કોવિડ-૧૯ વાયરસની સારવાર માટે અમદાવાદની સૌથી મોટી સિવિલ કેમ્પસમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.
અહીં અત્રે ૬૭૪ દર્દીઓ દાખલ છે તે પૈકી ૫૫૩ દર્દીઓ પોઝીટીવ છે. ૧૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે, ૨૩ દર્દીઓ ઓક્સિજન પર છે. ૬૩૯ દર્દીઓ સ્થિર તબિયત ધરાવે છે. આજે સવાત્રે ૮ કલાક સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૮ દર્દીઓને રજા અપાઈ છે જ્યારે ૪ દર્દીઓના મૃત્યુ થયા છે.
હોસ્પિટલમાં દર્દીઓને ગરમી ન લાગે તે માટે દરેક દર્દી એલ પેડલ સ્ટેન્ડ પંખાની સુવિધા કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અહીં ૫૭૮ પેડલ સ્ટેન્ડ પંખા હતા અને આજે વધારાના ૪૭૨ પેડલ સ્ટેન્ડ પંખા મુકવામાં આવ્યા છે. એમ કુલ ૧,૦૦૦ પેડલ સ્ટેન્ડ પંખા દર્દીઓની સેવામાં ઉપલબ્ધ કરાયા છે.
જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે જ વોર્ડમાં પ્રવેશ અપાતો નથી…અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમ બનાવાયો છે ત્યાં તમામ સગાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ હોસ્પિટાલનો સ્ટાફ તહેનાત કરાયો છે જેમને હોસ્પિટલ તરફથી મોબાઈલ અપાયા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વિડીયો કોલીંગથી વાત કરી શકે છે…આ માટે ૫૦ જેટલા મોબાઈલની વ્યવસ્થા કરાઈ છે. મારુ સ્વજન સારી સ્થિતિમાં છે એટલી ખાતરી કરાવવા માટે હોસ્પિટલ તરફથી આ વિડીયો કોલીંગની સુવિધા ઉભી કરાઈ છે.