22 કરોડ બેકારો સામે, માત્ર 7 લાખ 22 હજારને નોકરી
22 करोड़ बेरोजगारों के मुकाबले सिर्फ 7 लाख 22 हजार के पास है रोजगार
Against 22 crore unemployed, only 7 lakh 22 thousand have employment
દેશના બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે 5 હજાર કરોડ વસુલાયા.
કેન્દ્ર સરકારની નોકરી માસે 8 વર્ષમાં 20.05 કરોડ બોકાર પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે 5 હજાર કરોડની રકમ વસુલવામાં આવી છે.
20 કરોડ બેકારીની સામે 7.22 લાખને નોકરી માંડ મળી છે.
2014માં લોકસભાની ચૂંટણીની જાહેર સભામાં અને ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં પણ દર વર્ષે 2 કરોડ રોજગાર સર્જન કરીને નોકરીનું વચન મોદીએ આપેલું હતું. તે મુજબ 8 વર્ષમાં 16 કરોડ રોજગારી મળવી જોઈતી હતી.
નોકરી આપવાના બદલે 8 કરોડ લોકોની નોકરી છીનવી લેવામાં આવી છે. તેમ સી.એમ.આઈ.ઈ. તથા લેબરફોર્સની વિગતો છે.
સરકારી ભરતી અંગે જે લોકસભામાં વિગતો આપી છે તે ચિંતાજનક છે. કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં ભરતી બંધ કરી દેવામાં આવી છે. અનેક જાહેર એકમો જેવા કે, એરપોર્ટ, બંદર, વિજ એકમો સહિત ખાનગીકરણ કરવામાં આવે છે.
સરકારી કંપનીઓ ખાનગી ઉદ્યોગગૃહોને સોંપી દેવામાં આવતા સરકારી નોકરીઓની તકો દેશના યુવાનોના હાથમાંથી છીનવાઈ રહી છે.
બેરોજગારી અંગે બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. 2014-15થી 2021-22ના 8 વર્ષમાં સરકારને 22.05 કરોડ અરજી આવી હતી. દેશની વસતીના છટ્ઠા ભાગના લોકોએ અરજી કરી હતી. જેમાં 7.22 લાખ યુવાનોને નોકરી મળી હતી.
ગુજરાતમાં સરકારી ભરતીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, પેપરલીક જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે.
સરકારી વિભાગની ભરતી જાહેર થાય, તુરત જ દસ લાખ થી પચ્ચીસ લાખનો ભાવ ટેન્ડરની જેમ એજન્ટો ફરતા થાય છે.
પંચાયત પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળમાં કૌભાંડ છે. ગુજરાત જાહેર સેવા આયોગમાં ભ્રષ્ટાચાર છે.
પેપર ફૂટવાની, મેરીટની ગોલમાલ અનેક વખત સામે આવી છે.