અલ્પેશ ઠાકોરે રૂપાણીને ધમકી આપી

કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કરનાર અને રાધાનપુરથી ભાજપમાંથી રાધનપુર વિધાનસભા બેઠક પરથી હારનો સ્વાદ ચાખનાર અલ્પેશ ઠાકોરે અનામતનો ઠરાવ રદ કરવા સરકારને અલ્ટીમેટમ આપી સરકાર નિર્ણયન નહિ કરેતો ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારવામા આવતા સરકાર માટે ભારે કમાઠણ સર્જાઈ છે

ભાજપના અલ્પેશ ઠાકોરે એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ કરી રાજ્ય સરકાર સામે રીતસર બાયો ચઢાવી ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે જેમાં જય જય ગરવી ગુજરાત સાથે છેલ્લા 64થી વધારે દિવસોથી ઓબીસી સમાજની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે જે ગરીબોના અધિકારો પર તરાપ મારવા સમાન અને અન્યાય કરવા સમાન છે. આ ઠરાવ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે આ ઠરાવ બાબતે સુધારો કરવામાં આવશે.
ત્રણ દિવસ વીતી ગયા છતાં હજી આ ઠરાવ નથી કરવામાં આવ્યો. રાજ્ય સરકારને નમ્ર અપીલ કરુ છું કે ૪૮ કલાકમાં આનો નિવેડો લાવો. સરકાર કોઈ પગલાં નહીં લે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ. આ પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે. સંવિધાનિક અધિકારોના જતન માટે હશે. ગરીબોના અધિકારોના રક્ષણ માટે હશે. એ પછી પણ કોઈ નિવેડો નહીં આવે તો સોમવારે ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ ઘડીશું.