21 મે 2023 સુધીમાં ગુજરાતમાં અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડના કામો થયા છે. ચાંદલોડિયામાં સીવરેજ પંપિંગ સ્ટેશન 400 કરોડનું, નારણપુરામાં જિમ્નેશિયમ અને પુસ્તકાલય, છારોડીમાં ચોખ્ખા પાણીના તળાવ, વાડજમાં 18 કરોડના ખર્ચે રૈન બસેરા, ગોતામાં ફાયર સ્ટેશન, થલતેજમાં તળાવ, 2501 પરિવારોને ઘર યોજનાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં જ 48000 જેટલા ઘરો ગરીબો માટે બની રહ્યા છે. ઓર્ગેનિક ફૂડના સર્ટિફિકેશન અને ઉત્પાદનકર્તાઓ માટે ટેસ્ટીંગ લેબોરેટરી થશે. એસટીની 300 બસોનું 103 કરોડની ખરીદી, 65 હજાર લારી ગલ્લાના માલિકોને અમદાવાદમાં ગ 10000 રૂ.ની લોન આપી છે. સોલિડ વેસ્ટ વિભાગે 57 લાખ ટન કચરો દૂર કરીને 35 હજાર એકર જમીન ખુલ્લી કરી છે.
13 કરોડ લોકોના ઘરે ગેસ સિલિન્ડર, 10 કરોડ ઘરોમાં શૌચાલય, 3 કરોડ લોકોને ઘર, 3 કરોડ ઘરોમાં વીજળી, 70 કરોડને 5 લાખ રૂપિયા સુધી મફત આરોગ્ય સુવિધા, 80 કરોડ લોકોને અઢી વર્ષથી 1 વ્યક્તિને 5 કિલો મફત અનાજ, ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં 11મા ક્રમથી 5માં સ્થાન પર આવી, 2025 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા $5 ટ્રિલિયનની થશે.
ગુજરાતી
English




