अहमदाबाद की बच्ची अहिरा इंटरनेशनल मुद्दा बनी Ahmedabad Girl Ariha’s Case Becomes an International Issue
અમદાવાદ, 16 જાન્યુઆરી 2026
જર્મની દેશના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. 12 અને 13 જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદની બાખલી અહિરા શાહનો મુદ્દો આંતરરાષ્ટ્રીય બની ગયો છે. કારણ કે જર્મન સરકારે તેને બળજબરીથી ખોટા કારણો સર કેર સેન્ટરમાં 4 વર્ષથી રાખીને
24 લાખ રૂપિયા જાળવણી માટે જર્મન સરકારે બિલ મોકલી નાણાં માંગ્યા છે.
ગુજરાત. જર્મની, ભારતની સંસદમાં અહિરાનો મુદ્દો ચર્ચાયો છે. છતાં તેને ન્યાય મળતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓને અમદાવાદ ખાતે આવકાર્યા હતા.
ગુજરાતની નાની બાળકી અરિહા શાહને ન્યાય અપાવે તેવી માંગણી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે.

જૈન પરિવારની દીકરી અરીહા શાહ જયારે તે માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર (FOSTER CARE) સરકારી પાલક દેખભાળ સેન્ટરમાં રાખી દીધેલ છે. 4 વર્ષથી આ દીકરી માતા પિતાથી વિખુટી પડીને જર્મન સરકારના પાલક સેન્ટરમાં છે.
અરીહા શાહ માત્ર 9 મહિનાની હતી ત્યારે તેની માતા તેને ઓઈલનો મસાજ આપીને નવડાવી રહ્યા હતા ત્યારે દીકરી અકસ્માતે હાથમાંથી લપસી પડતા પ્લાસ્ટિક ટબનો એક કિનારો દીકરીના બન્ને સાથળની વચ્ચે વાગ્યો હતો. તેને થોડી ઈજા થઈ હતી. તુરંત જ દીકરીના માતાપિતા દીકરીને જર્મનીની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું કે, ઈજા અંગત પાર્ટમાં છે માટે પોલીસ કેસ કરવો પડશે કારણ કે સેક્સ્યુઅલ એસોલ્ટ પણ હોઈ શકે. માતા પિતાએ પોલીસ તપાસનો સામનો કર્યો અને પોલીસ દ્વારા ક્લીનચીટ મળી હતી. છતાં જર્મનીની સરકારે કહ્યું કે તમને બાળકને સાચવતા આવડતું નથી. માટે આ બાળકને સરકારી પાલક સેન્ટરમાં રાખી દેવાનું રહેશે. 4 વર્ષથી બાળકી માતા પિતાની છાયા વગર જર્મન સરકારના પાલક સેન્ટરમાં છે.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સમગ્ર મુદ્દો રાજ્ય સભામાં એક વર્ષ પહેલા ઉઠાવ્યો હતો, પરંતુ આમ છતાં અરીહા શાહને ન્યાય નથી મળ્યો.
અમદાવાદમાં મોદી હવે અરીહા શાહનો મુદ્દો ઉઠાવે અને આપણી ભારતીય નાગરિક અહિરા શાહને જર્મનીના પાલક સેન્ટરમાંથી મુક્ત કરાવી તેના માતાપિતાને સુપ્રત કરાવે. જરૂરી લાગે તો તેને જર્મનીનાં પાલક સેન્ટરમાં નહી પરંતુ આપણા દેશના કોઈપણ પાલક સેન્ટર અથવા જૈન સમાજના શ્રેષ્ઠીઓના પાકલ પણાની નીચે રાખવામાં આવે.
જૈન સમાજમાં કાંદા, લસણ કે કંદમૂળ ખવાતા નથી તેવા સમાજની દીકરી જર્મનીના પાલક સેન્ટરમાં પોતાના સંસ્કાર, ધર્મ અને પરંપરાને કેમ જાળવી શકે ? જૈન સમાજના સંસ્કારો, ગુજરાતી ભાષા નહીં મેળવી શકે અને જર્મની બોલતી અને જર્મનીના સંસ્કારને સ્વીકારતી થઈ જશે તો પછી ભવિષ્ય માતાપિતા અને બાળકી માટે અંધકારમય બની જશે.
UN અન્વેશનમાં સ્પષ્ટ નક્કી થયું છે કે દુનિયાના કોઈપણ બાળકને પોતાની સંસ્કૃતિ અને પોતાના સંસ્કાર જાળવી રાખવાનો સંપૂર્ણ અધિકાર છે.
જર્મની સરકારની વધારે પડતી નફફટાઈ તો એ છે કે એક તો દીકરીને જબરજસ્તીથી પાલક સેન્ટરમાં રાખી છે અને ઉપરાંત 2024 સુધીનું પાલક સેન્ટરનું ખર્ચનું 24 લાખ રૂપિયાનું બિલ બાળકીના માતા પિતાને આપ્યું છે. દર મહીને 55 હજાર રૂપિયા પાલક સેન્ટરના ખર્ચના અને આ ઉપરાંત બીજા ખર્ચ ઉમેરીને પરિવાર ઉપર આર્થિક બોજો નાખવામાં આવી રહ્યો છે.
આવી ક્રૂરતા આપણા નાગરિક અને આપણી ગુજરાતી દીકરી અને પરિવાર સાથે થતી હોય ત્યારે ચાન્સેલર માત્ર આપણી મહેમાન નવાજી માણીને જાય એ યોગ્ય નથી. જર્મની માંથી આપણી દીકરીને મુક્ત કરાવીને પરિવારને સોંપવાનો સ્પષ્ટ નિર્ણય વડાપ્રધાન કરાવે તેવો આગ્રહ છે.
બેબી અરિહા શાહના માતા-પિતા ધરા શાહ અને ભાવેશ શાહ છે. ભાવેશ શાહ સોફ્ટવેર એન્જિનિયર છે. વર્ષ 2018માં જર્મનીમાં સારી નોકરી મળતાં ભાવેશ તેની પત્ની ધરા સાથે બર્લિન ગયા હતા.
વર્ષ 2021માં તેમના ઘરે અહિરાનો જન્મ થયો. વર્ષ 2021માં અરિહા સાત મહિનાની હતી. એક દિવસ અરીહાની દાદી તેને રમાડી રહી હતી, ત્યારે ભૂલથી બાળકીને થોડી ઈજા થઈ હતી.
ત્યારબાદ અરીહાની માતા ધરા બાળકીનું ડાયપર બદલી રહી હતી, ત્યારે લોહી જોવા મળ્યું હતું. આ પછી તરત ધરા અરીહાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં બાળકીની ઈજા જોઈને ડૉક્ટરોએ આરોપ લગાવ્યો હતો કે, બાળકીનું યૌન શોષણ થયું હતું અને ત્યારબાદ જર્મન સત્તાવાળાઓએ યુવતીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી હતી.
ત્યારથી અરિહા જર્મન સરકારની કસ્ટડીમાં છે અને તેના માતા-પિતા તેની કસ્ટડી પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે 12 જાન્યુઆરી, 2026માં જણાવ્યું હતું કે, અરિહા છેલ્લા 40 મહિનાથી એક જર્મન પાલક પરિવાર સાથે છે. ભારત સરકાર જર્મની સાથે સતત સંપર્કમાં છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી.
કાનૂની મુદ્દો હતો ત્યારે હવે માનવતાવાદી ધોરણે તેના પર વિચાર કરવો જોઈએ.
ગુજરાતી
English





