કોનું તે સવાલ પણ કાયદાકીય રીતે ઊભો થતો હોય છે. ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને સરોગસી મધર બનાવીને તેને કોઈપણ પ્રકારનું વળતર નહીં આપી તેનું શોષણ કરવાની સિસ્ટમ છેલ્લાં એકાદ દાયકાથી ભારતમાં વધી છે.

સરોગેટ મધરને નવ મહિના સુધી તેના ઘરથી દૂર રહેવાનું હોય છે અને તેને આ દરમિયાન એક શેલ્ટરમાં રખાય છે. કેટલાક કેસમાં ડોકટરો આવી મહિલાને જે ઠરાવ્યું હોય તે વળતર પણ આપતા નથી. જે લોકો સરોગસી સાથે સંકળાયેલા છે તેઓ પૈસાદાર બની ગયા છે પણ સરોગેટ મધરની હાલત અંતે તો તેવી જ રહે છે. સરોગેશન સાથે સંકળાયેલી એજન્સીઓને આર્ટ ક્લિનિકનું રૂપકડું નામ આપવામાં આવ્યું છે અને તે ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલની માર્ગદર્શિકાને અનુસરે છે. ભારતમાં સૌથી ઓછા ખર્ચે સરોગસી થઈ શકતી હોવાથી વિદેશીઓમાં તે સૌથી લોકપ્રિય સરોગેટ કંટ્રી છે.

સામાન્ય રીતે આઈવીએફ ફેઈલ થાય, વારંવાર ગર્ભપાતની નોબત આવતી હોય, ભ્રૂણ આરોપણનો પ્રયાસ નિષ્ફળ રહેતો હોય, ગર્ભમાં કોઈ ખામી હોય કે પછી મહિલાને ગંભીર બીમારી હોય તો તેવા કેસોમાં સરોગસી પ્રસ્તુત અને નૈતિક રીતે માન્ય રહે છે.

સરોગેટ શહેર આણંદ 

500થી વધુ મહિલાઓ સરોગેટ બની છે.
998 દંપતીએ 2004 પછી સરોગેટની સેવા લીધી
307 NRI દંપતી સરોગસી દ્વારા પેરેન્ટ્સ બન્યા
304 વિદેશી મૂળના દંપતી સરોગસીથી પેરેન્ટ્સ
સરોગેટ મધર બનવા હજુ મહિને 30 અરજી
સરોગસી દ્વારા બાળક મેળવવા માટે 15-17 લાખ થાય છે. સરોગેટને સવા ચાર લાખ મળે છે. સરોગેટ મધરના પેમેન્ટમાં છેલ્લા 10 વર્ષમાં 15-20% વધારો થયો છે.

આણંદના નયના પટેલના ક્લિનિકમાં સરોગેટ બનવા માટે મહિને 25-30 અરજી આવે છે. સરોગેટ નડિયાદ, આણંદ, પેટલાદ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટથી આવે છે.

કિસ્સો 03
આણંદમાં સરોગસી
આંકડો 1,000ને પાર
વર્ષ બાળકો
2004 2
2005 3
2006 3
2007 43
2008 68
2009 75
2010 109

2011 145
2012 118
2013 151
2014 149
2015 170
2016 112
2017 100
બોલિવૂડ સરોગસીનું ચલણ
બોલિવૂડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરોગસી દ્વારા સંતાન મેળવવાનું ચલણ વધ્યું છે. આમિર ખાનનો પુત્ર આઝાદ, શાહરૂખ ખાનનો પુત્ર અબ્રામ, કુંવારા તુષાર કપૂરનો પુત્ર લક્ષ્ય સરોગસી દ્વારા જનમ્યા હતા. એક્ટ્રેસ સની લિયોનીના ટ્વીન્સ પણ સરોગસી દ્વારા જનમ્યા છે. મંગળવારે જ એક્ટર શ્રેયસ તલપડેના ઘરે સરોગસી દ્વારા બેબી ગર્લ જન્મી હતી.
વિદેશમાં 50 તો ભારતમાં 20 લાખમાં સરોગસી
2012ના યુએનના આંકડા મુજબ ભારતમાં 3 હજાર ક્લિનિકમાં સરોગસી બિઝનેસ 450 મિલિયન ડૉલરને આંબ્યો છે. સરોગસી ઉદ્યોગનું કદ 13 હજાર કરોડેનું આંકવામાં આવે છે, 40 ટકા હિસ્સો ગુજરાતમાં છે. વિદેશમાં 50 લાખ રૂપિયાની સરખામણીએ ભારતમાં 20 લાખમાં સરોગસી થાય છે.