Ahmedabad schools to pay ₹15 crore in GST अहमदाबाद के स्कूलों को 15 करोड़ रुपये का जीएसटी देना होगा
અમદાવાદ 2025
સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રિવર્સ ચાર્જ મિકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા નોટિસ પાઠવવામાં આવી છે.
સ્કૂલો-યુનિવર્સિટીઓ પાસેથી 15 કરોડ રૂપિયા સર્વિસ ટેક્સ નિકળે છે.
નોટિસ મળ્યા બાદ કેટલીક સ્કૂલોએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીએ ટેક્સની રકમ જમા પણ કરી દીધી છે.
ચાર્જ વિદેશથી આવતા પ્રોફેસર કે ટીચર લેતા હોય છે. આ જ રીતે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ વિદેશમાંથી પ્રોફેસરો આવતા હોય છે. આ રકમ ચૂકવાય તેનો ટેક્સ ભરવો પડે પણ સ્કૂલો આ ટેક્સ નથી ભરતી તેથી નોટિસ અપાઈ છે.
ઇન્ટરનેશનલ સ્કૂલ અથવા તો પ્રાઇવેટ યુનિવર્સિટી એક ખાનગી કંપની બનાવી દે છે અને તેને વર્કશોપ સેમિનાર અને લેક્ચર માટેનો કોન્ટ્રાક્ટ આપી દે છે કે જેથી કોઈ ટેક્સ ભરવો ના પડે.
પોતાની કંપની ખોલીને પોતે જ સર્વિસ લે તો ટેક્સમાંથી રાહત મળી જતી હોય છે.
તેઓને જીએસટીમાં રિટર્ન પણ ફાઇલ કરવું પડતું હોતું નથી. રિટર્ન જીએસટીમાં ફાઈલ થાય તો ઘણી બધી ટેકનિકલ માહિતીઓ પણ આપવી પડતી હોય છે.