અમેરિકાનું પોતાનું સાચવતું નથી ને ભારતની ચિંતા કરે છે

નવી દિલ્હી,

ભારત ઐતિહાસિક રીતે બધા જ ધર્મો પ્રત્યે ખૂબ જ સદ્બાવના અને આદરભાવ ધરાવતો દેશ છે અને ત્યાં ચાર ધર્મોનો ઉદય થયો છે પરંતુ હાલમાં ત્યાં ધાર્મિક સ્વતંત્રતાની સિૃથતિ અંગે અમેરિકા ખૂબ જ ચિંતિત છે તેમ વડાપ્રધાન મોદીના કહેવાતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્રની ધાર્મિક બાબતોની પેનલના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

અમેરિકન સંસદને ધાર્મિક સ્વતંત્રતા પર સલાહ આપતી બીન સરકારી કમિશન USCIRFના આવા વલણને પગલે ભારતે પેનલના સભ્યોને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ સાથે વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો કે કોઈ વિદેશી સંસૃથાને ભારતના નાગરિકોના બંધારણિય અધિકારોનું મૂલ્યાંકન કરવાનો અધિકાર નથી. અમને અમારી ધર્મનિરપેક્ષતા પર ગર્વ છે.

‘૨૦૧૯ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અહેવાલ’ જાહેર કરાયા પછી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના એમ્બેસેડર સેમ્યુઅલ બ્રાઉનબેકે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકા ચિંતિત હોવાનું જણાવ્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ સમગ્ર વિશ્વમાં ધાર્મિક સ્વતંત્રતાના ભંગ અંગેની દ્યટનાઓનો આ અહેવાલ અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યો હતો.

ભારતે અગાઉ પર અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતાના રિપોર્ટને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતં કે ભારતના નાગરિકોના બંધારણીય અ‌ધિકારોના રક્ષણના અ‌ધિકારની સિૃથતિ અંગે ટીપ્પણી કરવાનો વિદેશની સરકારને કોઈ અ‌ધિકાર નથી. બ્રાઉબેકે જણાવ્યું હતું કે ભારત ઐતિહાસિક રીતે ખૂબ જ સહિષ્ણુ અને બધા જ ધર્મોનો આદર કરતો દેશ છે. તેથી ભારતમાં હાલ જે કંઈ થઈ રહ્યું છે તેનાથી અમે થોડા ચિંતિત છીએ. ભારતમાં અનેક જગ્યાએ કોમી રમખાણો થયા છે. ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ઘણું કામ કરવાની જરૂર છે.

દરમિયાન વર્ષ ૨૦૧૪માં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદથી મોદી સરકાર મુસ્લિમો પર હુમલાઓના સંદર્ભમાં ટીકાઓનો સામનો કરી રહી છે. ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવનાર બીન સરકારી કમિશન ‘યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમ’ (USCIRF) સંગઠને એપ્રિલમાં અમેરિકન સંસદને સલાહ આપી હતી કે તે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ભારતનો પણ ઈરાન, રશિયા, ચીન અને સિરિયા જેવા દેશો એટલે કે વિશેષ ચિંતાવાળા દેશોમાં સમાવેશ કરે.

વર્ષ ૨૦૦૪ પછી પહેલી વખત સંસ્થાએ અમેરિકન સંસદને ભારત માટે આવી કોઈ દરખાસ્ત કરી હતી. તેણે નવા સીએએ કાયદામાંથી પડોશી દેશોના મુસ્લિમોની બાદબાકી પછી મોદી સરકારના અધિકારીઓ પર પ્રતિબંધો મૂકવાની પણ ભલામણ કરી હતી. જોકે, વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે જણાવ્યું હતું કે, અમે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ભારતનો પ્રવાસ કરવા ઈચ્છતી USCIRFની ટીમોના વિઝા રદ કરી દીધા છે.

અમે અમેરિકન કમિશનના સરવેને મક્કમતાપૂર્વક ફગાવી દીધો હતો. આ સંસ્થા ભારતીય નાગરિકોના અધિકારો અંગે બહું ઓછી માહિતી ધરાવે છે અને તેનો રિપોર્ટ પૂર્વગ્રહયુકત અને પક્ષપાતપૂર્ણ છે. વિદેશમંત્રી જયશંકરે ઉમેર્યું હતું કે, કોઈપણ વિદેશી સંસ્થાઓને ભારતના નાગરિકોના બંધારણીય અધિકારોના રક્ષણ અંગે ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ભારત ધાર્મિક સ્વતંત્રતાની બાબતોમાં કોઈપણ વિદેશી દરમિયાનગીરીનો ઈનકાર કરે છે. અમને અમારી ધર્મનિરપેક્ષતા પર ગર્વ છે.