ગુજરાતમાં હવા અને પાણીનું પ્રદૂષણ અને મોતનું તંડવ

Ahmedabad’s air and water pollution worsens अहमदाबाद का वायु और जल प्रदूषण और बिगड़ा Air and water pollution and death toll in Gujarat

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2025
5 વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 1282 કરોડ નાણાકીય સહાય આપી હતી તેમાંથી રૂ. 957 કરોડનો ખર્ચ કરાયો હતો. છતાંય પ્રદુષણમાં સુધારો થયો નથી. લોકસભામાં રજૂ કરાયેલાં અહેવાલમાં જણાવાયું હતું કે, 5 વર્ષમાં ગુજરાતમાં રૂ. 957 કરોડ ખર્ચ કર્યો છે. તેમ છતાં ગુજરાતમાં પ્રદુષણને કાબૂમાં લઈ શકાયુ નથી. રૂ. 325 કરોડની ગ્રાન્ટ તો વણવપરાયેલી પડી રહી હતી.

6 વર્ષમાં પ્રદૂષણ ઘટાડવા 567 કરોડ ખર્ચ્યા છતાંય અમદાવાદ 10મા નંબરે છે.

વર્ષોથી ચાલતી આ ગંભીર સમસ્યા સામે સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવી રહ્યા નથી. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના વર્ષ 2024-25ના અહેવાલ મુજબ, અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ધ્વનિ પ્રદુષણ વધ્યુ છે. અમદાવાદ પૂર્વમાં વધુમાં વધુ 103 ડેસિબલ અને અમદાવાદ પશ્ચિમમાં 85.80 ડેસિબલ અવાજનો ઘોંઘાટ રહ્યો છે. આ અવાજ મનુષ્યની શ્રવણશક્તિને ખૂબ નુકસાન પહોંચાડે છે.

ધુમાડો વધ્યો
આ ઉપરાંત દિવાળીના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં હવામાં પીએમ 10નુ પ્રમાણ 165 અને પીએમ 2.5 પ્રમાણે 38.33 સુધી પહોંચે છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હવામાં પીએમ 10નુ પ્રમાણ 197 અને પીએમ 2.5નું પ્રમાણ 94 સુધી પહોંચી જાય છે.

ગુજરાતની નદીઓ પ્રદુષિત છે, 10 જીલ્લાઓમાં ભૂગર્ભજળ પીવાલાયક રહ્યું નથી. સ્થિતી દિન-પ્રતિદિન ગંભીર બની રહી છે

તેમ છતાંય ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રદુષણને કાબૂમા લેવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે. મહત્વની વાત તો એ છે કે, છે. સરકારે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભલે દાવો કરે કે, ગુજરાતમાં હવા-પાણીના પ્રદુષણમાં સુધારો થયો છે પણ વાસ્તવમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.

ખર્ચ
એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રૂ. 425.83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. પિરાણા ડમ્પસાઇટ ઉપરાંત રખિયાલ, સરદાર પટેલ સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય ઉપર ખતરો વધી રહ્યો છે. પિરાણા ખાતે 26 ડિસેમ્બરે એર ક્વોલિટી ઇન્ડેકસ 320 નોંધાયો હતો. રખિયાલમાં 28 ડિસેમ્બરે AQI 211 તથા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 27 ડિસેમ્બરે 276 એર ક્વોલિટી ઇન્ડેકસ નોંધાવામાં આવ્યો હતો.

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાંથી 14 શહેરો માત્ર ભારતમાં આવેલાં છે. એમાં ખાસ કરીને દિલ્હી, પટણા, લખનઉ, ગાજિયાબાદ, અમદાવાદ અને બિહારના કેટલાક શહેરો PM2.5 રજકણોની દૃષ્ટિએ અત્યંત જોખમભર્યા ગણવામાં આવે છે.

ગુજરાતના અમદાવાદ, અંકલેશ્વર, ભાવનગર, ભુજ, ચીખલી, દમણ, ધોળકા, દ્વારકા, ગાંધીનગર, ગોધરા, જામનગર, જસદણ, મેઘરજ, નાંદોદ, નવસારી, પોરબંદર, રાજકોટ, શિહોર, સુરત, વડોદરા, વલસાડ, વાપી, મહેસાણા સૌથી પ્રદૂષિત શહેરો છે.

દક્ષિણ એશિયાના 18 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, ચિતાગોંગ, ઢાકા, હૈદરાબાદ, કરાચી, કોલકાતા, મુંબઈ, પૂણે અને સુરતનો સમાવેશ થાય છે.

અમદાવાદના એસ.જી.હાઈવે, સી.જી.રોડ, આશ્રમરોડ, કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તાર પ્રદૂષણના માપથી બે ગણું છે.

સાંજે 4 વાગ્યા પછી પીએમ 2.5નું લેવલ ભયજનક સ્તરે વધે છે. પશ્ચિમમાં ટ્રાફિક અને પૂર્વમાં ફેક્ટરીઓના કારણે આ પ્રમાણ વધી રહ્યું છે. હાંસોલ, ચાંદખેડા, રાયખડમાં એરક્વાલિટી ઈન્ડેક્સ 120થી આગળ છે જે સંવેદનશીલ શરીર ધરાવતા લોકો માટે નુકસાન કારક છે.

WHO ના રિપોર્ટ અનુસાર અમદાવાદમાં પ્રદૂષિત પીએમ 2.5ના પ્રમાણ સામાન્ય કરતા 2.2 ગણું વધારે જોવા મળ્યું હતું.

એશિયાના 18 શહેરો વાયુ પ્રદૂષણની વધુ પડતી અસરો નીચે આવી રહ્યા છે જેમાં એક કરોડે 2100 લોકો ગંભીર રીતે વાયુ પ્રદૂષણનો ભોગ બને છે. જે છેલ્લા દસ વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે.

એશિયન શહેરો વર્ષે દોઢ લાખ લોકો સામાન્ય ઉંમર કરતાં વહેલા મૃત્યુ પામે છે. આ આંકડો 2005માં 50 હજારનો હતો જે 2021માં 2.75 લાખે પહોંચ્યો હતો.

AQI
પ્રદૂષણને એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં માપવામાં આવે છે. AQIનાં જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200થી 300 વચ્ચેનાં AQIને ખરાબ મનાય છે. જ્યારે 300થી 400 વચ્ચેનાં AQIને અત્યંત ખરાબ હવામાન ગણવામાં આવે છે.

અમદાવાદ
પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ, અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ પર છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચી ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર છે. ગ્યાસપુરમાં AQI 279 , બોપલમાં AQI 327 નોંધાયું છે. ઘૂમામાં AQI 250, સાઉથ બોપલમાં AQI 283 નોંધાયું છે. રખિયાલમાં AQI 213, નવરંગપુરામાં AQI 238, ગોતામાં AQI 217, બોડકદેવામાં AQI 185, ચાંદખેડામાં AQI 204, મણિનગરમાં AQI 192, દેવદિવાળીએ ફૂટેલા ફટકડાથી વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે અમદાવાદની હવા પ્રદૂષિત બની ગઈ છે. અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માહિતી પ્રમાણે દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. મળતા આંકડાઓ પ્રમાણે પ્રદૂષણને કારણે શહેરના AQIમાં વધારો નોંધાયો છે. અમદાવાદનો ઓવરઓલ AQI 200ને પાર નોંધાયો છે.

સેટેલાઈટના માધ્યમથી તૈયાર કરવામા આવેલો હતો. યુરોપિયન બેઝ સ્પેસ એજન્સી દ્વારા દક્ષિણ એશિયાના 18 શહેરોને સૌથી પ્રદૂષિત જાહેર કરાયા છે. જેમાં અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, ચિત્તાગોંગ, ઢાકા, હૈદરબાદ, કરાંચી, કોલકાત્તા, મુંબઈ, પૂણેનો સમાવેશ થાય છે.

અમદાવાદનું પાણી પણ પ્રદૂષિત
બાર હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તથા વહીવટી તંત્ર અવારનવાર મેગાસિટી અને સ્માર્ટ સિટીની દુહાઈ આપે છે.કડવી વાસ્તવિકતા એ છે કે,એક વર્ષમાં શહેરના 48 વોર્ડમાંથી પાણીના પોલ્યુશન અંગેની 33 હજાર 139 ફરિયાદ મ્યુનિસિપલ વહીવટીતંત્રને મળી હતી.

પાણીમાં પોલ્યુશન આવવા અંગેની સૌથી વધુ ફરિયાદ ખાડીયામાંથી 2255, સરસપુરમાંથી 2027 ઉપરાંત નવાવાડજમાંથી 1810 તથા દાણીલીમડા વોર્ડમાંથી 1277 ફરિયાદ એક વર્ષ દરમિયાન તંત્રને મળી હતી.

લિવેબલ સિટી જેવા સ્લોગન અપાય છે.પરંતુ શહેરીજનોને એક ટાઈમ પીવાનુ શુધ્ધ પાણી પણ વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ આપી શકતા નથી.

વિસ્તારો
નેશનલ એમ્બિઅન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ, 2019 મુજબ 40 mcgના ઈચ્છનીય પ્રમાણ કરતાં લગભગ બમણું છે. વાસણા અને જમાલપુરમાં 76 mcg per cubic meter,, બોડકદેવ, વેજલપુર, નારણપુરા, અને મણિનગરમાં 72.4 mcg per cubic meter,, સરદાર પટલે સ્ટેડિયમ 71 mcg per cubic meter,, જોધપુર, ઈન્ડિયા કોલોનીમાં 70 mcg per cubic meter,PM 2.5 કોન્સન્ટ્રેશન નોંધાયું છે. આમ, શહેરના વટવા, નારોડા, નારોલ,પીરાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોની સરખામણીએ શહેરના પોશ વિસ્તારોમાં એર પોલ્યુશન વધુ જોવા મળે છે.

એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને વર્ષ-2020થી 2025 સુધીના પાંચ વર્ષના સમયમાં આપવામાં આવેલી રૂપિયા 425.83 કરોડની ગ્રાન્ટ પૈકી સૌથી વઘુ રૂપિયા 252.71 કરોડ રોડની કામગીરી પાછળ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવી છે. પાંચ વર્ષમાં આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ મ્યુનિ. તંત્રના ઇજનેર વિભાગની બેદરકારી અને યોગ્ય સુપરવિઝનના અભાવે વહેલી સવાર અને સાંજના સમયે શહેરના પિરાણા ઉપરાંત ગોતા સહિતના મ્યુનિ. હદમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં ઘૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે.

ટ્રાફિકજામની પરિસ્થિતિને લઈને પણ પ્રદૂષણમાં સતત વધારો

શહેરના રખિયાલ ઉપરાંત રાયખડ જેવા વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિને લઈ હવાના પ્રદૂષણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એર ક્વોલિટી ઇન્ડેકસને લઈ મળેલી માહિતી મુજબ 23થી 29 ડિસેમ્બર 2024 સુધીના સાત દિવસ દરમિયાન શહેરના 10 વિસ્તારમાં 100થી ઉપર એર ક્વોલિટી ઇન્ડેકસ નોંધાવા પામ્યો હતો.

પાંચ વર્ષમાં મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ AQIમાં કોઈ સુધાર નહિ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી શહેરના જે વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધતું હોય તેવા વિસ્તારોમાં મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરવાનો થોડા સમય પહેલા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય પછી મ્યુનિ. તંત્રએ જે તે વિસ્તારના લોકોના વિરોધ કે અન્ય કારણથી મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરવાનું બંધ કરી દીઘું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. એર ક્વોલિટી કંટ્રોલ અંતર્ગત પાંચ વર્ષમાં મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ કોઈ સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા નથી.

મહત્તમ એર ક્વોલિટી ઇન્ડેકસ કયાં-કયાં?

23થી 29 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી શહેરના જુદા જુદા દસ સ્પોટ ઉપર એર ક્વોલિટી ઇન્ડેકસ માપવામાં આવતાં મહત્તમ ઇન્ડેકસ આ મુજબ નોંધાવા પામ્યો હતો.

શહેરનું વાતાવરણ સવારના 6 વાગ્યાથી જ નબળા સ્તરે

અમદાવાદનું સવારનું વાયુ પ્રદૂષણ પીક અવર્સની જેમ જ નબળું થતું જાય છે. શાળાની બસો અને કોલેજોએ જતાં વાહનો સાથે રોડ રસ્તાની ધૂળનું પ્રમાણ એટલું વધી ગયું છે જેના કારણે પાર્ટિક્યૂલેટ મેટર 2.5 અને 10 બંનેનું પ્રમાણ અમદાવાદના વાતાવરણમાં સવારના 6 વાગ્યાથી જ નબળા સ્તરે નોંધાય છે. હાલમાં અમદાવાદનું એર ક્વાલિટી ઈન્ડેક્સમાં પાર્ટિક્યૂલેટ મેટર 25 માઈક્રોગ્રામ પર ક્યૂબિક મીટર છે. જ્યારે 19મી જુલાઈના રોજ હવાના રેતના કણો 62 માઈક્રોગ્રામ પર ક્યૂબિક મીટર નોંધાયા છે જે સામાન્ય 50 કરતાં નીચે હોવા જોઈએ, પરંતુ વધુ જોખમી સ્તરે છે.

અમદાવાદ પાસેના ગ્યાસપુરમાં સવારના પ્રદૂષણના પ્રમાણમાં 134 માઈક્રોગ્રામ ક્યૂબિક મીટરની ભયજનક સપાટીનું જોવા મળ્યું હતું. પ

અમદાવાદના આ વિસ્તારમાં સૌથી વધુ ધૂળનું પ્રદૂષણ

વર્ષ 2025માં જાન્યુઆરી મહિનામાં પ્રદૂષણ પાંચ દિવસ ભયજનક સપાટીએ પહોંચી બાકીનો સમય ઓછું જોખમી હતું. માર્ચ મહિનામાં ફરી પાંચ દિવસ વધુ ભયજનક સ્તરે હતું. હાલમાં જુલાઈ મહિનામાં 18 દિવસ સતત નબળા સ્તરે છે. ગયા વર્ષના સરેરાશ આંકડા પ્રમાણે અમદાવાદનું પ્રદૂષણ 64 માઈક્રોગ્રામ ક્યૂબિક મીટરે જોવા મળે છે. જો કોઈ સતત આવા વાતાવરણમાં રહે તો વાર્ષિક 647 સિગારેટ પીધા જેટલું નુકસાન થાય. અમદાવાદના રાઈખડ વિસ્તારમાં સૌથી વધુ ધૂળનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે.

હાલમાં એસ.જી હાઈવે પર આવેલા સર્કલ પીથી લઈને સરખેજ સુધીના વિસ્તારમાં પીએમ 10નું પ્રમાણ વિશેષ ભયજનક છે. આવી રીતે બોપલની આસપાસના વિસ્તારોમાં પણ પીએમ ૧૦નું પ્રમાણ ભયજનક સ્તરે જોવા મળી રહ્યું છે.

ગુજરાત
લેશ્વર: ગુજરાતમાં પ્રદૂષણ મામલે અમદાવાદ શહેર પ્રથમ નંબરે કેન્દ્રીય વન વિભાગે દેશનાં પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી કક્ષાનું રહ્યું છે. ગુજરાતમાં વાયુ પ્રદૂષણની સમસ્યાએ ગંભીર સ્થિતિ સર્જી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રદૂષણ ઓછું કરવા લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પરિસ્થિતિમાં કોઇ ઝાઝો સુધારો આવ્યો નથી. કેન્દ્રીય વન વિભાગે દેશનાં પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેર પ્રથમ નંબરે આવ્યું છે. ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી કક્ષાનું રહ્યું છે. કારખાનાં અને ફેક્ટરીઓના ધુમાડા પણ હવાને વધુ ને વધુ ઝેરી બનાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં વાયુ પ્રદૂષણની માત્રા જાણવા માટે મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઇ છે. એટલું જ નહીં, અમુક ઠેકાણે સ્ક્રીન પણ મુકાઈ છે, જેના માધ્યમથી જે તે વિસ્તારમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ જાણી કેન્દ્ર અને રાજ્ય સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કરોડોનો ખર્ચ કર્યો છે, પણ હજુ સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો નથી. હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે પીએમ-૧૦ની માત્રા વધતી જાય છે.

કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે લોકસભામાં દેશના પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ શહેર મોખરે છે. તેમાં પણ વટવા વિસ્તાર તો ટોપ મોસ્ટ રહ્યો છે. વટવામાં પીએમ-10ની વાર્ષિક સરેરાશ માત્રા 160 સુધીની રહી છે. જ્યારે અમદાવાદ શહે૨માં પીએમ-10ની માત્રા 121 નોંધાઇ છે. રાજ્યમાં અંકલેશ્વરમાં 120, રાજકોટમાં 118, જામનગરમાં 116, વાપીમાં 114, વડોદરામાં 111, સુરતમાં 100 પીએમ-10ની વાર્ષિક માત્રા નોંધાઇ છે. જો કે, રાજ્યના મુખ્ય શહેરોમાં પાટનગર ગાંધીનગરમાં વાયુ પ્રદૂષણ ઘણું ઓછું છે. અહીં પીએમ-10ની માત્રા 78 નોંધાઈ છે.

ગુજરાતમાં ઉદ્યોગો જ નહીં, ડાઈંગ, પ્રિન્ટિંગ સહિત ટેક્સટાઈલ્સ મિલો, વિવિધ જીઆઈડીસી ઉપરાંત સુગર ફેક્ટરી નદીઓમાં કેમિકલયુક્ત પાણી ઠાલવે છે. કેમિકલયુક્ત પાણીને કારણે ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત બન્યા છે. કેન્દ્રીય વન પર્યાવરણને એવી ફરિયાદો મળી છે કે, જીઆઈડીસી નંદેસરી અને પાંડેસરા દ્વારા નદી અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરાય છે. આવી જ ફરિયાદો જીએસીએલ દહેજ પ્લાન્ટ, ભરૂચ ઉપરાંત ન્યારા એનર્જી-જામનગર સામે પણ થઈ છે. મોટેરોમાં રાસ્કા પાઈપલાઈનથી પણ પ્રદૂષણ થઈ રહ્યું છે. એટલુ જ નહિ અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આવેલી ડેનિમ-કોટનની ફેક્ટરીઓ નદી અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહી છે. આ ઉપરાંત ખારીકટ કેનાલ પણ પ્રદૂષણ માટે જવાબદાર પરિબળ છે.
મોટા ભાગે સુરતની વિવિધ ટેક્સટાઈલ્સ મિલો વિરુદ્વ કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગને ફરિયાદો મળી છે. સુરત ઉપરાંત વાપી, કડોદરા-સુરત, દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરી સહિતનાં સ્થળોએ પણ નદી અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરવાના મામલે ફરિયાદો મળી છે. જેથી કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગ આ મામલે સંબંધિત ઉદ્યોગોને કારણદર્શક નોટિસો ફટકારી ખુલાસો માંગ્યો છે.

ઉદ્યોગોના કારણે ગુજરાતમાં નદીઓ અને ભૂગર્ભ જળ પ્રદૂષિત
કેન્દ્રીય વન પર્યાવરણને એ ફરિયાદો મળી છે કે, જીઆઈડીસી નાંદેસરી અને પાંડેસરા દ્વારા નદી અને ભૂગર્ભ જળ પ્રદૂષિત કરાય છે. આવી જ ફરિયાદો જીએસીએલ દહેજ પ્લાન્ટ, ભરૂચ ઉપરાંત ન્યારા એનર્જી-જામનગર સામે પણ થઈ છે. મોટેરોમાં રાસ્કા પાઈપલાઈનથી પણ પ્રદૂષણ થઈ રહ્યું છે. એટલું જ નહીં અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આવેલી ડેનિમ-કોટનની ફેક્ટરીઓ નદી અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહી છે. આ ઉપરાંત ખારીકટ કેનાલ પણ પ્રદૂષણ માટે જવાબદાર છે.

પ્રદૂષિત નદીઓ
ગુજરાતમાં પ્રદૂષિત નદીઓ 20 હતી. સમગ્ર દેશમા 311 નદીઓ પ્રદૂષિત હતી.
ગુજરાતની 2021માં નદીમાં સૌથી વધુ પ્રદૂષણ

નદી પ્રદૂષિત વિસ્તાર BODનું પ્રમાણ
અમલખડી અંકલેશ્વર પાસે ૪૯.૦
ભાદર જેતપુર પાસે ૨૫૮.૬
ધાદર કોઠાડા પાસે ૩૩.૦
ખારી લાલી ગામ પાસે ૧૯૫.૦
સાબરમતી રાયસણથી વૌઠા ૨૯૨.૦
વિશ્વામિત્રી ખાલિપુર ગામ પાસે ૩૮.૦
મિંઢોળા સચિન પાસે ૨૮.૦
મહી કોટાણાથી મુજપુર ૧૨.૦
શેઢી ખેડા પાસે ૬.૨
ભોગાવો સુરેન્દ્રનગર પાસે ૬.૦
ભૂખી ખાડી વાગરા પાસે ૩.૯
દમણગંગા કાચીગાંવ અને ચાંદોદ પાસે ૫.૩
તાપી નિઝર પાસે ૩.૪
( BOD : બાયકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ)

બિમારી
દુનિયાના લગભગ 90 ટકા લોકો એવી હવામાં શ્વાસ લઈ રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. આ હવામાં રહેલા PM2.5 જેવા અતિસૂક્ષ્મ કણો, જે નરી આંખે જોઈ શકાતા નથી, પણ સીધા ફેફસાં સુધી પ્રવેશી જાય છે જે લાંબા ગાળે શ્વાસ લેવામાં તકલીફ, હૃદયરોગ, કેન્સર તથા દમ જેવા જીવલેણ રોગોનું કારણ બને છે. WHOના આંરડા પ્રમાણે દર વર્ષે માત્ર હવામાં રહેલા પ્રદૂષણના કારણે જ લગભગ 70 લાખ લોકો જીવ ગુમાવે છે. દુઃખદ બાબત તો એ છે કે આ અસર સૌથી વધુ બાળકો, વુદ્ધો અને દમના દર્દીઓ પર પડે છે.

દમ: બાળકો અને વૃદ્ધોમાં ખાસ કરીને શ્વાસ લેવાની તકલીફ, ખાંસી, અને શ્વાસ ફૂલે છે આ કારણે સ્કૂલમાં અભ્યાસથી લઇ ઘરની પ્રવૃત્તિઓ પર પણ અસર પડે છે.

ક્રોનિક બ્રોન્કાઇટિસઃ હવાના પ્રદૂષણથી શ્વાસ નળીમાં સતત બળતરા રહે છે, જેના કારણે લોકો લાંબા ગાળાની ખાંસીથી પીડાતા રહે છે. ઘણી વખત શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થાય છે. જેના કારણે વ્યક્તિ ઓક્સિજન પર રહેવા મજબૂર બને છે.

ફેફસાંનું કેન્સરઃ ફેફસાંનું કેન્સર પણ હવે મોટું જોખમ બની ગયું છે. ખાસ કરીને શહેરોમાં લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં રહેવું કેન્સરના કેસોને વધવાનું મુખ્ય કારણ બની રહ્યું છે.

હ્રદયરોગ અને સ્ટ્રોક જેવી બીમારીઃ હવાઈ પ્રદૂષણથી સીધી સંબંધિત છે આ બંને બીમારી. ઝેરી તત્વો ધમનિઓમાં બ્લોકેજ પેદા કરે છે અને બ્લડ પ્રેશર પર અસર કરે છે. પરિણામે લોકો અચાનક હાર્ટ એટેક કે મગજના સ્ટ્રોકથી જીવ ગુમાવે છે.

આંખોની સમસ્યાઃ આંખો લાલાશ, સોજો અને દ્રષ્ટિ ધૂંધળી થવી સામાન્ય બની ગઈ છે. લોકોને સતત આંખોમાં તકલીફ રહે છે અને દેખાતું બધું થતું લાગે છે.

ચામડીના રોગોઃ જેમાં એલર્જી, ખંજવાળ, અને રેસીસ પણ વધી રહ્યાં છે. નાના બાળકોમાં ત્વચા સંવેદનશીલ બની રહી છે.

થાઈરોઇડ અને હોર્મોનલ અસંતુલનઃ થાઈરોઇડ અને હોર્મોનલ અસંતુલન જેવા આંતરિક અંગોને અસર કરતાં રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓમાં હોર્મોન્સ બદલાવનું પ્રમાણ વધી રહ્યું છે, જેની પાછળનું મોટું કારણ છે ઔદ્યોગિક રાસાયણિક પ્રદૂષણ.

માનસિક અસરઃ બાળ અવસ્થામાં મગજના વિકાસમાં વિક્ષેપ, ADHD, ઓટિઝમ જેવી સમસ્યાઓ હવાઈ પ્રદૂષણના કારણે વધી રહી છે.

કિડની અને લિવરઃ કિડની અને વિવર જેવી આંતરિક રચનાઓ પણ હવે સુરક્ષિત નથી રહી. સીસા અને પારાના રૂપમાં રહેલા ઝેરી ધાતુઓ શરીરમાં ધીરે ધીરે એકઠાં થાય છે અને અંતર્ગત અંગપ્રણાલીને નુકસાન પહોંચાડે છે.

આ તમામ રોગો માત્ર તાત્કાલિક નહીં, પણ લાંબા ગાળાના નુકસાનીકારક પરિણામ આપે છે. જેમાં લોકોની કાર્યક્ષમતા ઘટે છે, આરોગ્ય ખર્ચ વધી જાય છે અને જીવનની ગુણવત્તા ઘટી જાય છે. આવું માત્ર વ્યક્તિગત સ્તરે નહીં, પણ આખા દેશના આરોગ્યતંત્ર અને અર્થતંત્ર પર પણ ભારે ભાર પાડે છે.

મોત
નાઈટ્રોજન ઓક્સાઈડ પીએમ 2.5 સાઈઝના પાર્ટિકલ થકી નાગરિકોના ફેફસાંને નુકસાન કરી રહ્યો છે.
પ્રદૂષણના કારણે વધતા પીએમ 2.5ના કણો આખા શરીરને નુકસાન કરે છે. જેના કારણે દક્ષિણ અને પૂર્વિય એશિયામાં લાખો લોકો પ્રદૂષણના કારણે વહેલા મૃત્યુ પામે છે.
હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શરદી, ખાંસી ઉપરાંત બ્રોન્કાઇટીસના કેસોમાં ય વધારો થયો છે. સાથે સાથે જેમને કોરોના થયો હોય તેવા લોકો માટે હવાનુ વધતુ પ્રદુષણ જોખમી પુરવાર થઇ શકે છે કેમકે, આ દર્દીઓ શ્વાસ સુધ્ધાં લઇ શકતા નથી પરિણામે તેમને આઇસીયુમાં સારવાર આપવી પડે છે.

પ્રદૂષણને કારણે વધતા પીએમ 2.5 ના કણો આખા શરીરમાં નુકસાન ફેલાવે છે. જેના કારણે દક્ષિણ અને પૂર્વીય એશિયામાં લાખો લોકો પ્રદૂષણના શિકાર બની રહ્યાં છે. લોકોને સમય કરતા વહેલુ મોત આવી રહ્યું છે. પ્રદૂષણથી એક કરોડે 21000 હજાર લોકો ગંભીર રીતે તેનો શિકાર બની રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષમાં તેના પ્રમાણમાં વધારો થયો છે.

એશિયાના જે શહેરોમાં વર્ષે દોઢ લોખ લોકો સામાન્ય કરતા વહેલા મૃત્યુ પામે છે. આ આંકડો 2005 માં 50 હજારનો હતો, જે હવે 2.75 લાખ પર પહોંચી ગયો છે.

ભારતમાં 16 લાખનાં મોત પ્રદૂષણથી થાય છે. અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેર રહેવાલાયક નથી રહ્યાં છે. શહેરોમાં લોકોનું આયુષ્ય 10 વર્ષ ઓછું થઈ જાય છે.
ઈસરો દ્વારા 2021માં શહેરના તમામ વિસ્તારોમાં વોર્ડ દીઠ એર પોલ્યુશન (PM2.5) કોન્સન્ટ્રેશન અંગેનો અભ્યાસ હાથ ધરાયો હતો. માઈક્રોગ્રામ (mcg) ક્યુબિક મીટર દીઠ 2.5 PM ધરાવતા વિસ્તારોમાં વસવાટ કરનારને લાંબાગાળે કેન્સર, હૃદયરોગ, શ્વસનતંત્રના રોગ, ફેફસાંના રોગ વગેરેનો ભોગ બનવાનું જોખમ રહેલું હોવાનું જાણવા મળે છે અને તેના લીધે મૃત્યુદરમાં વધારો થઈ શકે છે.

્રદૂષણનો ડેટા જોતાં નબળી એર ક્વાલિટી સાથે સાથે મોટા વાહનો સાથે ઉડતી ધૂળ દ્વીચક્રી વાહન ચાલકો અને રોડ પર જતાં લોકો માટે મોટો દુશ્મન છે. જે અસ્થમા અને નબળા ફેફસાં ધરાવતાં લોકો માટે વધુ જોખમી છે. જે વિસ્તારોમાં વધુ પ્રમાણમાં બાંઘકામો ચાલી રહ્યા છે, ત્યાં ધૂળનું પ્રમાણ વધતાં પીએમ 10 પાર્ટિક્યૂલેટ મેટરનું પ્રમાણ સવારના પહોરમાં 100 માઈક્રોગ્રામ પર ક્યૂબિક મીટર પણ વધુ જતાં ટુ વ્હીલર ચાલકોને પણ સવારના પહોરમાં માસ્ક પહેરવાનો વારો આવે છે.