અમેરિકાના મેનહટન મેટ્રો રેલની જેમ અમદાવાદ મેટ્રોમાં ઘણું કરવું પડશે

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022

અમદાવાદની ખર્ચાળ ગુજરાત મેટ્રો રેલ બાદ હજું ઘણું કરવાનું બાકી. અમદાવાદને સારી રેલ સેવા આપવી હશે તો મેનહટનની રેલની જેમ કામ કરવું પડશે.

અમદાવાદ મેટ્રો રેલ ઓછો વ્યાપ ધરાવતી ખર્ચાળ સુવિધા છે. મેટ્રો રેલના નેટવર્ક માટે દર કિલોમીટર દીઠ અઢીસોથી ત્રણસો કરોડનો ખર્ચ કરવો પડે છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો ચારસો કરોડમાં પડે છે. મેટ્રોમાં રોકાણ કર્યા બાદ રોજબરોજના જંગી ખર્ચ છે. સંચાલનનો ખર્ચ પણ ઘણો વધુ હોય છે. 100 કિલો મીટરમાં પોલીસ સુરક્ષા સહિત બધા મળીને 4 હજાર સ્ટાફ જરૂપ પડી શકે છે.

મેટ્રો વેરા માટે તૈયાર રહો

હોંગકોંગ, સિંગાપોર, લંડન, મેનહટન જેવા શહેરોમાં અમદાવાદ કરતાં સૌથી વધું ઝડપી અને સારી સેવા છે. આ બધા જ શહેરો મેટ્રો સ્ટેશનની આસપાસ ઊંચી ઇમારતોને બાંધવાની ખાસ મંજૂરી આપીને વેરા અને ફી દ્વારા જાહેર પરિવહનમાં તેનું રોકાણ કરવામાં આવે છે. અમદાવાદમાં થોડા સમયમાં 100 કિલો મીટરના મેટ્રો રેલ પર આવો વેરો આવી શકે છે. બિલ્ગડિંગો તો બનાવવાની મંજૂરી આપી છે. પણ ફી કે વેરો લેવામાં આવતો નથી.

કેટલાક દેશોમાં મેટ્રોની આસપાસ સસ્તા મકાનો બનાવવામાં આવે છે. જેથી મેટ્રોમાં વધું લોકો આવી શકે.

વોકવે

મેટ્રોની આસપાસનો 60 કિલો મીટરનો વિસ્તારોને વધુ ચલાવાલાયક બનાવવો પડે તેમ છે. વધુ લોકો સરળતાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધી પહોંચી શકે. ઓછામાં ઓછા 20 જેટલા વોક વે બનાવવા પડશે. સાબરમતી નદી પર વોક વે બનાવ્યો છે તેના બદલે મેટ્રો સ્ટેશનને જોડતો વોક વે બનાવવાની જરૂર હતી. આજે એક પણ બોક વે નથી. અમદાવાદમાં લોકોને ચાલવાની આદત નથી હવે મેટ્રો આવતાં લોકોને આવી આદત પાડવી પડશે. તે માટે કેમ્પેઈન કરવું પડે તેમ છે.

પાર્કિંગ

મેટ્રોની આસપાસના વિસ્તારોમાં ખાનગી વાહનો માટે પેઇડ પાર્કિંગ ઊભા કરીને તેમાંથી મેટ્રો ચલાવવા આવક ઊભી કરવી પડશે. અમદાવાદના માસ્ટર પ્લાનમાં પાર્કિંગનું આયોજન છે. પણ અમલ નથી. અમલીકરણ માટેની રાજકીય ઇચ્છા શક્તિ નથી પણ પૈસા શક્તિ છે.

ઘણું બાકી

મેટ્રો રેલ શરૂ કરી દેવાથી બધું પૂરું થઈ જતું નથી. મેટ્રો રેલ એક પગલું છે. ત્યાર પછી અનેક સુવિધાઓ અને આર્થિક આયોજનો કરવાના થશે. શહેરની ટ્રાફિક સમસ્યા ઓછી કરવા ઘણું આગળ જવાનું છે, ઘણું કરવાનું છે. મેટ્રો સાથે 10 જાહેર પરિવહન સેવા એક પડાવ છે, છેલ્લો મુકામ નહીં. હજું ઘણાં પડાવ બાકી છે. તેથી મેટ્રો રેલની કિંમત 2025 સુધીમાં 30 હજાર કરોડ થઈ શકે છે.

વિદેશ જેવી સેવા ઊભી કરો

પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે મેટ્રો પછી પણ અનેક પ્રોજેક્ટ આવવાના છે. સતત રોકાણ કરવું પડશે. લાંબાગાળાનું સંકલિત આયોજન કરવું પડશે. ‘પબ્લિક ટ્રાન્સપૉર્ટ પ્રોગ્રામ’ ઉભો કરવો પડશે. ટ્રાફિક, પ્રદૂષણ અને અકસ્માતો ઘટાડવા મોંઘા અમદાવાનું નિર્માણ કરવું પડશે. વિદેશના શહેરો સામે ટક્કર આપવી પડશે. આટલું થશે તો જ જાહેર સેવાનું રૂ.50 હજાર કરોડનું રોકાણ થયું છે તે લોકો માટે ઉપયોગી બનશે.

અમદાવાદ અને મેનહટન વચ્ચે ઘણું સામ્ય

મેનહટનએ ન્યૂ યોર્ક સિટીનું વહીવટી શહેર છે. હડસન નદીના મુખ પાસે મેનહટન આઇસલેન્ડ પર શહેર છે.  સૌથી વધુ વિકસીત થયેલો વિસ્તાર છે. અમેરિકામાં સૌથી વધુ વસ્તી ગીચતા 60 ચોરસ કિલોમીટરમાં કિ.મી. દીઠ 71,201 મકાન છે. જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ગીચતા ધરાવતો વિસ્તાર છે. માઠાદીઠ 2 લાખ ડોલરની આવક છે. યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી ધનિક વિસ્તારોમાનો એક છે.

ન્યુયોર્કમાં લગભગ 23 લાખ લોકોને રોજગારી પૂરો પાડતું મેનહટન સ્થળ આર્થિક એન્જિન માનવામાં આવે છે. જે રીતે અમદાવાદનો કોટ વિસ્તાર છે. મેનહટનમાં દિવસે 28.7 લાખ વસતી હોય છે. જેમાં રેલ્વે દ્વારા 15 લાખ લોકો આવે છે.અમેરિકાના દેશના કોઇપણ શહેર કે કોઇપણ અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ છે. જ્યાં રેલ કેવી છે.

અમદાવાદની જેમ મેનહટન અમેરિકામાં થયેલી ઘણી મહત્વની સાંસ્કૃતિ ચળવળનું સાક્ષી છે. મેનહટનમાં હાલ 8 લાખ ઘર છે. મેનહટનમાં પોતાના મકાન ધરાવતા લોકોની સંખ્યા 20.3 ટકા જેટલી જ છે.

અમેરિકાનું મેનહટન

માઇલેજ અને સૌથી વધુ સંખ્યામાં સ્ટેશનની દ્રષ્ટિએ ન્યુયોર્કની સબ-વે વિશ્વની સૌથી મોટી સબ-વે સિસ્ટમ છે. આઇસલેન્ડ રેલ રોડ તરીકે સૌથી મોટી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જાહેર ક્ષેત્રના વાહનવ્યવહારનો ઉપયોગ કરવા માટે મેનહટન સૌથી અલગ જ વિસ્તાર છે. ખાનગી કાર ધરાવતા લોકો અહીં ઓછા જોવા મળે છે. 2000ની સાલમાં મેનહટનના 75 ટકા લોકો ઘર હોવા છતાં પણ કારની ખરીદી કરતાં નથી.  પણ મેનહટનનાં 72 ટકા લોકો જાહેર ક્ષેત્રના વાહનોનો ઉપયોગ કરે છે. જ્યારે 18 ટકા લોકો  પોતાના વહાનો વાપરે છે. એમટ્રેક નામની કંપની ઇન્ટર સિટી પેસેન્જર રેલ સેવા પૂરી પાડે છે.

અમેરિકામાં 88 ટકા લોકો ખાનગી વાહનનો ઉપયોગ કરે છે.  5 ટકા લોકો જ જાહેર વાહનોનો ઉપયોગ કરે છે.

સ્ટેશન

મેનહટનમાં 147 સબ-વે સ્ટેશન આવેલા છે. જ્યારે બીજા નંબરનું સબ-વે પોર્ટ ઓથોરિટી ટ્રાન્સ-હ્યુડ્સન સિસ્ટમની છે.  કોલમ્બસ સર્કલ સબવે સ્ટેશન એ શહેરના સૌથી વ્યસ્ત સબવે સ્ટેશનોમાનું એક છે.  ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ, ટર્મિનલ રેલ સ્ટેશન શહેરની જાણીતી ઓળખ છે. પેન્ન સ્ટેશન અને ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી વધુ કાર્યરત સ્ટેશન છે. કુલ મૂસાફરોના એક તૃતિયાંસ વપરાશકર્તા અને કુલ રેલ્વે મુસાફરોના બે તૃતિયાંસ મુસાફરો ન્યુયોર્ક અને તેના આસપાસના વિસ્તારમાં વસે છે.

મેટ્રોકાર્ડ દ્વારા રેલ અને બસના ભાડાની ચૂકવણી કરે છે.

ન્યુજર્સી અને મેનહટનની વચ્ચે હડસન નદી નીચે આવેલી ધી લિંકન ટનલમાંથી પ્રતિદિન લગભગ 120,000 વ્હીકલ પસાર થાય છે જે વિશ્વની સૌથી વધુ કાર્યરત ટનલ છે. 1040માં પૂલ પરનો ટ્રાફિક ઓછો કરવા માટે ધી ક્વીન્સ મીડ ટાઉન ટનલ બનાવવામાં આવી હતી. આ એ સમયનો સૌથી મોટો સ્વતંત્ર પ્રોજેક્ટ હતો.

મેનહટનમાં ત્રણ જાહેર હેલીપોર્ટ છે.

વિશ્વની સૌ પ્રથમ હાઇબ્રિડ ટેક્સી પણ મેનહટનમાં જોવા મળે છે.

ન્યુયોર્કની સિટી બસ સેવા ધી એમટીએ(MTA) દ્વારા 2004માં 74 કરોડ લોકો વર્ષમાં પ્રવાસ કર્યો હતો.

ન્યુયોર્કનું યલ્લો કબ એક એક આઇકોનીક છે, શહેરની કોઇપણ જગ્યા પરથી કારની કોઇ સુવિધા જોઇતી હોય તો એક કોલ કરીને તમે એ સુવિધાનો પણ ઉપયોગ કરી શકો છો.

મેનહટનમાં લાખો સાઇકલ વપરાશકર્તા પણ છે. સ્ટેટન આઇલેન્ડ ફેરી 365 દિવસ અને 24 કલાક ચાલુ હોય છે.

ડિઝલ- હાઇબ્રિડ અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો વપરાશ કરતી કાર હોવા છતાં ન્યુયોર્ક પાસે સૌથી સારી ચોખ્ખી હવા છે.

patil
https://twitter.com/CRPaatil/status/1575793629024555009

DILIP PATEL YOU TUBE
https://www.youtube.com/user/dmpatel1961/playlists