બેંકોની મનમાની નહિ ચાલે, UPI ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી

કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેકશન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે જો તમારી બેન્કએ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ વસૂલ્યો તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. રવિવારે સીબીડીટીએ ફરી એકવાર બેન્કો માટે સર્કુલર જાહેર કર્યું છે. નવા નિર્દેશમાં બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઇપણ ડિજિટલ ટ્રાંજેકશન માટે MDR તથા અન્ય ચાર્જ વસૂલવામાં ન આવે.

વધુ વાંચો: પૂર્વી લદાખમાં ભારતના જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી, બંને પક્ષો વચ્ચે ફરી ઝપાઝપી

બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2020થી ઇલેકટ્રોનિક મોડ દ્રારા પેમેન્ટ કરવા પર MDR સહિત અન્ય ચાર્જ ન વસૂલવાના નિર્દેશ આપ્યા છે. રવિવારે જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં સીબીડીટીએ કહ્યું કે કેટલીક બેન્ક UPI દ્વારા પેમેન્ટ પર કેટલાક ચાર્જ વસૂલી રહ્યા છે. તેમાં નક્કી લિમિટના ટ્રાંજેકશન બાદ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. આમ કરીને બેન્ક નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને તેના માટે તેમના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વધુ વાંચો: શ્રીનગર- લેહ હાઇવે સામાન્ય લોકો માટે બંધ ફક્ત સેનાના વાહનો માટે ઉપયોગ થશે