દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગહલોતની અધ્યક્ષતામાં શનિવારે રાતે રાજ્ય મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
इस नाइट कर्फ्यू के दौरान विवाह समारोह में जाने वाले, दवाइयों सहित अति आवश्यक सेवाओं से संबंधित लोगों तथा बस, ट्रेन एवं हवाई जहाज में सफर करने वालों को आवागमन हेतु छूट रहेगी।
— Ashok Gehlot (@ashokgehlot51) November 21, 2020
સંક્રમણથી પ્રભાવિત આઠ મુખ્ય જિલ્લા જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભીલવાડાના શહેરી વિસ્તારમાં બજાર, રેસ્ટોરેન્ટ, શોપિંગ મોલ તથા અન્ય કોર્મર્શિયલ સંસ્થા સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ આઠ જિલ્લા મુખ્યાલયોના શહેરી વિસ્તારમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ દરમિયાન કર્ફ્યૂ રહેશે. આ નાઈટ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સમારોહમાં જનારા, મેડિકલ સહિત અતિ આવશ્યક સેવાઓ સંબંધિત લોકો તથા બસ, ટ્રેન અને હવાઈ મુસાફરી કરનાર લોકોને અવર જવર માટે છૂટ રહેશે. આ પહેલા મધ્ય પ્રદેશના પાંચ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા પાંચ જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.