[:gj]આંબાવાડીમાં પત્નીના ઘરે જઈ પતિએ ધમાલ મચાવી[:]

[:gj]આંબાવાડી આંબેડકર કોલોનીમાં પિતાના ઘરે રહેતી પત્નીના ઘરે પહોંચી જઈ ગાળા ગાળી કરી ધમકી આપી ફરાર થઈ ગયેલા પતિ અને પતિના ભાઈ વિરૂધ્ધ એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે. એસવીપી હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા હેતલબહેન હસમુખભાઈ સાગઠીયા (ઉ.22 રહે. આંબેડકર કોલોની, આંબાવાડી)એ પાડોશમાં જ રહેતા નિતીન કિર્તિભાઈ ચૌહાણ સાથે બે મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. હેતલને લગ્ન બાદ પતિ સાથે નહીં ફાવતુ હોવાથી તે પિયરમાં રહેવા આવી ગઈ હતી.

ગઈકાલે સોમવારે રાતે નવ વાગે નિતીન ચૌહાણ અને તેનો ભાઈ પારસ હેતલ સાગઠીયાના ઘરે આવ્યા હતા અને હેતલ સાથે વાત કરવી છે તેમ બૂમો પાડી કહ્યું હતું. હેતલને તેના દાદીએ જાણ કરતા તેઓ નિતીન ચૌહાણ સાથે વાત કરવા ગયા હતા. જે સમયે પતિ નિતીન ચૌહાણે ઘરની જાળી ખોલવાનું કહેતા હેતલબહેને ના પાડી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા નિતીન ચૌહાણ અને તેનો ભાઈ પારસ ઉશ્કેરાયા હતા અને ગાળો બોલી ધમકી આપી હતી. હેતલબહેને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બંને જણા સ્થળ છોડી ફરાર થઈ ગયા હતા.[:]