રામ સેતુ – આદમ બ્રિજની ઉપગ્રહની નવી તસવિરો સામે આવી

ભારત શ્રીલંકા વચ્ચે બનાવાયેલો ‘રામસેતુ’ વૈજ્ઞાનિકો અને આર્કિયોલોજિસ્ટની ટીમે સેટેલાઈટથી પ્રાપ્ત તસવીરો, સેતુ સ્થળ અને પથ્થરનો અભ્યાસ કરીને એવી વિગતો મળી છે કે આ બે દેશો વચ્ચે સમયાંતરે એક સેતુ જે પ્રાકૃતિક નહીં પરંતુ માનવ નિર્મિત હતો.

અમેરિકામાં પ્રસારિત થયેલ સાયન્સ ચેનલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે. વ્હાઈટ ઓન અર્થમાં વૈજ્ઞાનિકોએ સેતુ સ્થળની તસ્વીરોના અધ્યયનના આધારે આ દાવો કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે બાહેંધરી આપી છે કે તેઓ સેતુસમુદ્રમ શિપ કેમાલ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને રામસેતુ સાથે કોઈ છેડછાડ નહીં કરે. નોંધનીય છે કે 2013માં યુપીએ સરકારે રામસેતુ પર કેનાલ બનાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચે 30 માઈલનો રામ સેતુ છે, પરંતુ તેમાં ગોઠવાયેલા પથ્થરો અન્ય જગ્યાએ લાવવામાં આવ્યા છે. રામ સેતુ અંદાજે સાત હજાર વર્ષ જૂનો છે.  તેમાં ગોઠવાયેલા પથ્થરો ચાર-પાંચ હજાર વર્ષ જૂના છે. આ પથ્થરોની ઊંડાઈ ત્રણથી 30 ફૂટ જેટલી છે. વિશ્વમાં તેને એડમ્સ બ્રિજ કહેવામાં આવે છે. આ બ્રિજની લંબાઈ 48 કિમી છે. તે ભારતના તમિળનાડુના રામેશ્વરમને શ્રીલંકાના મુન્નાર દ્વિપ સાથે જોડે છે.

બલુઈ ઘરાતલ પરના પથ્થર ક્યાંક બીજેથી લાવવામાં આવ્યાં હતાં. આર્કિયોલોજીસ્ટ ચેલ્સી રોજ કહે છે કે, જ્યારે અમે આ પથ્થરોની ઉમર તપાસી તો એ જાણવા મળ્યું કે ઘરાતલથી આ પથ્થરો વધારે જૂના છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ બ્રિજ સાત હજાર વર્ષ જુનો છે.

ભૂ-વિજ્ઞાનીઓએ નાસા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી રામસેતુની સેટેલાઈટ તસવીરને સાચી જણાવી છે.

રામાયણમાં જણાવ્યા પ્રમાણે રામે સીતાને લંકાના રાજા રાવણના સંકજામાંથી છોડાવવા માટે હુમલો કર્યો હતો. રામની સેનાના નલ-નીલના નામના વાનર પથ્થર લઈ તેમનું નામ લખી સમુદ્રમાં નાખશે તો તે તરવા લાગશે. શ્રીરામની સેના સમુદ્રમાં બ્રિજ બનાવી પાર કરી શકશે. રામની સેનાએ લંકા સુધીના રસ્તા માટે પુલ બનાવ્યો હતો. હુમલો કર્યો હતો.

તમિલનાડુના રામેશ્વરમના પંબન ટાપુના દરિયા કિનારેથી ચૂનાના પથ્થર શ્રીલંકાનાં વાયવ્ય તટ પર આવેલા મન્નાર દ્વીપ સુધી જાય છે. હિંદુ ધર્મના મહત્વના ગ્રંથ રામાયણમાં આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.

રામસેતુ 30 કિમી લાંબો , મન્નારની ખાડીને ‘પાક સ્ટ્રેટ’થી અલગ પાડે છે. કેટલીક જગ્યાએ રેતાળ પટ એકદમ કોરો છે. ઘણી જગ્યારે દરિયો ઘણો છીછરો છે.  ઊંડાણ ફક્ત ૩થી ૩૦ ફીટ એટલે કે 1થી 10 મીટર જેટલું જ છે. જેને કારણે અહીંથી વહાણ જઈ શકતા નથી15મી સદી સુધી પગે ચાલીને આ સેતુ પરથી પાર કરી શકાતું હતું. 1480માં રામસેતુ સંપૂર્ણ પણે દરિયાની સપાટીથી ઉપર હતો.

‘એડમ્સ બ્રિજ’ ધરાવતો આ વિસ્તારનો સૌ પ્રથમ નક્શો બ્રિટિશ માનચિત્રકાર દ્વારા 1804માં બનાવવામાં આવ્યો હતો. પાશ્ચાત્ય જગતને તેની પહેલવહેલી જાણ ઇબ્ન ખોરદાદબેહના 9મી સદીમાં લખેલા ઐતિહાસિક પુસ્તક બુક ઓફ રોડ્સ એન્ડ કિંગડમ્સ દ્વારા થઈ, જેમાં તેણે તેનો ઉલ્લેખ સેત બંધાઈ એટલેકે ‘સમુદ્રનો પુલ’ તરિકે કર્યો હતો. પાછળથી આલ્બેરૂનીએ પણ તેનું વર્ણન કર્યું હતું.

ભારત અને શ્રીલંકાને અલગ પાડતા સમુદ્રને સેતુસમુદ્રમ્ તરિકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ થાય છે પુલનો સમુદ્ર.

રામસેતૂ એ ટાપુ સમુહની હાર છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રામસેતુ પુલ બનાવવા માટે જે પથ્થરો વપરાયા હતા તે પ્યુમાઇસ સ્ટોન હતા. આ પથ્થર જ્વાલામુખીના લાવાથી ઉત્પન્ન થાય છે.