હર્ષ સંઘવીએ પાયો નાંખ્યો છતાં કલેક્ટર કચેરી ગાયબ

Although Harsh Sanghvi laid the foundation, the collector’s office disappeared हालाँकि हर्ष संघवी ने नींव रखी, लेकिन कलेक्टर कार्यालय गायब हो गया

રાજ્યની સૌથી ઊંચી કલેકટર કચેરીનું મકાન ગાયબ

22 ડિસેમ્બર 2024
ખાતમુહૂર્ત રાજ્યના રાજ્યકક્ષાના મહેસુલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ઓક્ટોબર 2022માં કર્યું હતું. ત્યારપછી પણ આ કચેરીના કામમાં એકપણ ઈંટ મૂકાઈ નથી. માર્ગ અને મકાન વિભાગે ખાનગી આર્કીટેકટ સામે વાંધો ઉઠાવ્યો હતો. મોર્ડન ડિઝાઈન ફગાવી દીધી હતી.

સુરતની કલેકટર કચેરીને હવે હાઈટેક કે કોર્પોરેટ બનાવવા માર્ગ અને મકાન વિભાગે પાણી ફેરવી દીધું છે. ખાનગી આર્કીટેકટની ડિઝાઈન મંજૂરી કરી નથી. સરકારી તંત્રની ડિઝાઈન મુજબ બોકસ ટાઈપ ઓછા માળની નવી કચેરી બનાવવી પડશે.

બેઝમેન્ટ સહિત હાઈટેક ડિઝાઈન સાથેની મલ્ટીસ્ટોરીડ ઓફિસ બિલ્ડીંગની ડિઝાઈન માટે મહેનત કરી હતી. માર્ગ અને મકાન વિભાગે બે બેઝમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો. માંડ મંજૂરી મળી હતી. લાંબા સમય સુધી આરએનડી વિભાગમાં આ ફાઈલ પડી રહી હતી.

પહેલાં અઠવાલાઈન્સમાં બનેલી કલેકટર કચેરી હતી. જે બિસ્માર હાલતમાં હતી. પછી અઠવાલાઈન્સ ખાતે 2012માં શરૂ થઈ હતી. આ કચેરી પણ ભાડા ઉપર હતી.

કલેકટર ડૉ.ધવલ પટેલે વસરામ ભરવાડ પાસે સરકારી જમીનનો કબજો લઈ 10 હજાર ચોરસમીટર જમીન નવી કલેકટર કચેરી માટે સંપાદિત કરી હતી.

કલેક્ટર આયુષ ઓકે રૂ. 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી ઈમારત બનાવવાના સ્પપ્નો બતાવ્યા હતા.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિત સુડાએ પોતાની રીતે બિલ્ડિંગ બનાવી પણ કલેક્ટર કચેરીને સરકારી બાબુઓનું ગ્રહણ નડે છે. સુરત શહેરમાં જિલ્લા કલેક્ટરની નવી કચેરી માટે માર્ગ-મકાન વિભાગ હવનમાં હાંડકાં નાંખી રહ્યો છે. વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો બહારના ખાનગી આર્કિટેક્ટની ડિઝાઇનને માર્ગ-મકાન વિભાગે ફગાવી દીધી છે. જેને લઇને કચવાટ શરૂ થઇ ગયો છે.

વેસુમાં નવું આલિશન સુડા ભવન બન્યું છે. તે ઉપરાંત વેસુમાં નવું જિલ્લા પંચાયત ભવન પણ બન્યું છે. અને હાલ સબજેલની જમીન ઉપર 41 માળની નવી પાલિકા કચેરી સાકાર થઇ રહી છે. તેવા સંજોગોમાં સુરત કલેક્ટર કચેરીને જ સરકારી બાબુઓની જૂના જમાનાની ડિઝાઇનવાળી માનસિકતાનું ભોગ બનવું પડે તેમ છે.

14 માળની બિલ્ડિંગ નહીં જોવા મળે
માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની અહમ સંતોષવાની લાલસાને લઇને હવે સુરતીઓને હાઇટેક કલેક્ટર ઓફિસ જોવા મળશે કે તેમ તે સમય બતાવશે. પરંતુ તત્કાલીન કલેક્ટર આયુષ ઓક જે ડિઝાઇન તૈયાર કરાવી ગયા હતા તેમાં 14 માળની બિલ્ડિંગ હતી. પર્યાવરણીય હેતુઓને ધ્યાનમાં રાખી ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ નક્કી કરાયો હતો. તે સાથે સોલાર પેનલ લગાવવા સહિતની જોગવાઇઓ અને ડબલ બેઝમેન્ટની પણ વ્યવસ્થા કરાઇ હતી. હવે માર્ગ-મકાન વિભાગના ઇજનેરો કેવી કચેરી બનાવશે એ તો સમય જ કહેશે.

સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવતા સરકારી બાબુઓમાં ખળભળાટ મચી ગયો છે. ડુમસ જમીનકાંડમાં IAS અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2000 કરોડની જમીન કોભાંડ મામલે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતીયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે.

સુરતના ડુમસમાં 2,000 કરોડ રૂપિયાની 2,17,216 ચો.મી. સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવી દેવાના કૌભાંડનો પદ્રાફાશ થયો હતો. જેમાં કલેક્ટર આયુષ ઓકનું નામ ઉછળીને સામે આવતા તેમની બદલી કરી નાંખવામાં આવી હતી. તેમણે જોકે બદલી પહેલા કેટલાક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી દીધી હતી. જેમાં સરકારી જમીન બિલ્ડરોને બારોબાર પધરાવી દેવાના કૌભાંડનો પણ સમાવેશ થતો હતો.

ડુમસની જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કાવતરાનમાં સરકારે તાત્કાલિક ધોરણે મહેસૂલ સચિવ પાસેતી મનાઈ હુકમ મેળવી લીધો હતો,. સરકારી જમીન ગણોતીયાને પધરાવવાના આયુષ ઓકના નિર્ણય પાછળ ભાજપનું કોઈ મોટુ રાજકીય માથુ હોવાની સુરતના મહેસૂલી વર્તુળોમાં તે સમ.યે જોરદાર ચર્ચા ચાલી હતી.