દિલીપ પટેલ
ગાંધીનગર, 14 માર્ચ 2020
ભાજપના રાજ્યસભાના 3 ઉમેદવારોનો રાજકીય છેડો કોંગ્રેસ અને બીજા પક્ષો સુધી પહોંચે છે. કૉંગ્રેસી કૂળના રમિલાબેન બારાની પસંદગી કરવામાં આવી છે. નરહરી અમીન કોંગ્રેસના અને તે પહેલાં ચીમન પટેલના જનતાદળાના કુળના છે. જ્યારે ભાજપના અભય ભારદ્વાજ વજુભાઈ વાળા સામે ચૂંટણી લડી ચૂક્યા છે.
આમ ભાજપના આ ત્રણેય ઉમેદવારો બીજા પક્ષોનો સ્વાદ ચાખીને કે બીજા પક્ષોનું કુળ ધરાવીને ચૂંટણી લડી રહ્યાં છે. રમિલા બારાના પિતા કોંગ્રેસમાં સારા પદો પર રહી ચૂક્યા છે. તેઓ સરકારમાં અધિકારી હતા. ત્યારે તેમના પિતા કોંગ્રેસમાં હતા. આમ તેમનું કુળ તો કોંગ્રેસનું છે.
નરહરી અમીન મૂળ આંદોલનકારી નેતા હતા. ચીમનભાઈ પટેલની સરકાર સામે આંદોલન કરીને વિદ્યાર્થી નેતા તરીકે આગળ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ ચમીનભાઈ પટેલની સાથે જ બેસીને રાજકારણમાં જોડાયા હતા. તેઓ પહેલા જનતાદળમાં હતા પછી ચીમનભાઈની સાથે કોંગ્રેસ 20 વર્ષ સુધી રહ્યાં હતા. કોંગ્રેસમાં ટિકિટ ન મળતાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આનંદીબેન પટેલ તેમને ભાજપમાં લઈ ગયા હતા.
અભય ભારદ્વાજ ભાજપની સામે અપક્ષ ઉમેદવારના તાનાના નિશાન પર રાજકોટમાં વિધઆનસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપના પક્ષ પ્રમુખ રહી ચૂકેલા વજૂ વાળા સામે 1995માં ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેઓ ભાજપમાં હતા પણ ભાજપમાં બળવો કરીને તેઓ ભાજપ સામે જ ચૂંટણી લડ્યા હતા. કેશુભાઈના સરકાર ગબડાવવા માટે તેઓ શંકરસિંહના પક્ષમાં જોડાયા હતા. હવે તેઓ ભાજપ માટે લડશે.
તેમના મામા અને ચૂસ્ત સંઘી ચીમન શુક્લ ભારદ્વાજથી ખૂબ નારાજ હતા. આમ ભાજપના ત્રણેય ઉમેદવારોનું રાજકારણ વિવાદી રહ્યું છે.
તેની સામે કોંગ્રેસના બન્ને ઉમેદવારો પહેલેથી કોંગ્રેસમાં છે તેમને લોહીમાં કોંગ્રેસ છે. પક્ષ પલટાઓ કે વફાદારી કોંગ્રેસન શક્તિસિંહ ગોહિલ કે ભરત સોલંકીએ બદલી નથી. એવું ભાજપના આ ત્રણ નેતાઓમાં જોવા મળતું નથી.