ફ્લીપ કાર્ટ સાથે કરાર કર્યો ત્યાં અદાણીને મ્યાનમારમાં હાંકી કાઢવામાં આવી

અમદાવાદ, 15 એપ્રિલ 2021
રેટિંગ એજન્સી એસ એન્ડ પી ડાઉ જોન્સે અદાણીને લાત મારી છે. મ્યાનમારના સૈન્ય સાથેના વેપાર સંબંધો નડી ગયા છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડને પોતાના ઇન્ડેક્સથી હટાવી દીધી છે.

આ વર્ષે બળવા પછી મ્યાનમારની સેના પર માનવાધિકારના ભંગના આરોપ લાગ્યા છે તેમજ ચારેબાજુથી તેની ટીકા થઇ રહી છે.

અદાણીની કંપની મ્યાનમારના યાંગૂનમાં કન્ટેનર પોર્ટ વિકસિત કરવાનું કામ કરી રહી છે. આ કન્ટેનર પોર્ટ જ્યાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. તે જમીન મ્યાનમાર ઇકોનોમિક કોર્પોરેશન (MEC) નામની કંપની પાસે છે. જેની માલિકી મ્યાનમાર સૈન્યની છે.

15 એપ્રિલ 2021ના રોજ ખુલ્યા અગાઉ જ અદાણી પોર્ટને ઇન્ડેક્સથી હટાવવામાં આવે, તેવી આજે જાહેરાત કરાઈ હતી.

અગાઉ અદાણી સામે UNએ લાલ આંખ કરી હતી. અદાણી પોર્ટ્સ જેવી કંપનીઓ મ્યાનમાર સૈન્યને આર્થિક રીતે મજબૂત કરી રહી છે. તેથી નરસંહાર તેમજ માનવાધિકાર ભંગને પ્રોત્સાહન આપી રહી છે.

મ્યાનમારમાં 1 ફેબ્રુઆરીએ લશ્કરી બળવા પછી 700 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

અદાણી પોર્ટના પ્રવકત્તાએ દાવો કર્યો છે કે કોઈપણ રાજકીય ઉથલપાથલ પાછળ અમારો પ્રત્યક્ષ કે પરોક્ષ સબંધ નથી.

પશ્ચિમ ભારતમાં ઇ-કોમર્સ માટે ફ્લિપકાર્ટને ભાડે આપશે. અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ મુંબઈમાં તેના આગામી લોજિસ્ટિક્સ હબ ખાતે 5.34 લાખ ચોરસ ફૂટનું વેરહાઉસ બનાવશે.

ફ્લિપકાર્ટ અદાણી કોનેક્સના ચેન્નઈ પ્લાન્ટમાં પોતાનું ત્રીજું ડેટા સેન્ટર સ્થાપશે.