દિલીપ પટેલ
ગુજરાતમાં ફરી એક વખત વિવાદાસ્પદ નેતા અમિત શાહ નિષ્ફળ રહ્યાં છે. તેઓએ ચૂપચાપ ગુજરાત આવીને પોતાના માણસ એવા વિજય રૂપાણી સાથે ગુપ્ત રૂપે બેઠક કરીને કહેવું પડ્યું હતું કે રાજીનામું આપી દો.
અમિત શાહે બનાવેલી સરકાર આખરે નિષ્ફળ રહેતાં રાજીનામું આપવાની ફરજ શાહના યશ મેન રૂપાણીને પડી હતી.
10 સપ્ટેમ્બર 2021ના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની ઓચિંતી મુલાકાતે આવ્યા હતા. શુક્રવારની મોડી રાત્રે બપોર બાદ રૂપાણીને રાજીનામા આપી દેવા સુચના આપી હતી!
ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ હતી ત્યાર પછી મુખ્ય મંત્રીએ રાજીનામું આપ્યું હતું અને આ બેઠકમાં મુખ્યમંત્રીએ થોડોક સમય પણ માંગ્યો હતો. પણ હાઇકમાન્ડે તેમને તાકીદે રાજીનામું આપવા કહી દીધું હતું.
ગુપ્ત મુલાકાત દરમિયાન જ આખીયે કામગીરી પૂરી કરાઇ હતી. મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાતોરાત આખું કામ પાર પાડી વહેલી સવારે ત્રણ વાગ્યે અમીત શાહ દિલ્હી રવાના થયા હતા.
ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગીમાં અમિત શાહની મોટી ભૂમિકા રહેશે એવું રાજકીય પંડિતો માનતા હતા. પણ એવું ન થયું.
અમિત શાહ પોતાના પોપટ રૂપાણીને બેસાડીને દિલ્હી ગયા પણ ગુજરાતમાં શાહની નીતિ નિષ્ફળ રહી હતી. ચંદ્રકાંત પાટીલ હવે અમિત શાહની જગ્યા લઈ લીધી છે.
ગુજરાતના રાજકિય નિર્ણયો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ગુજરાત આવ્યા ત્યારથી શાહ પાસેથી સત્તા છીનવી દેવામાં આવી છે. દિલ્હીના તોફાનો પછી શાહ અને મોદી વચ્ચે મોટી તીરાડ પડી ગઈ છે. જે ગુજરાતમાં જોવા મળે છે.
ત્યાર પછી જ અમિત શાહના સ્થાને ગુજરાતના તમામ રાજકિય નિર્ણયો લેવાની સત્તા ચંદ્રકાંત પાટીલને આપવામાં આવી છે. પાટીલ હંમેશ અમિત શાહને વિરોધી રહ્યાં છે. તેમણે પોતાની ફેસ બુક પર શાહની એક પણ પોસ્ટ મૂકી ન હતી. જ્યાં સુધી તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યાં સુધી.
અમિત શાહ અને રૂપાણીને ખબર પણ ન હતી કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ આવી રહ્યાં છે. તેમની સીધી નિમણુંક દિલ્હીથી મોદીએ કરી હતી. રૂપાણીને ખસેડવાનો નિર્ણય પણ દિલ્હીનો હતો. ગુજરાતના પ્રભારી નિયુક્ત કરવા અને ગુજરાત બહારથી સંગઠન મહામંત્રી બનાવવાનો નિર્ણય પણ દિલ્હીનો હતો. અમિત શાહનો નહીં. મોદીનો નિર્ણય હતો.
આનંદીબેન પટેલ વહીવટમાં કુશળ છે. રૂપાણી અભણ સાબિત થયા છે. અમિત શાહનું ગુજરાતમાં રાજકાણ ખતમ થઈ રહ્યું છે. હવે આનંદીબેન અને પાટીલની જોડી ગુજરાતમાં રાજકીય નિર્ણયો લઈ રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે હું આનંદીબેન પટેલને માનું છું અને માનતો રહીશ. આ વાક્ય ઘણું બધી કહી જાય છે. હવે ગુજરાતમાં અમિત શાહનો યુગ લગભગ પૂરો થવા આવ્યો છે.
અમિત શાહ કેટલાંક ક્ષેત્રે તોડફોડ કરીને સફળ રહ્યાં છે. પણ તેમની નિષ્ફળતા પારવાર છે.
2017માં વિધાનસભાની 150 બેઠકો લાવવા માંગતા હતા. પણ 99 લાવ્યા તે તેની મોટી નિષ્ફળતાં હતી. તેમ છતાં અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ત્યારે બનવા માંગતા હતા. રૂપાણીના સ્થાને તેઓ મુખ્ય પ્રધાન બનવા માંગતા હતા. પણ મોદીએ તેને બનવા ન દીધા.
અમિત શાહની રાજકીય ઇચ્છા તો ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવાની છે. પણ તેઓ તેમાં સતત નિષ્ફળ રહેતાં આવ્યા છે. રૂપાણી નિષ્ફળ રહ્યાં બાદ તેમને હાંકી કાઢવાનું મોદીએ નક્કી કર્યું ત્યારે પણ અમિત શાહની ઇચ્છા મુખ્ય પ્રધાન બનવાની હતી.
આનંદીબેન પટેલને ઉથવાવી નાંખવા માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ અધિકારીઓને લાઠીચાર્જ કરવાની સૂચના પણ અમિત શાહ દ્વારા આપવામાં આવી હતી. આનંદીબેન પટેલ કે ત્યારના ગૃહ રાજ્ય પ્રધાન રજનીએ આવો આદેશ આપ્યો ન હતો. તેને ખબર પણ ન હતી કે શાંત ધરણા પર પાટીદારો પર કોણે લાઠીઓ ફટકારવાનો આદેશ આપ્યો હતો.
આ તોફાનો બાદ તેઓ આનંદીબેનને ખસેડવામાં સફળ તો રહ્યાં પણ ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાનું તેમનું સ્વપ્ન અધુરું રહ્યું છે. સુરતમાં તેમની સભામાં પાટીદારોએ ખુરશીઓ ઉછાળીને અમિત શાહને ભગાડ્યા ત્યારથી તેઓનું ગુજરાતમાં મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ બંધ થઈ ગયો છે.
મોદી તેમને સારી રીતે ઓળખે છે. તેથી મોદીએ તેમને ક્યારેય સ્વતંત્ર ખાતું કે જવાબદારી આપી નથી. કોઈ પણ હોદ્દા પર શાહ હોય પણ તે મોદીની જ નીતિનો અમલ કરે છે. મોદીની નીતિ અને મોદીના ગુપ્ત ઓપરેશનો પાર પાડવામાં જ તેનો ઉપયોગ આજ સુધી થતો આવ્યો છે.
હાલ તેઓ ભલે કેન્દ્રીય ગૃહ પ્રધાન હોય પણ તેઓ માત્ર દેખાવના ગૃહ પ્રધાન છે. ગૃહ વિભાગના નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે નથી. મોદીના માણસ અજીત ડોભાલ જ નિર્ણય લઈ રહ્યાં છે. ખરા ગૃહ પ્રધાન તો મોદી અને ડોભાલ છે.
અમિત શાહને કહેવામાં આવ્યું હતું કે રૂપાણીને કહો કે તે રાજીનામું આપી દે. ત્યાર પછી શાહે ભારે પ્રયાસો કર્યા હતા કે રૂપાણીના સ્થાને તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. પણ તેમનું રાજકાણ ગુજરાતમાં હવે ખતમ થયું છે. તેથી તેમના જેટલાં ટેકેદારો હતા તે ખસી ગયા છે.
શાહની નિષ્ફળતા અહીં અટકતી નથી. તેઓ ગુજરાતના ચાણક્ય કહેવડાવે છે. પાલતું પત્રકારો પાસે તેઓ આવું લખાવે પણ છે. પણ તેમની પારાવાર નિષ્ફળતાઓ પણ છે. તેઓ મોદી વગર શૂન્ય છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા માંગતા હતા. જેમાં તેઓ સફળ થયા નહીં. મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યોને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. છતાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મોદીના સિક્રિટ કામો પાર પાડતાં રહ્યાં છે. તે તેની મોટી લાગકાત છે. ફેક એન્કાઉન્ટરો કરાવ્યા – પ્રજામાં ભય ફેલાવવામાં તેઓ સફળ રહ્યા હતા. 2002ના તોફાનોના કેસો રફેદફે કરાવવામાં તેઓ પડદા પાછળ રહ્યાં હતા.
ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ગંદુ રાજકારણ લાવનારા તેઓ છે. સહકારી ક્ષેત્ર હવે બિજનેશ ક્ષેત્ર બનાવી દેવાયું છે પછી તેમાં સહકારી મંડળીઓ હોય, ડેરી કે બેંકને તેઓએ નફાની અને ભ્રષ્ટાચારની પેઢી બનાવી દીધી છે. શાહને ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંકના ચેરમેન થવું હતું. અજય પટેલની જગ્યાએ તેઓ અધ્યક્ષ થવા માંગતા હતા. પણ થઈ શક્યા ન હતા.
ગુજરાત ક્રિકેટ અસોશિયેશન – જીસીએમાં તોફડફોડ કરીને નરહરી અમિનને હરાવ્યા હતા.
અમિત શાહે તેના નજીકના માણસાના ટેકેદારોને કહ્યું હતું કે તે ગુજરાતનાં મુખ્ય પ્રધાન બનવા માંગે છે. કેશુભાઈને હઠાવવાના કાવરતા કરીને મોદી મુખ્ય પ્રધાન બની શક્યા પણ અમિત શાહ પોતે આનંદીબેનને હઠાવવાના કાવરતા કરવામાં સફળ રહ્યાં હતા. પણ તેઓ ત્યારે મુખ્ય પ્રધાન બની શક્યા ન હતા. તેથી પોતાના પોપટ જેવા રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવવા પડ્યા હતા. જેથી તેઓ જ્યારે ખુરશી છોડે ત્યારે શાહ મુખ્ય પ્રધાન બની શકે.
મોદી ગયા પછી વારંવાર મુખ્ય પ્રધાન બનવું છે. પણ બની શક્યા નથી. હજું પણ ભવિષ્યમાં તેઓ મુખ્ય પ્રધાન બનવા માટે ગમેતેવા કાવતરાં કરી શકે છે.
ભાજપના સૂત્રો કહે છે કે હાલની સરકારમાં પહેલાના એક પણ પ્રધાનને લેવામાં લેવામાં આવ્યા નથી તેનું ખરૂં રહસ્ય તો દિલ્હી પાસે છે. કઝાકિસ્તાનના કૌભાંડો અને ગુજરાતમાં શંકરસિંહની જેમ સત્તા કબજે કરવા માટે ભાજપમાં કોઈ એવા નેતા હતા કે જે બળવો કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ બળવામાં અગાઉના પ્રધાનો સામેલ હોવાની શંકાના આધારે તમામને પડતા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
રૂપાણીના સ્થાને અમિત શાહને મુખ્ય પ્રધાન બનવું હતું. પણ તેઓ ગુજરાતમાં તો હવે એક કાર્યકર બની ગયા છે.
આનંદીબેન
મોદીએ કેશુભાઈને હઠાવી દેવાના કાવરતાં સફળ થયા તેમ શાહ પણ સત્તા મેળવવા આનંદીબેન પટેલ સામે એક સમયે સફળ રહ્યાં પણ હવે 5 વર્ષ પછી ફરી તેમને આનંદીબેન પટેલની કૂનેહ સામે પરાસ્ત થવું પડ્યું છે. શાહે આનંદીબેનને સત્તા પરથી તો તેઓએ હઠાવી દીધા પણ આજ સુધી આનંદિબેનને હરાવી ન શક્યા નથી. આનંદીબેન પટેલ ફરી એક વખત રાજકારણમાં સફળ થતાં દેખાઈ રહ્યા છે.
17મા મુખ્યમંત્રી તરીકે સામાન્ય ચૂંટણીના પંદર મહિના પહેલાં ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રદાન બનવા માટે આનંદિબેનની ભૂમિકા મહત્વની રહી છે. નવા મુખ્ય પ્રધાનની શપથ વખતે શાહને હાજર રખાયા હતા. શાહ પોતાના માણસોને પ્રધાન બનાવવા માટે લોબીંગ કરી રહ્યાં હતા.
શાહની ચાલ
કાર્યકરો, નેતાઓ, પૂર્વ પ્રધાનો અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અમિત શાહના કાર્યાલયમાંથી કોઇને પણ મુલાકાત આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. અમિત શાહ સરકીટહાઉસમાં કોઇકને મળ્યા હતા. પૂર્વ મંત્રીમંડળમાં એમના વિશ્વાસુ કે નજીકના મનાતા મંત્રીઓ પણ વિમાસણમાં મુકાયા હતા. સી.આર. પાટીલે અમિત શાહના નિવાસે ગયા હતા. તેમણે શાહને શું કહ્યું તે આજ સુધી બહાર આવ્યું નથી.
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક યોજી હતી. જેમાં, ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર હતા. હવે, સંભવત: બુધવારે નવા મંત્રીમંડળની શપથ વિધિ થશે ત્યારે હવે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા ? તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે.
શાહના નેતૃત્વમાં 4 વર્ષમાં 8માંથી 21 રાજ્યોમાં ભાજપની સરકાર બની પણ ગુજરાતમાં હવે એવું નથી. ગુજરાતમાં શાહ સામે ભારે વિરોધ છે. તેમની ઈમેઝ બંધાતી નથી એવું મોદીને પણ લાગે છે. તેથી તેમને ગુજરાતના રાજકારણાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
જેલમાંથી છૂટ્યા પછી જ્યારે અદાલતે ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો પછી તેઓ દિલ્હી રહેવા લાગ્યા હતા. ત્યારથી તેમની રાજકીય છબિ ખરાબ થઈ ગઈ હતી. આ છબી ખરાબ કરવામાં કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડીયાની મોટી ભૂમિકા રહી હતી.
સોરાબુદ્દીન કેસમાં જેલમાં જઈ આવ્યા બાદ, ગુજરાત નિકાક કરાયા પછી જેઓ દિલ્હીમાં તો રહેતાં હતા. પણ દિલ્હીમાં અમિત શાહને વધારે લોકો ઓળખતાં ન હતા. નીતિન ગડકરી ભાજપના અધ્યક્ષ બન્યા હતા. અમિત શાહ તેમને મળવા માટે જતા તો તેમને બે કે ત્રણ કલાક બહાર રાહ જોવી પડતી હતી. શાહ લાચાર બની ગયા હતા.
રાજનાથસિંહ આવ્યા પછી મોદીના કહેવાથી શાહને રાષ્ટ્રીય મહામંત્રી બનાવી દીધા હતા.
પછી, ઉત્તર પ્રદેશનો લોકસભાનો પ્રભાર સોપવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીના પરિણામે અમિત શાહને રાષ્ટ્રીય ફલક પર સ્થાપિત કરી દીધા હતા. ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટોમાંથી 71 સીટો પર ઐતિહાસિક જીત થઈ હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી તેમણે ભાજપની કાર્ય સંસ્કૃતિ જ બદલી નાખી. પાર્ટીમાં પદાધિકારીઓને બાજુ પર મૂકવાનું શરૂ કર્યું હતું.
લોકસભા ચૂંટણી પછી તેમને ગૃહમંત્રી બનાવાયા હતા.
પોતાની ચૂંટણી
ચૂંટણી દરમિયાન તે પાર્ટીના તંત્રથી પોતાનું એક અલગ તંત્ર ઊભું કરે છે. આમાં બૂથના કાર્યકર્તાથી શરૂ કરીને કૉલ સેન્ટર સુધીની તમામ બાબત હોય છે.
મોદીનો શાહ પર ભરોસો હતો, શાહ મોદીનો ઇશારો સમજી જતાં હતા. પણ હવે બન્ને વચ્ચે મોટી તીરાડ પડી છે.
મોદીના પડછાયો બનીને રહેતાં આવ્યા છે. પણ હવે મોદીના મધ્યાહન્ને તે પડછાયો રહ્યો નથી.
શાહ એવું માનવા લાગ્યા હતા કે નરેન્દ્ર મોદીની સફળતાની ચાવી તેમના હાથમાં છે.
બાયોકેમિસ્ટ્રીના સ્નાતક શાહ પોતાને ચાણક્ય, કિંગમેકર, માસ્ટરમાઈન્ડ જેવા બિરુદ જાતે જ અપાવ્યા છે. પણ તે મોદીના કારણે હતું એ ભૂલી જાય છે.
પ્લાસ્ટિક પાઈપ અને શેર બ્રોકરનો ધંધો કરતાં શાહ હવે ગુજરાતમાં ધંધો પણ કરી શકે તેમ નથી.
1980માં સંઘ, વિદ્યાર્થી કાર્યકર્તાં, એબીવીપીમાં રહ્યાં બાદ તેઓ 1986માં મોદીને મળ્યા હતા.
1997માં ધારાસભ્ય બન્યા પછી 3 વખત ધારાસભ્ય હતા. 2002માં પ્રધાન બન્યા. 29 વખત ઘણી જાતની ચૂંટણી લડ્યા છે. સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી છે. તે
તેઓ નિયમિત ડાયરી લખે છે.
મોદી સાથે દિલ્હીના તોફાનોમાં અણબનાવ પછી તેમને ગુજરાતમાં 7 મહિના બાદ આવવાની મંજૂરી મોદીએ આપી હતી.
બંગાળમાં 2021ની ચૂંટણીમાં 249 સીટમાંથી 200 પ્લસ ધારાસભ્યો ચૂંટાશે એવું શાહે જાહેર કર્યું હતું. લંચ પોલિટિક્સ કર્યું હતું. અમિત શાહે ખેડૂતના ઘરે ભોજન લીધું હતું. પણ તેઓ બંગાળનાં સાવ નિષ્ફળ રહ્યાં હતા.
જૂથવાદ
અમિત શાહે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી. આનંદીબેનના સમર્થકો કે વિશ્વાસુ કર્મચારી કે-અધિકારીઓને શાહે તગેડી મૂકીને ભાજપમાં જૂથવાદ ઊભો કર્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ રૂપાણીને બનાવીને પોતે જ પક્ષમાં પોતાનું જૂથ ઊભું કરી દીધું હતું. રૂપાણીને વાહન વ્યવહાર પ્રધાન બનાવીને સરકારનું કામ ભાજપની કટેરીએથી કરવા લાગ્યા હતા. સરકારની જાહેરાતો તેઓ પક્ષના કાર્યાલયથી શરૂ કરીને જૂથવાદ વકરાવ્યો હતો.
સંગઠનમાં અને સરકારના બોર્ડ નિગમમાં પોતાના જૂથના લોકોને મૂક્વા માંડ્યા હતા.
‘અમિત શાહના પુત્ર જય શાહ પાસે એવડી મોટી કંઈ ડિગ્રી છે કે સરકાર એમનો ઉપયોગ કરી રહી છે?’- પ્રહલાદ મોદીએ આવું જૂથવાદ અંગે કહ્યું હતું.
મોદીએ આનંદીબેન પટેલને પછી બે રાજ્યોના રાજ્યપાલ અને બે રાજ્યોનો હવાલો આપ્યો હતો. આમ મોદીએ જૂથવાદની સામે જવાબ આપ્યો હતો.
મોદીને શતરંજની રમત બહુ પસંદ છે, તેનું એક પ્યાદુ અમિત શાહ રહ્યાં છે.
પક્ષો છોડી રહ્યાં છે
અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે મોદી સાથે એનડીએ માટે 36 પક્ષો હતા. પછી અકાળી દળ, મહારાષ્ટ્રની સત્તા મામલે શિવસેના, બિહારમાં લોજપે પણ એનડીએનો સાથ છોડી દીધો છે. રામદાસ આઠવલે જેવા અનેક પક્ષોએ એનડીએ છોડી દીધી હતી. જેના માટે શાહની નીતિ વધારે જવાબદાર માનવામાં આવે છે.
ગમે તેટલો વિરોધ કરો, શરણાર્થીઓને નાગરિક્તા આપીને જ રહીશું, એવું અમિત શાહે કહ્યું હતું. પણ આજ સુધી તેનો અમલ તેઓ કરાવી શક્યા નથી. આ તેમને મોટી નિષ્ફળતા છે. અમિત શાહ સીએએના વાસ્તવિક અમલમાં નિષ્ફળ, કાયદો બની રહ્યો હતો. મોદી સરકારની આ બહુ મોટી નિષ્ફળતા છે અને તેને માટે અમિત શાહ જવાબદાર છે
11 વર્ષ પહેલાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં પૂર્વ ગૃહ પ્રધાન અમિત શાહની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત બહાર કેસ ચલાવાયો અને તેમને ગુજરાત બહાર કાઢી મૂકાયા હતા. ત્યાર પછીની તેમને આ કાયદામાં વિશ્વભરમાં બદનામી મળી હતી.
અમિત શાહ અને ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક મળી હતી. જેમાં શાહ નિષ્ફળ રહ્યાં હતા. કૃષિકાયદો અમલી બનાવી ન શકાયો. દિલ્હીમાં લાખો લોકો લાલ કિલ્લા પર પહોંચી ગયા અને અરાજકતાં ઊભી થઈ તે માટે ગૃહ પ્રધાન અમિત શાહ જવાબદાર છે.
અમિત શાહ ગુજરાતની મુલાકાતે વારંવાર કેમ આવે છે? આવો પ્રશ્ન ભાજપના નેતાઓ પૂછતાં રહ્યાં છે.
તે રહસ્ય ભાજપના કેટલાંક નેતાઓ જાણે છે.
222 બેઠક ધરાવતી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104 બેઠક મળી હતી, યદીરપ્પાએ વિધાનસભા ફ્લોરમાં જીત ન મળતાં રાજીનામું આપી દીધું હતું. તેમાં અમિત શાહ જવાબદાર બન્યા હતા.
મહારાષ્ટ્રમાં શાહ નિષ્ફળ રહ્યા હતા. દેવેન્દ્ર ફડનવીસે જીત ન મળતાં રાજીનામું આપી દેવું પડ્યું હતું. શાહની જવાબદારી સરકાર બનાવવાની હતી. એનસીપીના શરદ પવારના ભત્રીજા અજિત પવારને સમજવામાં ભાજપના અમિત શાહ પુરી રીતે નિષ્ફળ રહ્યાં હતા.
સતત નિષ્ફળતાઓ બાદ અને મોદીએ તેમને બાજુ પર મૂકી દેતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરેશાન થયા હતા. તેમને બે વખથ AIIMS માં દાખલ કરવા પડ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં 200થી વધું બેઠકો જીતશે એવું શાહે વારંવાર કહ્યું પણ ત્યાં તેમને મોટી હાર મળી હતી. અનેક નેતાઓનું પક્ષાંતર કરાવ્યા પછી આવી હાલત થઈ હતી.
કોંગ્રેસમાંથી આયાત કરેલાં શંકરસિંહ વાઘેલાના વેવાઈ બળવંત રાજપૂતને રાજ્યસભામાં જીતાડવામાં તેઓ નિષ્ફળ રહ્યાં હતા.
ઉત્તરાખંડમાં શાહ સદંતર નિષ્ફળ
ઉત્તરાખંડમાં કોંગ્રેસની હરીશ રાવતની સરકારને ઉથલાવી રાષ્ટ્રપતિ શાસન લાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મંજૂરી આપી હતી. લોકતંત્રની હત્યા ગણાવી હતી. હાઇકોર્ટે રાષ્ટ્રપતિ શાસનને અવૈધ ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હરીશ રાવત સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. હરીશ રાવત સરકારે બહુમત સાબિત કરી દીધો હતો. કુલ વૈધ 61 મતમાંથી 33 ધારાસભ્યોએ મત હરીશ રાવત સરકારના પક્ષમાં આવ્યા હતા. આ રીતે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટી ગયુ હતું. જેમાં ભાજપના નેતાઓની મોટી નિષ્ફળતા રહી હતી.
પ્રશાંત કિશોરે
જાહેરાત કરી હતી કે, અમિત શાહ નિષ્ફળ રાજકીય મેનેજર છે.
મમતા બેનરજીના ચૂંટણી-વ્યૂહકાર પ્રશાંત કિશોર (પી.કે.)એ પત્રકાર-સંવાદમાં જણાવ્યું કે ”મારે કહેવું જ જોઇએ કે અમિત શાહને વધુ પડતો ભાવ આપવામાં આવી રહ્યો છે. તેઓ એક સંકટરૂપ બની રહે એવા નેતા છે. તેઓ નિષ્ફળતાનો પર્યાય છે. (બંગાળ-ચૂંટણી)માં અમે ત્રીજીવાર સામસામે ટકરાયા હતા. ત્રણે ય વાર મેં એમને હરાવ્યા છે. બિહાર, દિલ્હી, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં અમિત શાહ મારી સામે હતા. ત્રણેયમાં મેં તેમને શરમજનક હાર આપી છે. કોઈ કઈ રીતે કહી શકે કે તેઓ ચાણક્ય છે. અમિત શાહ કોઇ પણ કામ માટે ઉપયોગી ના થાય એવા રાજકીય મેનેજર છે, એમ પ્રશાંત કિશોરે પત્રકારોને જણાવ્યું.
ખેલદિલીવિહોણું વર્તન
પશ્ચિમ બંગાળમાં કારમી હાર પછી ખેલદિલીવિહોણા વર્તન બદલ ભાજપના નેતાઓના માથે માછલાં ધોવાઈ રહ્યાં હતા. અમિત શાહ અને જે.પી.નડ્ડા ટીકાનો સૌથી વધુ ભોગ બન્યા હતા. બંનેમાં હારને પચાવવાની તાકાત જ નથી. એવું પીકેએ કહ્યું હતું. ડાબેરીઓ સામે હાર પછી શાહ-નડ્ડા ગાયબ હતા.
રાજસ્થાનમાં ગેહલોતની સરકારને ઉથલાવવા માટે અમિત શાહે વિલનનો રોલ ભજવ્યો હતો. જેમાં તેઓ સફળ થયા ન હતા.
મોદી-શાહ છાપ રાજકારણને ફટકો
પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદી-અમિત શાહ છાપના રાજકારણની પ્રચંડ હારથી પક્ષના વર્તુળોમાં અસંતોષ ઊભો થયો હતો. શાહ 21 વખત બંગાળ ગયા હતા.
પશ્ચિમ બંગાળના પરાજ્ય અંગે શાંત રહેવાનું પસંદ કર્યું હતું. જૂના જોગીઓ ખાનગીમાં શાહની જોડીને દોષ દઇ રહ્યા હતા.
અમિત શાહ ગુજરાતની મુલાકાતે વારંવાર આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષ 2014થી કેન્દ્ર સરકારમાં અને રાજનીતિમાં રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ સક્રિય તથા કાર્યરત્ થયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2021માં 10 વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.
તેઓ 2014થી દર વર્ષે સરેરાશ 15 વખત આવતાં રહ્યાં છે. રાજ્ય સરકારમાં અને પક્ષમાં દખલ કરતાં રહ્યાં છે. પાટીલ આવ્યા ત્યારથી પક્ષમાં તેમની દખલ રહી નથી.
મોવડીમંડળની દખલગીરી થતી રહી છે.
ચૂંટણીઓ આવવાની હોય એટલે બંનેની મુલાકાતો વધી જાય છે.
શહેરી મતદારો ભાજપ માટે છે. ગ્રામ્ય સ્તરે શાહ નથી.
અમિત શાહે વર્ષ 2020માં ગુજરાતની 4 વખત મુલાકાત લીધી હતી.
અમિત શાહ ગુજરાતની મુલાકાતે હોય છે ત્યારે ગુજરાતના નેતૃ્ત્વમાં ફેરફારની અટકળો શરૂ થઈ જતી હોય છે. આવું શા માટે થતું હોય છે તે લોકો સમજી શકતા નથી. જ્યારે રૂપાણીને બદલવાના હતા ત્યારે તેઓ એકાએક આવીને જતાં રહ્યાં છતાં કોઈને ખબર પણ ન પડી.
—————–
રેફરંસ —–
૪૯ વર્ષની સૌથી ઓછી ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું એ કાંઈ નાનીસુની વાત નથી. તેમના અધ્યક્ષ કાળમાં ભાજપ ૧૧ કરોડ કાર્યકર્તાઓની પાર્ટી બની છે જે વિશ્ર્વમાં સૌથી મોટી પાર્ટી હોવાનો કીર્તિમાન છે. તેમના અધ્યક્ષકાળમાં જ ૧૦ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી તથા ૪ રાજ્યોમાં સહયોગ સાથે ૬૭ ટકા વસ્તી પર ભાજપનું શાસન ચાલી રહ્યું છે. આજદિન સુધી અમિત શાહ લગભગ ૪૨ નાની – મોટી ચૂંટણીઓ લડી ચૂક્યા છે પરંતુ હજી સુધી તેમને હારનો સામનો નથી કરવો પડ્યો. એવું કહેવાય છે કે તેઓ રોજ અંદાજે ૫૫૦ કિમી ટ્રાવેલ કરે છે. જ્યાં બધા અટકી જાય છે ત્યાં અમિત શાહ કામ સંપ્ન્ન કરી સફળતાનો ધ્વજ લહેરાવે છે. ભારતીય રાજકારણમાં તેમણે મેળવેલ આવી અકલ્પનીય સિદ્ધિઓએ તેમને આજના યુગના આધુનિક ચાણક્ય, કિંગમેકર, માસ્ટરમાઈન્ડ જેવા બિરુદ અપાવ્યા છે.
અમિત શાહનો જન્મ ૨૨ ઓક્ટોબર, ૧૯૬૪ના રોજ મુંબઈના ધનવાન પરિવારમાં થયો. તેમનું બાળપણ માણસામાં વીત્યું અને શાળાકીય અભ્યાસ પણ ત્યાં જ પૂરો કર્યો. ત્યારબાદ તેમનો પરિવાર અમદાવાદ આવી ગયો. યુવાવસ્થામાં તેઓ મહાન રાષ્ટ્રનાયકોની વાતો વાંચતા અને તેનાથી પ્રેરણા પામી માતૃભૂમિની સેવા કરવાનું સ્વપ્ન જોતા. અહીં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને રાષ્ટ્રપ્રીતિથી પ્રભાવિત થયા અને આરએસએસમાં યુવાવયે જોડાયા. આરએસએસની વિદ્યાર્થીપાંખ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ચાર વર્ષ કામ કર્યું.
આ દરમિયાન અમદાવાદમાં બાયોકેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન સાથે કોલેજ પૂર્ણ કરી. શરૂઆતમાં તેઓ પ્લાસ્ટિક પાઈપનો પારિવારિક બિઝનેસ સંભાળતા હતા. આ ઉપરાંત શેરબ્રોકર તરીકે કામ કર્યું. જોકે આ બધામાં કાંઈ જામ્યું નહીં. એમનું દિલ-દિમાગ તો રાષ્ટ્ર માટે કાંઈ કરવાની ઝંખના ધરાવતું હતું.
૮૦ના દાયકામાં આરએસએસની પોલિટિકલ વિંગ તરીકે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થાય છે અને ૧૯૮૪-૮૫માં અમિત શાહ તેના સભ્ય બને છે. બીજેપીના એક સાધારણ કાર્યકર્તાથી તેમની કારકિર્દીની શરૂઆત થાય છે. અમદાવાદ નારણપુરા વોર્ડમાં ચૂંટણી એજન્ટ તરીકે અને ત્યારબાદ આ વોર્ડના સેક્રેટરી તરીકેની સફળ કામગીરી નિભાવતાં તેમને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી તરીકે પ્રોત્સાહક પ્રમોશન મળે છે. આ પછી ભાજપા (ગુજરાત)ના સ્ટેટ સેક્રેટરી, સ્ટેટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે યુવાવર્ગમાં ભાજપાનો બેઝ મજબૂત કર્યો.
અમિત શાહને પહેલો મોટો બ્રેક મળ્યો ૧૯૯૧માં, જ્યારે દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી માટે ગાંધીનગર ચૂંટણી ક્ષેત્રમાં પ્રચાર કરવાની જવાબદારી મળી. અહીં તેમણે ચૂંટણી કેમ્પેઈન સફળતાપૂર્વક સંભાળ્યું અને લાલકૃષ્ણ અડવાણીની પણ નજીક આવ્યા. બીજીવાર આવી તક મળી ૧૯૯૬માં જ્યારે અટલ બિહારી વાજપાયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આ ચૂંટણીમાં પણ અમિતભાઈએ પ્રચારનો કાર્યભાર યશસ્વી રીતે સંભાળ્યો અને ત્યારથી તેઓ ચૂંટણી નિષ્ણાત તરીકે ઓળખાવા લાગ્યા.
૧૯૯૫માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વાર સરકાર રચાઈ અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. જોકે ભાજપનો એ કાર્યકાળ ટૂંકો રહ્યો. છતાં એ સમય દરમિયાન પણ અમિત શાહની પ્રતિભાનો પરિચય લોકોને મળ્યો. અમિત શાહને ગુજરાત સ્ટેટ ફાઈનાન્સિયલ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યાં. તેમણે કંપનીને ૨૦૦ ટકા નફો કરતી કરી અને શેરબજારમાં લિસ્ટ પણ કરાવી.
અમિત શાહની રાજકીય કારકિર્દી ૧૯૯૭માં સરખેજ વિધાનસભા સીટ પર ૨૫,૦૦૦ મતોથી પેટાચૂંટણી જીતીને શાનદાર રીતે શરૂ થઈ. ૧૯૯૮માં ફરીવાર થયેલ ચૂંટણીમાં તેઓ સરખેજ વિધાનસભા બેઠક પરથી લડ્યાં અને ૧.૩૦ લાખ વોટથી વિજયી બન્યા.
આ સમયગાળામાં કોંગ્રેસની સહકારી સંસ્થાનો પર મજબૂત પકડ હતી. અમિત શાહે જોયું કે ચૂંટણી જીતવા અને શાસન ચલાવવા આ સેક્ટરનું ખૂબ મહત્ત્વ છે અને જ્યાં સુધી ભાજપ અહીં વર્ચસ્વ નહીં સ્થાપે ત્યાં સુધી સત્તા મેળવવા ભારે સંઘર્ષ કરવો પડશે. આથી તેમણે ગુજરાતની સહકારી બેંકો, દૂધ મંડળીઓ અને ખેતીવાડી સમિતિઓને ગંભીરતાથી લઈ તેની ચૂંટણીઓ માટે ખાસ સ્ટ્રેટેજી બનાવી એક પછી એક જગ્યાએ કબજો કરવા માંડ્યો. અમિત શાહની આ રાજનીતિ અસરકારક નીવડી. ગુજરાતની મહત્ત્વપૂર્ણ સહકારી સંસ્થાનોમાં વિજય મળતાં ગામડાઓ અને નગરોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા અને સામર્થ્ય બંનેમાં વધારો થયો. ૧૯૯૯માં તેઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓ. બેંક (એડીસીબી)ના પ્રમુખપદે ચૂંટાયા. તેમની ચેરમેનશિપ હેઠળ એશિયાની સૌથી મોટી સહકારી બેંક – અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેંક ફક્ત એક જ વર્ષમાં નફો કરતી થઈ. દશકમાં પહેલીવાર આ બેંકે ડિવિડન્ડ પણ જાહેર કર્યું. અમિત શાહને ૨૦૦૧માં બીજેપીની કો-ઓપરેટિવ કમિટીના રાષ્ટ્રીય કન્વીનર બનાવવામાં આવ્યા. આ અમિત શાહની રાજકીય કુનેહ, વ્યાવસાયિક ક્ષમતા, પરિપક્વતા અને અનુભવનું પરિણામ હતું. જોકે હજી આ શરૂઆત હતી, અમિત શાહને આનાથી આગળ ઘણા મોટા મુકામ પર પહોંચવાનું હતું…!
૨૦૦૧થી ગુજરાતના ફલક પર એક એવા વ્યક્તિનું આગમન થાય છે જે ગુજરાત તેમજ ભારતનું ભાવિ ઘડવાના છે. નામ એમનું નરેન્દ્ર મોદી. ભાજપનું મોવડીમંડળ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીને ગુજરાતના નાથ બનાવે છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને આરએસએસના સંનિષ્ઠ કાર્યકર હોવાથી ૧૯૮૩થી તેઓ એકબીજાને સારી રીતે ઓળખે છે. આ બંને વ્યક્તિનું ટ્યૂનિંગ ગુજરાતની રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યું.
૨૦૦૨માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વાર તેઓ સરખેજમાંથી ચૂંટણી લડ્યા અને આ વખતે ૧,૫૮,૦૩૬ વોટની જંગી લીડથી વિજયી બન્યા. અમિત શાહની પ્રતિભા અને રાજકીય કદ આભને આંબવા માંડ્યા હતા. તેમને પ્રથમવાર ગૃહ, પરિવહન વગેરે જેવા મહત્ત્વપૂર્ણ વિભાગમાં પ્રધાન બનાવવામાં આવ્યા. આ દરમિયાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ વ્યક્તિત્વ અને અમિત શાહની મહેનતે ભાજપને મજબૂત બનાવ્યું. ગુજરાતમાં મોટાભાગની જગ્યાએ કેસરિયો લહેરાવા લાગ્યો. અલબત્ત, ૨૦૦૨માં ગોધરાકાંડના છાંટા તેમના પર ઉડ્યા, પરંતુ સફળતાપૂર્વક સામનો કરી કાયદાકીય રીતે પોતાની નિર્દોષતા પૂરવાર કરી.
૨૦૦૭માં ફરી એકવાર ગુજરાતમાં ઈલેક્શન થયું. અમિત શાહ સરખેજ સીટ પર ચૂંટણી લડ્યા અને આ વખતે ૨,૩૨,૮૩૨ જેટલા જંગી વોટથી જીતી અનેક નવા કીર્તિમાન રચ્યા. અમિત શાહની ઈલેક્શન જીતવા માટેની સ્ટ્રેટેજી, કેમ્પેઈન, ગ્રાઉન્ડવર્ક, સંપર્ક અને તેમણે કરેલા કામનો બેઝ એટલો મજબૂત છે કે ચૂંટણીમાં હરાવવા મુશ્કિલ જ નહીં નામુમકિન છે એ ફરી એકવાર સાબિત થયું.
ગુજરાતમાં ભાજપે શાનદાર રીતે સત્તા ટકાવી રાખી. આ વખતે અમિત શાહના પોર્ટફોલિયોમાં ગૃહ, ટ્રાન્સપોર્ટ, પ્રોહિબિશન, પાર્લામેન્ટરી અફેર્સ, લૉ એન્ડ એક્સાઈઝ વગેરે જેવા મહત્ત્વપૂર્ણ વિભાગ મળ્યા. ૨૦૦૭માં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ બન્યા તેમજ કોંગ્રેસના ૧૬ વર્ષના એકહથ્થુ શાસનનો અંત કર્યો.
૨૦૧૦થી અમિત શાહને કપરા સમયનો સામનો કરવો પડ્યો. સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટરના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ, થોડો સમય જેલમાં પણ રહેવું પડ્યું. બે વર્ષ ગુજરાતની બહાર જવું પડ્યું. જોકે એમાં તેમની સંડોવણી હોવાના કોઈ પુરાવા ના મળતાં કોર્ટ તેમજ સીબીઆઈએ તેમને આરોપ મુક્ત કર્યા. તેમના પર લાગેલા આરોપો ‘રાજકારણ પ્રેરિત’ હોવાનું સાબિત થયું. આ સમય દરમિયાન તેમને ગુજરાતમાં આવવા પર પ્રતિબંધ હતો, અનેક કાયદાકીય વાંધા-વિરોધ વચ્ચે પણ તેમનો આત્મવિશ્ર્વાસ અકબંધ હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કેટલીયવાર જણાવ્યું હતું કે મને ફસાવવાની કોશિષ થઈ રહી છે પણ હું તેમાંથી બહાર આવીશ.
૨૦૧૨માં ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં તેમની એન્ટ્રી થાય છે. તે સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથા પર હતી. અમિતભાઈ જેવા ચૂંટણી એક્સપર્ટ અને માસ્ટરમાઈન્ડ નેતાની નરેન્દ્ર મોદીને પણ જરૂર હતી. આ વખતે અમિત શાહ સરખેજના બદલે નારણપુરા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને સાઈઠ હજાર વોટથી વિજયી બન્યા. ધારાસભ્ય તરીકે અમિત શાહની આ સળંગ ચોથી જીત હતી. ભાજપના મોવડીમંડળે પણ તેમની ક્ષમતા અને પ્રતિભાની નોંધ લઈ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો નિર્ણય કર્યો. ૨૦૧૩માં તેમને ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. ૨૦૧૪ લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનું આ ખૂબ મહત્ત્વપૂર્ણ પગલું હતું.
અમિત શાહ જાણતા હતા કે ૨૦૧૪ના લોકસભા ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા એ અઘરું કામ છે. ચૂંટણીના દાવપેચ ખેલવામાં નિષ્ણાત અમિત શાહ તેમના પાસા ગોઠવવા માંડ્યા. તેઓ જાણતા હતા કે કેન્દ્રમાં સત્તા પર આવવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી આવે છે. યુપીમાં મહત્તમ સીટ મળે તો જીતવાનું થોડું આસાન થઈ શકે છે. અમિત શાહે યુપીમાં ધામા નાંખી દીધા. યુપીના એકએક શહેરની ગલીઓથી માંડી ગામડાઓમાં ખૂબ રખડપટ્ટી કરી, કાર્યકર્તાઓમાં જોશ ભર્યો. દરેક બેઠકના પ્લસ-માઈનસ પોઈન્ટ નોંધી એના પર કામગીરી શરૂ કરી. એક એક ઉમેદવારના સિલેક્શન પાછળ તેમણે તથા કેન્દ્રીય ટીમે ખાસ્સી મહેનત કરી. નરેન્દ્ર મોદીએ પણ યુપીમાં અનેક સભાઓ ગજવી માહોલ બનાવી દીધો. અંતે જ્યારે મે ૨૦૧૪માં લોકસભાના પરિણામ આવ્યા ત્યારે ભારતની જનતા આશ્ર્ચર્યચકિત થઈ ગઈ. યુપીમાં ભાજપે ૮૦માંથી ૭૩ સીટ મેળવી વિરોધીઓના સૂપડા સાફ કરી નાંખ્યા. યુપીમાં કોઈ રાજકીય પંડિતે પણ વિચાર્યું ન હતું કે આવો કરિશ્મા થઈ શકે છે. ઓલ ક્રેડિટ ગોઝ ટૂ અમિત શાહ. ઉ.પ્ર.માંથી પ્રચંડ જીત મળી તો સમગ્ર દેશમાંથી પણ વ્યાપક જનસમર્થન મળ્યું. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૨૭૨ના જાદુઈ આંકથી વધુ સીટ મેળવી સત્તાપ્રાપ્તિ કરી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે ભારત દેશના વડાપ્રધાન બન્યા. એવું કહેવાય છે કે ૮૦-૯૦ના દાયકામાં જ્યારે અમિત શાહ અને મોદી વચ્ચે ગાઢ મિત્રતા થઈ ત્યારે એકવાર તેમણે કહ્યું હતું કે નરેન્દ્રભાઈ, તમે ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન બનવાના છો. ઓફિશિયલી આ વાત ક્યાંય નોંધાઈ નથી પણ એક વાત જરૂર બતાવે છે કે એ સમયથી જ અમિત શાહ નરેન્દ્ર મોદી સાથે પડછાયાની માફક રહ્યાં છે.
અમિત શાહ હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાતા, મહત્ત્વપૂર્ણ વ્યક્તિ બની ગયા. ભારતીય જનતા પાર્ટીએ તેમની નિષ્ઠા, કાર્યશૈલી, ક્ષમતા અને રાજકીય કુનેહને ધ્યાનમાં લઈ ૨૦૧૪માં રાષ્ટ્રીય અઘ્યક્ષ તરીકે પદપ્રતિષ્ઠા કરી. અમિત શાહની મહેનત અને વિઝનનું આ પરિણામ હતું કે એક સામાન્ય કાર્યકર્તા આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમણે હવે સમગ્ર ભારતને કેસરીયા રંગે રંગવા પ્રવાસ શરૂ કર્યા. દરેક જિલ્લા અને રાજ્યોમાં ભાજપની મેમ્બરશિપનું ‘મહાસંપર્ક અભિયાન’ આદર્યું. આ કારણે ભાજપ ૧૧ કરોડથી વધુ સભ્યો ધરાવતી વર્લ્ડની સૌથી મોટી પાર્ટી બની.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોમ્બિનેશન ભાજપને ફળ્યું છે. આજે લગભગ ચૌદ રાજ્યોમાં ભાજપની સત્તા આ બંને મહાનુભાવોના પ્રયાસ અને પ્રભાવને કારણે છે. તાજેતરમાં જ બનેલ ઘટનાક્રમમાં બિહારમાં નીતિશકુમારે અચાનક રાજીનામું ધરી દીધું ત્યારે આવેલ તકને ઝડપી નીતિશકુમારને ટેકો જાહેર કરી ભાજપ બિહારમાં પણ સત્તા ભાગીદાર બન્યું. આ બધામાં અમિત શાહનો ખૂબ મહત્ત્વપૂર્ણ રોલ રહ્યો છે. તો ગુજરાતમાં હાલમાં જ યોજાયેલ રાજ્યસભાની અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને વિજયી બન્યા જ્યારે ખૂબ અફરાતફરીના અંતે એહમદ પટેલ સામે બળવંતસિંહ હાર્યા હતા. તેમણે પોતાનો ચૂંટણી જીતવાનો રેકોર્ડ કાયમ રાખી પ્રથમવાર રાજ્યસભાના સાંસદ તરીકે એન્ટ્રી કરી છે.
અમિત શાહને રાજકારણ ઉપરાંત રસ હોય તો તે છે ચેસ અને ક્રિકેટમાં. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનનું અધ્યક્ષપદ છોડયા પછી તેઓ તેના અધ્યક્ષ બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જીસીએનું ફંડ ૨૨ કરોડથી ૧૬૩ કરોડનું થયું. એ સમયે બીસીસીઆઈ તરફથી નિયમ હતો કે કોઈપણ ક્રિકેટર ૨૪ રણજી મેચ રમ્યો હોય તો જ તેને પેન્શન મળે પણ અમિત શાહે ગુજરાતના ક્રિકેટરો માટે લાભદાયક નિયમ બનાવી ફક્ત એક જ મેચ રમ્યા હોય તેને પણ આજીવન પેન્શન મળે તેવી સિસ્ટમ લાવ્યા.
તેમના પરિવારમાં પત્ની સોનલ શાહ અને પુત્ર જય શાહ છે. ગત વર્ષે યોજાયેલ તેમના પુત્ર જયના ભવ્યાતિભવ્ય લગ્નસમારોહમાં સમગ્ર ભાજપનું કેન્દ્રીય મંડળ તથા દેશની નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી. તેમને સોમનાથ મહાદેવ પર આસ્થા છે અને અહીં ટ્રસ્ટી પણ છે. તેઓ જેલમાં હતા ત્યારે પણ ભગવદ્ગીતા વાંચતા અને સંભળાવતા. ગમે તેટલી વ્યસ્તતા હોય તેમ છતાં તેઓ નિયમિત ડાયરી લખે છે. કાર્યકર્તાઓના ફોન ક્યારેય લેવાનું ચૂકતા નથી.
————
56 વર્ષના થયા અમિત શાહ, શેરબ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધીની સફર પર એક નજર
October 22, 2020
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આજે 56 વર્ષ પૂરા થયા. તેમનો જન્મ 22મી ઑક્ટોબર 1964ના રોજ મુંબઇના સંપન્ન ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કુસુમબેન અને પિતાનું નામ અનિલચંદ્ર શાહ છે. અમિત શાહને હાલ રાજનીતિના ચાણક્ય મનાય છે. જો કે તેમની શેર બ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધીની સફર ખૂબ જ દિલચસ્પ છે. અમિત શાહે જ્યારે ભાજપના અધ્યક્ષની કમાન સંભાળી ત્યારથી પાર્ટીએ કેટલાંય મુકામ પ્રાપ્ત કર્યા. જો કે તેમને રાજનીતિ વારસામાં મળી નથી. અમદાવાદથી બાયોકેમેસ્ટ્રી સાથે બીએસસી કર્યા બાદ અમિત શાહે પોતાના પિતાના પ્લાસ્ટિકના પાઇપના વેપારને સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે સ્ટોક માર્કેટમાં પગ મૂકયો અને શેરબ્રોકર તરીકે કામ કર્યું. જ્યારે રાજકારણમાં પગ મૂકયો પછી પાછુ વળીને જોયું નથી.
શાહ 16 વર્ષની ઉંમર સુધી પોતાના પૈતૃક ગામ માણસામાં જ રહ્યા અને સ્કૂલનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ. ત્યારબાદ તેમનો પરિવાર અમદાવાદ શિફ્ટ થયો તેઓ અમદાવાદ આવી ગયા. તેમણે અમદાવાદથી જ પોતાનો બીએસસીનો અભ્યાસ પૂરો કર્યો.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ શુક્રવારે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. અમિત શાહ અને મોદી ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારના સમયથી સાથે જ કામ કરી રહ્યાં છે. રાજકારણમાં મોદી અને શાહને જય અને વીરૂની જોડી કહેવામાં આવે છે. એક નાના શેર બ્રોકરથી ભારતીય રાજનીતિના શહેનશાહ બનવાની અમિત શાહની કહાની કોઈ ચમત્કારથી ઓછી નથી.
16 વર્ષની ઉંમરમાં સ્વયંસેવક બની ગયા અમિત શાહ
અમિત શાહે 1980ની સાલમાં 16 વર્ષની ઉંમરમાં આરએસએસ સાથે જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા બની ગયા હતા. શાહ પોતાની કાર્યકુશળતા અને સક્રિયતાના દમ પર અંદાજે બે વર્ષ બાદ એટલે કે 1982મા એબીવીપીના ગુજરાત એકમના સંયુકત સચિવ બન્યા. અહીં તેમની વડાપ્રધાન મોદી સાથે 1986મા મુલાકાત થઇ અને આ મુલાકાત દોસ્તીમાં બદલાય ગઇ હતી.
પહેલી વખત સરખેજ સીટ પરથી ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા અમિત શાહ
અમિત શાહે 1997ની સાલમાં પહેલી વખત ગુજરાતની સરખેજ વિધાનસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર તરીકે ધારાસભ્ય પદ માટે નામાંકન ભર્યું અને ભારે બહુમતથી વિજય થયા. વિધાનસભા ક્ષેત્રમાં અમિત શાહની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લાગે છે કે આવનારી દરેક ચૂંટણીમાં તેમની જીતનું અંતર સતત વધતું ગયું.
અટલ-અડવાણી બાદ મોદી-શાહની જોડી
અટલ-અડવાણી બાદ મોદી-શાહની જોડી બાદ ભારતીય રાજનીતિમાં જાદૂ કર્યું છે. વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં અમિત શાહને ભાજપના ચાણક્યના માનવામાં આવે છે. તેઓ રણનીતિ બનાવવામાં અને તેને સક્રિયતા પૂર્વક લાગુ કરવામાં માહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ફક્ત PM ઉપરાંત કોઈ પણ રાજકારણી અમિત શાહ જેવું કદ વધારવામાં નિષ્ફળ નિવડ્યા છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં અમિત શાહને ગાંધીનગરની લોકસભા બેઠક પરથી જબરદસ્ત 5.50 લાખ મતોથી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ બેઠક પર અમિત શાહે લાલકૃષ્ણ અડવાણીના વિજયનો રેકોર્ડ પણ તોડ્યો છે.
ગુજરાત સરકારમાં 2002મા મંત્રી બન્યા અમિત શાહ, 12 મંત્રાલયની જવાબદારી સાચવી
અમિત શાહ પહેલી વખત 2002મા મંત્રી પદના શપથ લીધા. ત્યારબાદ તેમણે ગુજરાત સરકારના મંત્રી તરીકે ગૃહ , સંસદીય કાર્ય, વિધિ અને આબકારી જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સંભાળી. 2006મા અમિત શાહ ‘ગુજરાત ચેસ સંઘ’ના અધ્યક્ષ બન્યા અને તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાતમાં પહેલી વખત શતરંજની રાષ્ટ્રીય પ્રતિયોગિતા ‘નેશનલ બી’ આયોજીત થઇ. ત્યારબાદ અમિત શાહને 2009મા અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ અને ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસીએશનના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાયા. વર્ષ 1989થી અત્યાર સુધી અમિત શાહ 29 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં તેમને ક્યારેય પરાજયનો સામનો કરવો નથી પડ્યો. તેઓ ગુજરાતમાં 4 વખત સતત 1997,1998,2002 અને 2007માં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાં પણ મોદી સરકારના વિશ્વાસુ સહયોગી હતા. એક સમયે તેઓ 12 મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂક્યા છે. જેમાં ગૃહ, ન્યાય, જેલ, સીમા સુરક્ષા, નાગરિક રક્ષા, આબકારી, ટ્રાન્સપોર્ટ, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, પોલીસ હાઉસિંગ વગેરેનો સમાવેશ થાય છે.
મુશ્કેલીનો સામનો
વર્ષ 2010માં અમિત શાહને શોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં જેલમાં ધકેલવામાં આવ્યા હતા. અમિત શાહને ગુજરાતની બહાર રહેવાની શરત પર જામીન મળ્યા હતા. જે બાદ તેઓ 4 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બની ગયા. રાષ્ટ્રીય રાજનીતિમાં અમિત શાહનો ઉદય ચમત્કાર કરતા સહેજ પણ ઓછો નથી. જામીન મળ્યા બાદ સાબરમતી જેલમાં છૂટતી વખતે તેમણે જણાવ્યું હતું કે, હાલ તો હું જઈ રહ્યો છું, પરંતુ મને નજરઅંદાજના કરો. હું જરૂર પાછો આવીશ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા શાહ
ચાણક્ય માનવામાં આવતા અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે મળીને ભાજપને લોકસભા અને વિધાનસભાની અનેક ચૂંટણીઓમાં વિજય અપાવ્યો છે. અમિત શઆહની ક્ષમતાને જોતા ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ એ 2014ના રોજ લોકસભાની ચૂંટણી પહેલાં તેમને રાષ્ટ્રીય મહાસચિવ બનાવીને 80 સાંસદોવાળા ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા. ત્યારબાદ 2014ની લોકસભામાં ભાજપે ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટોમાંથી 71 સીટો પર ઐતિહાસિક જીત નોંધાવી હતી. ત્યારબાદ જુલાઇ 2014મા અમિત શાહને ભાજપને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. તેઓ પાર્ટીના સૌથી યુવા અધ્યક્ષ છે. વર્ષ 2014માં અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને 2015માં તેમની આગેવાનીમાં પાર્ટીએ 10 કરોડ સભ્યોના જાદૂઈ આંકડાને પાર કર્યો, જે એક ઈતિહાસ છે. અમિત શાહના નેતૃત્વમાં ભાજપ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને અસમ વિધાનસભા ચૂંટણીઓમાં 2016માં વિજયી બન્યું હતું. જો કે દિલ્હી, બિહાર, છતીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પાર્ટીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભવ્ય વિજય અપાવ્યો અને મણીપુર અને ત્રિપુરા જેવા પૂર્વના રાજ્યોમાં ભાજપની પક્કડ મજબૂત બનાવી.
તેમણે 24 જાન્યુઆરી 2016ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરી પસંદ કરાયા અને તેઓ અત્યાર સુધી આ પદ પર બનેલા છે. બીજી વખત જ્યારે મોદી સરકાર લોકસભા ચૂંટણી જીતીને કેન્દ્રની સત્તામાં આવી તો અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવ્યા. ત્યારબાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવા જેવા કેટલાંય ઐતિહાસિક પગલાં ઉઠાવ્યા.
————
શું અમિત શાહ ભાજપના સૌથી શક્તિશાળી અધ્યક્ષ છે?
15 સપ્ટેમ્બર 2018
આવું સાહસ અને ઝનૂન જ અમિત શાહની ઓળખ છે જેની ધાક માત્ર વિપક્ષમાં જ નહીં પણ પક્ષના જૂના નેતાઓમાં પણ છે.
જોકે, શાહની કામ કરવાની રીત ભાજપના પહેલાંના 10 અધ્યક્ષ કરતાં અલગ છે. 1980માં બનેલી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી સહિત તમામ નેતાઓ સાથે મારી મુલાકાત થઈ છે.
પક્ષની રચના થઈ ત્યારથી માંડી 18 વર્ષ સુધી એટલે કે 1998 સુધી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીએ વારાફરતી પક્ષના અધ્યક્ષ પદને સંભાળ્યું.
જ્યારે પ્રથમ વખત એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે આરએસએસના ફુલટાઇમર જેવા કે કુશાભાઉ ઠાકરે, જન કૃષ્ણમૂર્તિ, બંગારુ લક્ષ્મણ આરએસએસના આશીર્વાદથી પક્ષના અધ્યક્ષ બન્યા.
આની પાછળનો હેતુ એ હતો કે અગ્રણી લોકો સરકાર અને રાજકારણ સંભાળશે અને આ લોકો પાર્ટી અને સંગઠન વચ્ચે એક કડીરૂપ બનશે.
આરએસએસના આશીર્વાદ
નીતિન ગડકરી અને રાજનાથ સિંહ એવા બે અધ્યક્ષ રહ્યા જેમણે રાજકારણ અને સંગઠન બન્નેને સંભાળ્યાં. રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા.
જોકે, આ બન્નેને આરએસએસનું પીઠબળ હતું અને તેઓ નાગપુરની વાત માનતા પણ હતા.
જોકે, અમિત શાહ અલગ જ છે. તેઓ વડા પ્રધાનના આદેશને માન આપે છે અને તેમના પોતાના નિર્ણયોનું પણ ભારે વજન પડે છે.
સંઘ પણ એમની વાત માને છે કારણ કે શાહ-મોદીની સત્તાનો સૌથી મોટો લાભ સંઘને જ મળ્યો છે.
ભાજપના ઐતિહાસિક દ્રષ્ટિએ બે સૌથી મહત્ત્વના નેતા, વાજપેયી અને અડવાણીને પણ શાસનકાળ દરમિયાન સંઘ સાથે ઘણી વખત તણાવ અને મતભેદનો સામનો કરવો પડ્યો છે.
અત્યારે જો કોઈ અસંતોષ કે મતભેદ છે તો તે જાહેરમાં નથી. લોકો અમિત શાહથી ડરે છે અને આખાબોલી મનાતી ભાજપ પાર્ટી આજે સંગઠિત છે અને પોતાના અધ્યક્ષના ચીંધેલા માર્ગે જ ચાલે છે.
વાજપેયી અને અડવાણીનું કાર્યકર્તાઓએ અલગ રીતે સન્માન કર્યું પણ કોઈને ક્યારેય પણ એમનાથી બીક રહી નથી.
મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ
ભાજપની હાલની રાષ્ટ્રીય કાર્યકારિણીએ એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે શાહ ભાજપના સૌથી શક્તિશાળી અધ્યક્ષ છે.
તેઓ વ્યૂહરચના ઘડવાની સાથે-સાથે રાજ્યમાં પ્રચાર પણ કરે છે. તેમને હોદ્દાની દ્રષ્ટિએ વડા પ્રધાન બાદ બીજા નંબરે મૂકી શકાય.
જોકે, જે રીતે તેઓ જાહેર રેલીઓ કરે છે તે પરથી તો એવું લાગે છે કે તેઓ પોતાની જાતને એક વ્યૂહરચના ઘડનાર કરતાં કંઈક વધારે માને છે.
તેઓ જનનેતા હોવાની મહત્વાકાંક્ષા તો ધરાવે છે પણ એમની તાકાત છે નરેન્દ્ર મોદીની એમના પરની નિર્ભરતા.
આ બન્નેનું ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલું છે. એકબીજા વગર તેઓ અધૂરા છે.
આવું પ્રથમ વખત છે કે સત્તાનું કેન્દ્ર અધ્યક્ષ પાસે છે. એમને પડકાર ફેંકનાર બીજું કોઈ પાવર સેન્ટર નથી.
અમિત શાહને એ વાતનું શ્રેય આપી શકાય કે તેઓ દરેક વખતે કામ કરે છે અને વિપક્ષને સંભાળવાની દરેક વ્યૂહરચના તેઓ જાણે છે.
ગુજરાતમાં પણ તેમના સમયમાં જ એ વાત સામે આવી કે તે એક ઉમદા ચૂંટણી પ્રબંધક છે જેમની ખાસિયત એ હતી કે ભાજપના વિરોધીઓની સામે નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોને ઊભા કરવા જેના પરિણામે વિપક્ષના મત ઘટી જતા હતા.
જેટલી, અમિત શાહ, મોદી અને આડવાણી
ગુજરાતની વ્યૂહરચનાને ભારતના બીજા ભાગોમાં પણ સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી અને મોદી-શાહના રાજમાં ભાજપ ઐતિહાસિક રીતે દેશની સૌથી અમીર પાર્ટી (ચૂંટણી પંચનાં આંકડા અનુસાર) તરીકે ઊભરી છે.
સાથી પાર્ટીઓને જરૂરિયાત અનુસાર ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને સાથે-સાથે કાર્યકર્તા અને રાજકારણના ફેલાવા માટે પણ નાણાંની અછત વર્તાતી નથી. રાજકારણના આ ક્રૂર મૉડલને ભાજપમાં લાવવાનું શ્રેય શાહને ફાળે જાય છે.
વિપક્ષી દળોની હંમેશાં એ ફરિયાદ રહી છે કે જો તેઓ વિરોધ કરે છે તો તેમને ઇન્કમ ટૅક્સ અને ઈડીની ધમકી આપવામાં આવે છે.
પણ તાકાત અને નાણાંની એક મર્યાદા હોય છે કારણ કે શાહની કર્ણાટકમાં સરકાર બનાવવાની યોજના નિષ્ફળ ગઈ.
ત્યાં ભાજપને બહુમત ના મળ્યો અને કોંગ્રેસ અને જેડીએસે સાથે મળી સરકાર બનાવી લીધી.
મોદી અને અમિત શાહ
શાહે ગયા વર્ષે એ માટે સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો કે સોનિયા ગાંધીના ભરોસાપાત્ર અહેમદ પટેલ રાજ્ય સભાની સીટ જીતી ના જાય કારણ કે પટેલ પણ આર્થિક રીતે આનો માર્ગ કાઢવામાં કાબેલ હતા.
શાહ હિંદુ-મુસલમાનના મુદ્દા ઉઠાવવામાં એ રીતે ચાલાક છે કે જાતિને લગતા મતભેદો સમાપ્ત કરી વિરોધીઓ સામે એકતા કેળવી શકાય.
2014ની ચૂંટણી દરમિયાન એક ખાસ ચૂંટણી ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવ્યો જેનાથી ઉત્તર પ્રદેશની દરેક સીટનું મૂલ્યાંકન ત્યાંનાં ‘લાગણીશીલ મુદ્દા’ને અનુરૂપ કરવામાં આવ્યું હતું.
તે વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ જ હતા. ઉત્તર પ્રદેશના એ વખતે ભાજપની તરફેણમાં આવેલા ચોંકાવનારા પરિણામે સાબિત કરી દીધું હતું કે નરેન્દ્ર મોદીની સફળતાની ચાવી અમિત શાહના હાથમાં છે.
એ યુદ્ધ કે જેમાં રાણા પ્રતાપ સામે અકબરની ફજેતી થઈ
ગાય-ભેંસ પર્યાવરણ માટે જોખમી કેમ છે
અર્થવ્યવસ્થાની હાલત અને મોદી સરકારના અધૂરા વાયદાઓને જોતાં અમિત શાહની ઊર્જા હવે વિપક્ષને વિભાજીત રાખવામાં જ વપરાશે.
આવનારાં વર્ષ 2019માં શાહની ક્ષમતાઓની ખરી પરીક્ષા તો હશે ‘મોદી પ્રયોગ’ ને આગલા સ્તર સુધી પહોંચાડી શકે છે કે નહીં.
નાના પક્ષોને આ રીતે ધાકમાં રાખવા અને એનું એ રીતે સંચાલન કરવું કે વિપક્ષી એકતાનો માપદંડ 2014માં હતો તે મુજબ જ જળવાઈ રહે અને ભાજપ 31 ટકા વોટ સાથે બહુમત મેળવી શકે.
———
ભાજપના ચાણક્ય અને રાજકારણના શહેનશાહ (The emperor of politics) અમિત શાહની સફળતા પાછળ તેમણે આપેલા યોગદાન- બલિદાનનો મહત્વનો ફાળો છે. મુંબઇમાં જન્મ બાદ માત્ર 13 વર્ષની વયથી જ રાજકારણને ઘર બનાવી લીધું. પરિવારને બહુ ઓછો સમય આપી મોટું બલિદાન આપ્યું. તેમની અથાગ મહેનતથી જ વાજપેયી-અડવાણીના સમયનો ભાજપ આજે સોળે કળાએ ખીલી રહ્યો છે. Amit Shah
અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ સંસદમાં ભાજપની 2 સીટોમાંથી 182 સભ્યોની હાજરી સાથે ભાજપયુગની શરૂઆત કરી હતી. તે સમયને રાજકારણમાં ભાજપનો ઉદયકાળ માનવામાં આવે છે. Amit Shah
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભાજપને અભૂતપૂર્વ સફળતા અને વિસ્તાર આપ્યો. તેમના આ કેસરિયા જોડીના યુગને ભાજપના ‘સુવર્ણકાળ’ તરીકે ઇતિહાસમાં યાદ કરવામાં આવશે.
ભારતને દેખિતે રીતે બે ધ્રુવો પર વહેંચનારા રાજકારણના અશ્વ પર સવાર ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ (The emperor of politics) માં ભાજપ માત્ર સૌથી મોટા પક્ષ તરીકે જ નથી ઊભર્યો પણ પરંતુ રાષ્ટ્રીય સ્તરથી લઇ ક્ષેત્રીય સ્તરની પાર્ટીઓના અસ્તિત્વ માટે જોખમી પક્ષ પણ બની ગયો. Amit Shah
આ પણ વાંચોઃ મોદી સાથેની એક જ મુલાકાત અને અમિત શાહ બન્યા રાજનીતિના શાહ
તેમાં ‘કોંગ્રેસ મુક્ત ભારત’ના ભાજપના સંકલ્પ પાછળ પણ સૌથી મોટો હાથ અમિત શાહનો જ હાથ છે. અમિત શાહ રાજકારણના ફલક પર અત્યારે સર્વોચ્ચ ટોચે (The emperor of politics) છે. તેમની સફળતા પાછળના પરિબળો પર એક નજર કરીએ….
અદભૂત ચૂંટણી સફળતા
વર્ષ 2014માં દેશમાં મોદી લહેરને કારણે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની સરકાર રચાઇ ત્યારે વરિષ્ઠ નેતા રાજનાથ સિંહના સ્થાને ભાજપનું સુકાન (અધ્યક્ષપદ) અમિત શાહના હાથમાં આવ્યું. ખાસ નોંધવાની વાત એ છે કે 2014માં દેશના 8 રાજ્યોમાં NDAની સરકારો હતી.
પરંતુ 2018 સુધી માત્ર 4 વર્ષોમાં તેનો વિસ્તાર 21 રાજ્યોમાં થઇ ગયો. આ આંકડા અમિત શાહના નેતૃત્વને રાજકારણના શહેનશાહ (The emperor of politics) બનાવવા માટે પુરતા છે.
જમ્મુ-કાશ્મીર જેવા મુસ્લિમ વર્ચસ્વવાળા રાજ્યમાં સ્થાનિક પાર્ટી (PDP) સાથે ગઠબંધન કરી પ્રથમ વખત J&Kમાં ભાજપની સરકાર રચવા પાછળ પણ અમિત શાહનું ભેજુ કામ કરી ગયું.
ઉપરાંત ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાજપે નવા ઝંડા ગાઢી દીધા. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર, ગોવા જેવા રાજ્યો ભાજપના હાથમાંથી સરકી રહ્યા હતા. પરંતુ શાહની ચાણક્ય બુદ્વિએ વિરોધીઓના હાથમાંથી સત્તા પાછી આંચકી લીધી.
અયોધ્યામાં રામજન્મ ભૂમિ આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે પણ ભાજપને યુપીમાં એટલી બેઠકો નહતી મળી, જેટલી અમિત શાહના પ્રમુખપદ (The emperor of politics) ના કાળમાં મળી હતી. ભાજપે સાથી પક્ષો સાથે મળી ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 64 બેઠકો કબજે કરી હતી.
યુપીમાં ભાજપનો ડંકો વગાડ્યો The emperor of politics
યુપી વિધાનસભામાં પણ 403માંથી 325 બેઠકોની સંપૂર્ણ બહુમતી ભાજપને અપાવી. સૌથી મહત્વપૂર્ણ તો જે રાજ્ય પશ્ચિમ બંગાળ માટે ભાજપને કોઇ સ્થાન નહતુ. ડાબેરીઓ અને મમતા બેનરજીના વર્ચસ્વ વચ્ચે પણ અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે જમીન તૈયારી કરી દીધી.
એટલું નહીં 2019ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભાજપ માટે કપરા ચઢાણ હતા. ભાજપ સત્તા પાછી મેળવશે કે કેમ તે અંગે સવાલ ઊઠવા લાગ્યા હતા. નોટબંધી, GST સહિતના અનેક મુદ્દે લોકોમાં મોદી સરકાર પ્રત્યે નારાજગી જોવા મળતી હતી.
આ પણ વાંચોઃ Amit Shah Birthday : 13 વર્ષની ઉંમરે સરદાર પટેલની પુત્રી માટે ગલીએ ગલીએ પોસ્ટર લગાવ્યા
આ સમયે પણ અમિત શાહે NDA 350થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. થયું પણ એવું જ બધા ઓપિનિયન પોલ્સને ખોટા સાબિત કરી ભાજપ નેતૃત્વમાં 351 બેઠકો સાથે એનડીની ફરી સરકાર રચાઇ ગઇ.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય જવાનો પર થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું મોજુ ફરી વળ્યું અને તેનો લાભ ભાજપને થયો. તેમ છતાં PM મોદી અને અમિત શાહની સફળ યોજનાને લીધે જ દેશમાં મોદી 0.2ની સરકાર રચાઇ.
વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ
ભાજપનો દાવો છે કે તેના 18 કરોડથી વધુ કાર્યકરો-સભ્યો છે. આ આંકડા તેને વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બનાવે છે. તેમાં પણ ‘દરેક બૂથ મજબૂત’ મંત્રની અમિત શાહની સંગઠન ક્ષમતા પૂરવાર થઇ હતી.
સાથે-સાથે દેશના ખૂણે-ખૂણે સુધી સૌથી અસરકારક પક્ષ બનવા પાછળ સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાળો છે. તે પણ શાહની રણનીતિનો એક ભાગ છે.
આક્રમકતા સાથે ટાર્ગેટને સાધવુ
ભાજપના આંતરિક વર્તુળોનું માનવું છે કે અમિત શાહે પક્ષના કાર્યકરોની કામ કરવાની રીત જ સંપૂર્ણપણે બદલી નાંખી. તેમનામાં ‘આક્રમકતા સાથે ટાર્ગેટ’ પ્રાપ્તિની ક્ષમતા શાહને કારણે આવી.
સંપૂર્ણ જોશ અને જુસ્સા સાથે કામ કરવાનો અંદાજ કેળવવા માટે અમિત શાહે ભાજપના 7 લાખથી વધુ કાર્યકરોને દર વર્ષે ટ્રેનિંગ આપવાનો પ્રોજેક્ટ પણ ચલાવ્યો. દેશના ગામો અને દરેક બૂથ સુધી ભાજપની પકડ મજબૂત કરવામાં શાહની યોજનાઓ યાદ કરાય છે.
અમિત શાહે પરિવારને બહુ સમય આપ્યો. તેમણે 2014થી 2019 દરમિયાન ભાજપ માટે 3,38000કિમી અને ચૂંટણી અભિયાનો માટે 4,5200 કિમી યાત્રા કરી. આ માહિતી ગત વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલા લેખક અનિબાન ગાંગૂલી પુસ્તક ‘અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા’માં આપવામાં આવી છે. Amit Shah
દરેક જિલ્લામાં ભાજપની ઓફિસ
અર્નિબાનના પુસ્તક મુજબ 2015માં જ્યારે ભાજપના કારોબારીની બેઠક મળી ત્યારે અમિત શાહે આપેલા આઇડિયા થકી દેશના મોટાભાગના જિલ્લામાં ભાજપની ઓફિસ સ્થપાઇ ગઇ. તેમણે જ્યારે ભાજપનો પ્રમુખપદ છોડ્યો ત્યારે દેશના 694માંથી 635 જિલ્લામાં ભાજપની ઓફિસ હતી.
એટલું જ નહીં ગુજરાતના ગાંધીનગરમાં વિશાળ ‘કમલમ્’ અને રાજધાની દિલ્હીમાં 1.70 લાખ ચો.ફિટ વિસ્તારમાં ભાજપનું વિશાળ હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 56મો જન્મદિન, PM મોદી સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
સંસદમાં આક્રમકતા અને સંપૂર્ણ દલીલો Amit Shah
અમિત શાહનો સ્વભાવ જ આક્રમક છે. પક્ષ અને ચૂંટણી પૂરતું નહીં તેઓ સંસદમાં પણ આક્રમકતા દાખવે છે. આ વાત કલમ 370, ત્રણ તલાક , સીએએ સહિતના લગભગ તમામ મુદ્દે જોવા મળી. જ્યારે પણ આવા મુદ્દા પર સંસદમાં ચર્ચા કે દલીલો થઇ ત્યારે તેમની આક્રમકતા જોવા જેવી હતી.
તેઓ માત્ર વાતો નહત કરતા પણ દલીલો સાબિત કરવા માટે પુરા પુરાવા અને દસ્તાવેજોની તૈયારી સાથે સંસદમાં આવતા. જેના કારણે હરિફોની લગભગ બોલતી બંધ થઇ જતી હતી. સંસદમાં વિવાદી બિલો માટે સમર્થન મેળવવા માટે પણ શાહનો આ આક્રમક અભિગમ જ કામ આવ્યો.
1997 સુધી શાહની પોઝિશન બહુ મોટી નહતી Amit Shah
રાષ્ટ્રીય સ્વંય સંઘ (RSS) સાથે વિદ્યાર્થીકાળથી જોડાયેલા અમિત શાહે 1986માં ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. 1989માં શાહે નાના-નાના સ્તરે આશરે બે ડઝન ચૂંટણીઓ લડી. જેમાં ધારાસભ્ય અને સંસદની ચૂંટણીઓમાં ક્યારેય હાર્યા નહી.
1991માં અડવાણી માટે પ્રચાર કરનારા શાહે યતીન ઓઝા માટે માટે કેમ્પેઇન કર્યું. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો યુગ શરુ થયો, ત્યાં સુધી એટલે કે 1997 સુધી શાહની પોઝિશન પક્ષમાં બહુ મોટી નહતી. પરંતુ મોદીએ તેમને ચૂંટણીમાં ઝપલાવ્યા અને ત્યારથી શાહની સફળતાની શરુઆત થઇ. જે અત્યાર સુધી ચાલુ છે.
એક વાત ઘણા ઓછા લોકોને ખબર છે કે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનારા PM મોદીને શતરંજની રમત બહુ પસંદ છે અને શાહ ગુજરાતના શતરંજ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે. રાજકારણમાં PM મોદીને શાહના મેન્ટર કહેવામાં આવે છે.
———-
સપ્ટેમ્બર 2021
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારમાં હવે કોનું નસીબ જાગશે અને કોને મંત્રીમાંથી કાર્યકર બનાવી દેશે એના અંગે ભારે અટકળો ચાલી રહી છે એવા સમયે આજે શપથવિધિ સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ માટે સવારે નવી દિલ્હીથી ગાંધીનગર આવી પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે બપોર પછી પોતાના નિવાસસ્થાને જ રોકાઇ પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. એમના નિવાસસ્થાને સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મુલાકાત લીધી હતી. આ સિવાય તમામ મુલાકાતીઓને મળવાની અનુમતી આપવામાં આવી નહતી.
આજે ૧૭મા મુખ્યમંત્રી તરીકે સામાન્ય ચૂંટણીના પંદર મહિના પહેલાં ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. શપથવિધિ બાદ ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ સાથે રાજભવન અને પછી સરકીટ હાઉસ ગાંધીનગરમાં ભોજન સહ બેઠક બાદ પટેલ સ્વર્ણિમ સંકુલમાં આવી મુખ્યમંત્રીનો વિધિવત પદભાર સંભાળી સૌરાષ્ટ્રના જળપ્રલય અંગે પહેલી બેઠક બાદ કેટલાક મુલાકાતીઓને મળી સીધા અમિતભાઇ શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
નવા મુખ્યમંત્રીએ પદભાર સંભાળ્યા પછી મંત્રીમંડળમાં કોને રાખવા અને કોને પડતાં મુકવા એના અંગે ભારે અટકળો ચાલે છે ત્યારે સ્વાભાવિક રીતે સૌ કાર્યકરોની નજર અમિતભાઇના નિવાસસ્થાને કોણ મુલાકાતે જાય છે એના ઉપર હોય. પરંતુ અમિતભાઇના કાર્યાલયમાંથી કોઇને પણ મુલાકાત આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. અમિતભાઇએ પોતાની રીતે સરકીટહાઉસમાં કોઇને મળ્યા હોય એવુ બની શકે, પરંતુ હાલના મંત્રીમંડળમાં એમના વિશ્વાસુ કે નજીકના મનાતા મંત્રીઓ પણ વિમાસણમાં મુકાયા છે. બીજી તરફ કાર્યકરોમાં નવા કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને સ્થાન મળશે એવી લાગણી વધારે પ્રબળ બની છે. જે કર્ણાટક, ઉત્તરાખંડ તથા ઉત્તરપ્રદેશમાં કરાયું છે એવી રીતે ગુજરાતમાં હવે કરવામાં આવે એવી અટકળો વચ્ચે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ અમિતભાઇના નિવાસે જઇ ચર્ચા બેઠક કરી હતી.
એ રીતે જ અમિત શાહે શપથ ગ્રહણ કાર્યક્રમ અગાઉ જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક યોજી હતી. જેમાં, ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર હતા. હવે, સંભવત: બુધવારે નવા મંત્રીમંડળની શપથ વિધિ થશે ત્યારે હવે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા ? તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે.
સ્થાનિક ચૂંટણીઓ અંગે આજે પાર્લામેન્ટરી બેઠક
આગામી ઓક્ટોબરમાં યોજાનરી ઓખા, થરા નગરપાલિકાની સામાન્ય તથા ભાણવડ પાલિકાની મધ્યસત્ર ચૂંટણીઓ, મહાનગરપાલિકા, પાલિકાઓ, તાલુકા, જિલ્લા પંચાયતોની ૯૦ જેટલી બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ઉમદવારોની ચયન પ્રક્રિયા સંદર્ભે મંગળવારે સવારે ૧૦ વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે.
નવનિયુક્ત મુખ્યમંત્રીને ક્યા પડકારોનો સામનો કરવો પડશે?
ડિસેમ્બર-૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે અનેક પડકારો છે. જેનો સામનો કરીને તેઓ ભાજપને તેમની જીતના લક્ષ્યાંક સુધી પહોંચાડી શકશે.
વહીવટી તંત્ર ઉપર સવારી કરવા હવે શું કરાશે?
રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રીને અધિકારીઓ સાથે કડકાઈપૂર્વક વર્તવાની અંદર ખાને સૂચના અપાઈ ગઈ છે.
રૂપાણી સરકાર દ્વારા નિર્ણયો લેવાતા હતા પણ તેના ઉપર થતાં અમલ અંગે ફીડબેક મેળવવા માટેનું તંત્ર ન હતું એટલે આ વખતે ફીડબેકના તંત્રને વધુ મજબૂત કરાશે
ભાજપ, તેના સંગઠનને આધારે જ ચૂંટણીઓ જીતે છે ત્યારે કાર્યકરોની અવગણના ન થાય તે ખાસ જોવાશે
રાજ્યના મુખ્ય સચિવ બદલાયા છે ત્યારે હવે ટૂંકમાં જ લગભગ વિભાગોની કામગીરીની સમીક્ષા કરીને તેના વડાઓને બદલી નખાશે
એવી જ રીતે લગભગ તમામ જિલ્લાઓના પોલીસ વડા, મહાનગરોના પોલીસ કમિશનરોને બદલાશે
ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો લોક-પ્રતિનિધિઓ છે, તેમને પ્રજા વોટ આપીને ચૂંટે છે ત્યારે ચૂંટાયેલી પાંખને વધુ મહત્વ અપાશે
નગરો, મહાનગરો, જિલ્લા-તાલુકા કક્ષાએ કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિના અભિપ્રાયને ખાસ મહત્વ અપાશે
વહીવટી તંત્રમાં વ્યાપક કથિત ભ્રષ્ટાચાર ઉપર ખાસ નજર રખાશે અને દાખલો બેસે તેવા પગલાં ભરાશે
સામાન્ય જન પરેશાન ન થાય, તેને કચેરીના ધક્કા ખાવા ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરાશે અર્થાત અધિકારીએ કહ્યું તે માની લેવાને બદલે ખરેખર યોજનાઓ ઉપર અમલ થાય છે કે કેમ ? તેનું મોનિટરીંગ તંત્ર ઉભું કરાશે.
અમિત શાહ – નિષ્ફળ રાજકીય મેનેજર : પ્રશાંત કિશોર
નવી દિલ્હી : મમતા બેનરજીના ચૂંટણી-વ્યૂહકાર પ્રશાંત કિશોર (પી.કે.)એ અમિત શાહ વિષે એક પત્રકાર-સંવાદમાં જણાવ્યું કે ”હું ઉધ્ધત દેખાવા માગતો નથી, પરંતુ મારે કહેવું જ જોઇએ કે અમિત શાહ, જેને વધુ પડતો ભાવ આપવામાં આવી રહ્યો છે એવા રાજકીય મેનેજર છે, પરંતુ તેઓ એક સંકટરૂપ બની રહે એવા નેતા છે.
તેઓ નિષ્ફળતાનો પર્યાય છે. આ (બંગાળ-ચૂંટણી)માં અમે ત્રીજીવાર સામસામે માથાભેર ટકરાયા. ત્રણે ય વાર મેં એમને હરાવ્યા છે : ૨૦૧૫ની બિહાર – વિધાનસભા ચૂંટણી, એ પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી અને છેલ્લે આ પશ્ચિમ બંગાળની ચૂંટણી. અમે અમિત શાહને આંધ્ર અને પંજાબમાં પણ પરાસ્ત કર્યા હતા, જ્યાં ભાજપે સ્થાનિક પક્ષો સાથે ચૂંટણી-જોડાણ કર્યું હતું. અમિત શાહ કોઇ પણ કામ માટે ઉપયોગી ના થાય એવા રાજકીય મેનેજર છે, એમ પ્રશાંત કિશોરે પત્રકારોને જણાવ્યું.
લોકડાઉન મુદ્દે મોદી વર્સીસ ટાસ્ક ફોર્સ
કોરોનાને નાથવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવાના મુદ્દે હવે નરેન્દ્ર મોદી અને મોદીએ બનાવેલી કોવિડ ૧૯ ટાસ્ક ફોર્સ સામસામે આવી ગયાં છે. નીતિ આયોગના વી.કે. પૌલના નેતૃત્વમાં બનાવાયેલી નિષ્ણાતોની ટાસ્ક ફાર્સે દેશમાં તાત્કાલિક રીતે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
બીજી તરફ મોદી સંપૂર્ણ લોકડાઉન લાદવાની તરફેણમાં નથી. મોદી પીએમઓના અધિકારીઓની વાત માનીને લોકડાઉનથી દૂર ભાગી રહ્યા છે. પૌલ છેલ્લા અઠવાડિયામાં મોદી સામે બે વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ મોદી માનતા નથી.
દેશમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો પછી ટાસ્ક ફોર્સની દર ત્રીજા દિવસે બેઠક મળી છે. આ બેઠકમાં સર્વાનુમતે લોકડાઉનની તરફેણ કરાઈ હોવાનું સરકારનાં સૂત્રો સ્વીકારે છે. તેમની દલીલ છે કે, ૧૪ દિવસનું લોકડાઉન દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો માહોલ પેદા કરશે અને સરકારને પણ જરૂરી વ્યવસ્થા કરવા સમય મળી રહેશે. સામે પીએમઓનો મત છે કે, લોકડાઉનના કારણે આર્થિક વ્યવસ્થા ખોરવાશો તો તેને ફરી પાટા પર લાવવામાં બીજા છ મહિના નિકળી જશે.
મોદી-શાહ-નડ્ડાનું ખેલદિલીવિહોણું વર્તન
પશ્ચિમ બંગાળમાં કારમી હાર પછી ખેલદિલીવિહોણા વર્તન બદલ ભાજપના નેતાઓના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. અમિત શાહ અને જે.પી.નડ્ડા ટીકાનો સૌથી વધુ ભોગ બન્યા છે. બંનેમાં હારને પચાવવાની તાકાત જ નથી એવી ટીકાઓનો મારો ચાલી રહ્યો છે. બીજી તરફ મમતાએ પણ ફરિયાદ કરી કે, પહેલી વાર એવું બન્યું કે પોતાની જીત પછી વડાપ્રધાને ફોન ના કર્યો હોય.
શાહ-નડ્ડાએ મમતા બેનરજીને અભિનંદન આપવાનું સૌજન્ય પણ ના બતાવ્યું. રવિવારે મોડી સાંજ સુધી શાહ-નડ્ડા ગાયબ હતા. છેક સાંજે આઠ વાગ્યાની આસપાસ બંનેએ બંગાળની ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપી તેમાં મમતાનો ક્યાંય ઉલ્લેખ નહોતો.
શાહે હિંદીમાં લખ્યું કે, બંગાળની જનતાના જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને સમર્થન માટે બંગાળની જનતાનો આભાર માનું છું. ભાજપ મજબૂત વિપક્ષ તરીકે બંગાળની પ્રજાના અધિકારો તેમજ પ્રગતિ માટે હંમેશાં અવાજ ઉઠાવશે. શાહે બંગાળ ભાજપના કાર્યકરોનો સખત મહેનત માટે આભાર માન્યો. નડ્ડાએ બંગાળીમાં કરેલી ટ્વિટમાં ભાજપ મુખ્ય વિપક્ષ તરીકે ઉભર્યો એ માટે ભાજપ કાર્યકરોને અભિનંદન આપ્યાં હતાં.
કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી પાછી ઠેલશે
કેરળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી રાહુલ ગાંધી પાછા કોંગ્રેસ બનશે કે કેમ એ વિશે શંકાનો માહોલ છે. રાહુલે આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. કેરળમાં તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર દેખાવ કરીને ડાબેરીઓને પછાડયા હતા પણ આ વખતે રાહુલની એન્ટ્રી થઈ ને કોંગ્રેસ હારી ગઈ.
કોંગ્રેસીઓને એક વર્ગ રાહુલ ના માને તો પ્રિયંકા ગાંધીને પ્રમુખપદે બેસાડવાની તરફેણમાં છે. જો કે પ્રિયંકા આક્રમક પ્રચાર છતાં આ ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરાવી શક્યાં નથી તેથી પ્રિયંકાના નામ સામે પણ હવે સવાલ થઈ રહ્યા છે. બંગાળમાં એક પણ બેઠક ના જીતાડી શકનારા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સામે પણ આંગળી ચીંધાઈ રહી છે.
કોંગ્રેસે જૂન મહિનામાં નવા પ્રમુખની ચૂંટણી કરવાનો નિર્ણય લીધો હતો પણ અત્યારનો માહોલ જોતાં ચૂંટણી પાછી ઠેલવી પડશે એવું કોંગ્રેસનાં સૂત્રો જ કહે છે. સૂત્રોના મતે, આવતા અઠવાડિયે સોનિયા સીડબલ્યુસીની બેઠક બોલાવીને આ અંગે નિર્ણય લેશે.
યુપીમાં ભાજપવિરોધી મતદારો સપા તરફ વળ્યા
ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીનાં પરિણામે યોગી આદિત્યનાથને ચિંતામાં મૂકી દીધા છે. યોગી આ ચૂંટણીઓમાં નપક્ષોનો સંપૂર્ણ સફાયો કરીને આવતા વરસે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાની તરફેણમાં હવા જમાવી દેવા માગતા હતા પણ સમાજવાદી પાર્ટીએ આપેલી જોરદાર ટક્કરના કારણે તેમની મનસા ફળી નથી.
અંતિમ પરિણામ મંગળવાર સાંજ સુધીમાં આવશે પણ સોમવાર સાંજ સુધીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપનું રોલર ફરી વળશે એવી આશા રખાતી હતી એ ફળી નથી. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે પણ અખિલેશની પાર્ટી સપા પણ લગોલગ છે. ભાજપ વિરોધી મતો વહેંચાઈ જતા હતા તેના બદલે અખિલેશની પાર્ટી તરફ વળ્યા એ યોગી માટે સૌથી મોટી ચિંતા છે.
અખિલેશે પોતાની પિતરાઈ બહેન સંધ્યા યાદવને હરાવીને યોગીને પણ મોટો આંચકો આપ્યો છે. મુલાયમસિંહના ભાઈની દીકરી સંધ્યાને યોગીએ મૈનપુરી જિલ્લા પંચાયતમાં ભાજપનાં ઉમેદવાર બનાવ્યાં હતાં. યાદવ પરિવારની ફાટફૂટનો લાભ લેવાનો યોગીનો દાવ ચાલ્યો નથી. સંધ્યાને પછાડીને અખિલેશે મૈનપુરીમાં સર્વોપરિતા સાબિત કરી છે.
શિવરાજની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી
મધ્ય પ્રદેશમાં દમોહ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કારમી હારે શિવરાજસિંહ ચૌહાણની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી કરી દીધી છે. કોંગ્રેસમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આવેલા રાહુલ લોધી ભાજપના ઉમેદવાર હતા. કોંગ્રેસના અજય ટંડન સામે તેમની હાર થતાં અકળાયેલા લોદીએ ભાજપના દિગ્ગજ નેતા જ્યંત મલૈયા સામે બેફામ આક્ષેપો કર્યો છે.
જ્યંત મલૈયા દમોહ બેઠક પરથી સાત વારા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૮માં મલૈયા લોધી સામે હારી ગયા હતા. લોધી ભાજપમાં આવી જતાં ખાલી પડેલી બેઠક પર મલૈયાએ ટિકિટ માગી હતી પણ ભાજપે લોધીને પસંદ કર્યા હતા. આ વાતનો બદલે લેવા મલૈયા પરિવારે પોતાને હરાવ્યા હોવાના આક્ષેપ કરીને લોધીએ મલૈયા સામે ભાજપ પગલાં ના લે તો પક્ષ છોડી દેવાની ચીમકી આપી છે.
શિવરાજને લોધી જતા રહે તો કોઈ ફરક પડતો નથી પણ લોધીની પાછળ સિંધિયા છે ને સિંધિયાને નારાજ કરવા શિવરાજને પરવડે તેમ નથી. સામે મલૈયા ભાજપ માટે સૌથી મોટા ફંડ ઓર્ગેનાઈઝર છે તેથી તેમને પણ નારાજ કરી શકાય તેમ નથી.
રાજસ્થાનમાં ગેહલોતને રાહત પણ ભાજપ ચિંતામાં
રાજસ્થાનમાં ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે રાજસમંદ જ્યારે કોંગ્રેસે સહારા અને સુજાનગઢ બેઠકો જાળવી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે. આ પરિણામોના કારણે અશોક ગેહલોતે રાહતનો શ્વાસ લીધો છે જ્યારે ભાજપમાં ચિંતા છે.
ભાજપ બે બેઠકો જીતવાની ધારણા રાખતો હતો પણ રાજસમંદ બેઠક પણ માંડ માંડ જળવાઈ છે. આ બેઠક ભાજપનો ગઢ છે અને કિરણ મહેશ્વરી સળંગ ત્રણ ટર્મથી જીતતાં હતાં. તેમના નિધનના પગલે ભાજપે કિરણનાં પુત્રી દિપ્તીને ટિકિટ આપી હતી. છેલ્લી ચૂંટણીમાં કિરણ ૨૫ હજાર મતે જીતેલાં જ્યારે દિપ્તી ૫૩૦૦ મતે જીત્યાં છે. સામે કોંગ્રેસે જીતેલી બેઠકો પૈકી સુઝાનગઢમાં લીડ ૨૦૧૮ જેટલી જ છે જ્યારે સહારામાં ૭ હજારની લીડ વધીને ૪૨ હજાર થઈ છે.
ભાજપનાં સૂત્રોના મતે, વસુંધરાએ દિપ્તીને હરાવવા પ્રયત્ન નહોતા કર્યા કેમ કે કિરણ તેમની નજીક હતાં પણ બીજી બે બેઠકો પર ભાજપને ફટકો માર્યો છે. હુનમાન બેનિવાલ ભાજપથી અલગ થયા તેની પણ અસર છે તેથી ભાજપે નવી વ્યૂહરચના વિચારવી પડે.
* * *
મોદી-શાહ છાપ રાજકારણને ફટકો
પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદી-અમિત શાહ છાપના રાજકારણની પ્રચંડ હારથી પક્ષના વર્તુળોમાં અસંતોષના ચિહ્નો જણાઇ રહ્યા છે. ફેબુ્રઆરી અને એપ્રિલના સમયગાળામાં બંને નેતાઓએ પશ્ચિમ બંગાળની ૩૮ વાર મુલાકાત લીધી : વડાપ્રધાને ૧૭ વાર પ્રવાસ કર્યા, જ્યારે શાહે ૨૧ વાર. જો કે ભાજપના મોટા ભાગના નેતાઓએ પશ્ચિમ બંગાળના પરાજ્ય અંગે શાંત રહેવાનું પસંદ કર્યું છે ત્યારે કેટલાક જૂના જોગીઓ ખાનગીમાં મોદી-શાહની જોડીને દોષ દઇ રહ્યા છે. તેઓ પશ્ચિમ બંગાળના ચુકાદાને, પક્ષની ઉચ્ચસ્તરીય નેતાગીરીની ઉધ્ધતાઇને ફટકા સમાન, ગણી રહ્યા છે. ”ભાજપે પશ્ચિમ બંગાળમાં ઘણો સારો દેખાવ કર્યો છે. જે ફટકો પડયો છે એ મોદી-શાહના રાજકારણને છે,” એમ પક્ષના એર વરિષ્ઠ નેતાએ કહ્યું. ભાજપના રાજ્યકક્ષાના નેતાઓ, અન્ય પક્ષોના ભ્રષ્ટાચારથી ખરડાયેલા નેતાઓ માટે ભાજપના દ્વાર ખુલ્લા મૂકી દેવાની અસરને ચકાસવાનો પ્રયત્નપણ કરી રહ્યા છે.
બંને રાષ્ટ્રીય પક્ષોને ભારે આંચકો
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ જેવા અગત્યના રાજ્યોનું સુકાન રાજકીય તથા વિચારધારાની દ્રષ્ટિએ ભાજપવિરોધી પક્ષોના હાથમાં રહેશે. આનો અર્થ એ કે આ રાજ્યોમાં સમવાયી અધિકારોનું ચલણ વધુ રહેશે, એમ વિશ્લેષકો કહી રહ્યા છે. એમના મતાનુસાર, કોરોના કટોકટીને હલ કરવા કેન્દ્રીય કક્ષાએથી કરાતા પ્રયાસોના લીધે રાજકીય પાટનગર (દિલ્હી)ને નુકસાન થઇ રહ્યું છે ત્યારે ભાજપે નિ:શંકપણે આંચકો સહવો પડયો છે. ”હવે, બધી નવી સરકારો માટે કોરોનાને ડામવા પર ધ્યાન આપવાનો સમય છે. નવા મુખ્યપ્રધાનોનો શપથવિધિ તુર્ત જ યોજી દો. પ્રધાનમંડળમાં સ્થાન મેળવવા માટે દંગલ કર્યા વગર કોરોનાના બીજા મોજાને નાથવામાં લાગી જાવ,” એમ વિશ્લેષકોએ ઉમેર્યું.
ગાંધી-પરિવાર ચાવીરૂપ હોદ્દા છોડવા વિચારશે…?
રાજ્ય વિધાનસભાના પરિણામોએ દર્શાવી દીધું છે કે કોંગ્રેસ આજે પણ નેતૃત્વની ગહેરી કટોકટીથી પીડાય છે. વિશ્લેષકોના મતે, આજે કોંગ્રેસ, કાર્યકરો વિનાનો તથા નાપસંદ નેતાગીરીના ભારથી લદાયેલો પક્ષ બની રહ્યો છે. ગાંધી પરિવારના સભ્યો એમના ટોચના સ્થાનો ખાલી કરે નહિ ત્યાં સુધી નવું લોહી અને નૂતન વિચારો પક્ષના માળખામાં પ્રવેશી શકશે નહિ, અને ત્યાં સુધી દેશના રાષ્ટ્રીય રાજકારણમાં એની ગણતરી મહત્વપૂર્ણ ખેલાડીરૂપે થશે નહિ. શું કોંગ્રેસમાં આત્મનિરીક્ષણની પ્રક્રિયા મોડી-મોડી હવે પણ શરૂ થશે ? દરમિયાન કોંગ્રેસની ટોચની નેતાગીરી પક્ષના બળવાખોરોના જી-૨૩ જૂથના દબાણનો સામનો કરી રહી હોવાથી પક્ષમાં તલવારો તણાઇ ગઇ હોવાનો ગણગણાટ શરૂ થયો છે. પક્ષે જુન સુધીમાં નવા અધ્યક્ષની નિમણૂક કરી દેવી પડે. પક્ષનો તાજ ફરી વાર રાહુલ ગાંધીના શિરે મૂકવાની સોનિયાની યોજનાને ભારે ફટકો પડયો છે.
વિદેશીઓને ઓક્સિજન પૂરો પાડવાના મુદ્દે વિવાદ
નવી દિલ્હીમાંના બે વિદેશી મિશનોને ઓક્સિજન પૂરો પાડવાના મુદ્દે સરકાર અને કોંગ્રેસ પક્ષ, વિવાદમાં સામસામે આવી ગયા છે. કેન્દ્રના વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે, કોંગ્રેસ પક્ષ દ્વારા પૂરા પડાયેલા ઓક્સિજનની ઉપરોક્ત કામગીરીને સસ્તી પબ્લિસિટી ‘ના પ્રયાસરૂપ ગણાવી છે. ફિલિપાઇન્સની એલચી કચેરીને શનિવારે, જ્યારે ન્યુઝિલેન્ડ હાઇ કમિશનને રવિવારે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. યુવા કોંગ્રેસના કાર્યકરોએ, કોંગ્રેસી સભ્યો ઉપરોક્ત બંને મિશનને ઓક્સિજન પૂરા પાડતા હોય એ રીતનો વીડિયો, પોસ્ટ કર્યો છે.
બંગાળના પુત્રીથી દેશનાં દીદી સુધી…!
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી મમતા બેનરજી હારી ગયાં હોવા છતાં મુખ્યમંત્રી તરીકેનું સ્થાન ટકાવી રાખવા માટે રાજ્યના કોઇપણ મતવિસ્તારમાં યોજાનારી પેટાચૂંટણીમાં જીતવા માટે એમને છ માસનો સમયગાળો મળનાર હોવાની ચર્ચા પાટનગરમાં થઇ રહી છે. રાજ્યમાં સતત ત્રીજી વાર જીતી બતાવનાર તૃણમૂલ કોંગ્રેસની કામગીરીથી, બિનભાજપ, બિનકોંગ્રેસ જૂથમાં મમતાનું સ્થાન મજબૂત બન્યું છે. મમતા બેનરજીએ વડાપ્રધાન મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓનો પડકાર ઉપાડી બતાવ્યો હોવાથી ‘દેશનાં દીદી’ તરીકેની એમની નવી છબી ચોક્કસપણે વધુ ધ્યાનાકર્ષક બની રહેશે.
———–
અમિત શાહ ગુજરાતની મુલાકાતે વારંવાર
21 જૂન 2021
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષ 2014થી કેન્દ્ર સરકારમાં અને રાજનીતિમાં રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ સક્રિય તથા કાર્યરત્ થયા છે.
જોકે સમયાંતરે બંને નેતાઓ ગુજરાતની મુલાકાત લેતા આવ્યા છે. જેમાં સામાન્યપણે એવું કહેવાય છે કે તેમના મતવિસ્તારો ગુજરાતમાં છે અને ઘર-પરિવાર પણ ગુજરાતમાં છે આથી તેમની મુલાકાતો થતી જ રહે છે.
પરંતુ રાજકીય લિશ્લેષકો અને નિરીક્ષકોનું માનવું છે કે પીએમ મોદી અને અમિત શાહની ગુજરાતની મુલાકાત કેટલીક અન્ય બાબતો છતી કરે છે.
વળી, ગુજરાતની રાજનીતિમાં આજે પણ મોદી-શાહની સતત હાજરી અને સક્રિયતા આખરે શું સંકેત આપે છે? એનો શું અર્થ કાઢવો? આ પણ એક સવાલ છે.
અત્રે નોંધવું કે ગુજરાતમાં ચૂંટણી હોય અથવા કુદરતી આફત હોય કે પછી કોઈ મોટો સમારોહ (ઇવેન્ટ) હોય, પીએમ મોદી એક વડા પ્રધાન તરીકે સત્તાવાર મુલાકાતો લેતા હોય છે. પરંતુ બીજી તરફ રાજ્યમાં શાહની મુલાકાતોની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે.
કહેવાય છે કે ગુજરાતની મુલાકાતો માટેનો હેતુ બંને માટે સરખો જ હોય છે. ઉપરાંત ચર્ચા એ પણ થતી રહે છે કે બંને રાજનેતા દિલ્હી ગયા પછી પણ ગુજરાતના શાસનમાં સીધી નજર રાખતા આવ્યા છે.
કેમ કે, ગુજરાત ભાજપનો ગઢ છે અને ‘ગુજરાત મૉડલ’ને પ્રોજેક્ટ કરીને જ ભાજપે દેશમાં વિકાસના નામે મત માગ્યા હતા. આથી ભાજપ માટે ગુજરાત કેટલું મહત્ત્વનું છે એ સૌ કોઈ જાણે છે.
નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીર મામલે સર્વપક્ષીય બેઠકમાં શું નવું થઈ શકે?
નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો એ નાક દ્વારા અપાતી કોરોના રસી શું છે અને ક્યારે મળશે?
મોદી સરકાર પીએફ અને પેન્શન ખાતાને અલગ કરવાનું વિચારી રહી છે?
મુલાકાતો શું સૂચવે છે?
તદુપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જો વાત કરીએ વર્ષે 2021માં જૂન માસ સુધી તેઓ ચારથી વધુ વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.
જોકે તેમાં કેટલીક મુલાકાત પારિવારિક કે અંગત કારણસરની પણ રહી હતી. પરંતુ વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતોની સંખ્યા, સમય અને પ્રકાર રાજકીય દૃષ્ટિએ વ્યૂહાત્મક લાગે છે.
કેમ કે રાજકીય નિષ્ણાતો અનુસાર વાજપેયીની સરકાર હતી ત્યારે અથવા યુપીએની સરકારમાં વડા પ્રધાન અને ગૃહમંત્રીની તેમનાં ગૃહરાજ્યોમાં થતી મુલાકાતોનો ટ્રૅન્ડ આ પ્રકારનો નહોતો.
તો પછી પીએમ મોદી અને અમિત શાહની ગુજરાતની મુલાકાતોને રાજકીય દૃષ્ટિએ કઈ રીતે મૂલવવી જોઈએ?
આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈએ જણાવ્યું કે બંનેની મુલાકાતો પાછળ મહદઅંશે રાજકીય હેતુ રહેલા હોય છે.
ડૉ. હરિ દેસાઈએ જણાવ્યું, “પીએમ મોદી અને અમિત શાહ બંને રાજકીય કારણસર જ ગુજરાત આવે છે. અને તેમનું એકમાત્ર લક્ષ્ય ચૂંટણીઓ હોય છે. તેઓ ચૂંટણીને અનુલક્ષીને જ મુલાકાતો ગોઠવતા હોય છે. કુદરતી આફત સમયની મુલાકાતો અપવાદરૂપ હોય છે.”
“તેમનો અભિગમ પૉપ્યુલિસ્ટ પ્રકારનો એટલે કે લોકપ્રિયતા જાળવી રાખવાનો પણ છે. આ પરિબળ તેમને મત મેળવવામાં મદદરૂપ થાય છે.”
દરમિયાન અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર બેઠકથી સાંસદ પણ છે.
બે દિવસની મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદ-ગાંધીનગરમાં કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું છે.
ગુજરાતની શાસનવ્યવસ્થામાં દિલ્હીની દખલ?
મોદી-શાહની મુલાકાતો મામલે વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલનું કહેવું છે કે ગુજરાતના શાસનમાં હજુ પણ મોદી-શાહને રસ છે.
વિક્રમ વકીલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “ગુજરાતમાં ઉચ્ચસ્તરીય બ્યૂરોક્રૅસી અને પોલીસબેડામાં મોટી બદલીઓ ઉપરાંત રાજ્યમાં લેવાતા કેટલાક નીતિગત નિર્ણયોમાં મોદી-શાહની પકડ હજુ પણ જોવા મળે છે.”
“જોકે જ્યારે મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે તેઓ પણ ગુજરાતની વારંવાર મુલાકાતો લેતા જ હતા. એમ મોદી-શાહ પણ લે છે, કેમ કે તેઓ પૂરતી કાળજી રાખે છે કે ગુજરાતમાં વ્યવસ્થા જળવાઈ રહે. ગુજરાત તેમનું ‘મૉડલ’ સ્ટેટ છે. એટલે રાષ્ટ્રીય સ્તરે તેની છબી ખરડાય નહીં એનું પણ ધ્યાન રાખવામાં આવે છે.”
તેઓ ઉમેરે છે, “ભૂતકાળની જો વાત કરીએ તો 2014 પહેલાં યુપીએ સરકારમાં સુશીલકુમાર શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી હતા ત્યારે મહારાષ્ટ્રની તેઓ મુલાકાત લેતા હતા. પરંતુ રાજ્યની રાજનીતિ અને નિર્ણયોમાં મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખ સ્વતંત્રપણે નિર્ણયો કરતા હતા. તેમાં મોવડીમંડળની અત્યંત દખલગીરી નહોતી જોવા મળતી.”
અત્રે નોંધવું જોઈએ કે 2014 પહેલાં યુપીએની સરકાર હતી, જેમાં પી. ચિદમ્બરમ પછી મહારાષ્ટ્રના સુશીલકુમાર શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા હતા.
ત્યારપછી સત્તા બદલાઈ અને ભાજપની સરકાર બની. જેમાં પહેલા રાજનાથ સિંહ ગૃહમંત્રી બન્યા અને ત્યારપછી 2019ની ચૂંટણી બાદ અમિત શાહ ગૃહમંત્રી બન્યા. રાજનાથ સિંહ હવે કેન્દ્રીય રક્ષામંત્રીનો પદભાર સંભાળી રહ્યા છે.
ગુજરાતની રાજનીતિમાં મોદી અને શાહની હાજરી વિશે જણાવતા વિક્રમ વકીલ કહે છે, “મોદી કેન્દ્રમાં ગયા અને વડા પ્રધાન બન્યા પછી ગુજરાતમાં નેતૃત્વ મામલે એક પડકાર સર્જાયો, કેમ કે ગુજરાત પાસે મોદી જેટલા સક્ષમ અને લોકપ્રિય રાજનેતા નથી. શાહ પણ સંગઠનમાંથી સરકારમાં ગયા. આથી ગુજરાતને ચલાવવા માટે કોઈ સક્ષમ સ્વતંત્ર વિકલ્પ પણ નથી. જેને કારણે ઘણી બાબતોમાં મોદી-શાહ વ્યક્તિગતપણે રસ લે છે. આથી મુલાકાતો થવી સ્વાભાવિક છે.”
“આમ ગુજરાતની છબી મોદી-શાહ અને ભાજપ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય છે. તેને સાચવવી પણ તેમના માટે એક જવાબદારીનું કામ હોય એવું લાગે છે.”
મોદી-શાહની છેલ્લી મુલાકાતની વાત કરીએ તો અમિત શાહ એપ્રિલ મહિનામાં અમદાવાદમાં ધન્વંતરિ હૉસ્પિટલની કામગીરીની સમીક્ષા કરવા આવ્યા હતા, જ્યારે પીએમ મોદી તૌકતે વાવાઝોડાના સમયે નુકસાનની સમીક્ષા કરવા આવ્યા હતા.
તેમણે સૌરાષ્ટ્ર પંથકમાં થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને પછી કેન્દ્ર સરકારે નુકસાન માટે એક હજાર કરોડના વળતરની જાહેરાત કરી હતી.
બીજી તરફ અમિત શાહની મુલાકાતો મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલનું કહેવું છે કે ચૂંટણીઓ આવવાની હોય એટલે બંનેની મુલાકાતો વધી જાય છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મોદી અને શાહ કંઈકને કંઈક નવું કરતા રહે છે. ક્યારેક સી પ્લેનમાં ઉડાણ ભરે તો ક્યારેક ઉદ્ધાટનો કરે. ચૂંટણી આવવાની હોય એટલે જાહેરાત કરીને જતા રહે છે.”
તેમણે ઉમેર્યું, “વળી મોદી મુલાકાતોમાં આવીને સ્થિતિ સંભાળી લેતા હોય છે. ઉપરાંત શહેરી મતદારો સાથે ભાજપના નેતાઓ એક સારો સંવાદ જાળવી રાખે છે, કેમ કે શહેરી મતદારો ભાજપ માટે મોટો આધાર છે. ગ્રામ્ય સ્તરે સ્થિતિ અલગ છે. આથી તેમના મોટા ભાગના કાર્યક્રમો પણ શહેરી મતદારો કેન્દ્રીત જ હોય છે.”
“તેઓ ચૂંટણી સમયે પણ જિલ્લાના વડામથકે સભાઓ કરે છે. ગામડાંમાં જઈને લોકોને ત્યાં રોકાતા નથી અને ભોજન નથી લેતા. આ ટ્રૅન્ડ ગુજરાતમાં નથી દેખાતો, જે અન્ય રાજ્યોમાં જોવા મળે છે.”
“જોકે એક બાબત રસપ્રદ છે કે જ્યારે મોદી ગુજરાતમાં હતા ત્યારે તેમને કોઈ બહારના નેતા ગુજરાતમાં આવે તે પસંદ નહોતું આવતું. પણ હવે જ્યારે તેઓ દિલ્હી છે, તો શાહ અને પોતે વારંવાર ગુજરાત આવતા રહે છે. જોકે મોદી વડા પ્રધાન તરીકે સત્તાવાર પ્રવાસ કરે છે. કોઈ પાર્ટી કે વ્યક્તિગત કારણસર મુલાકાતે નથી આવતા. પરંતુ શાહ આ મામલે જુદા તરી આવે છે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2020માં ગુજરાતની ચાર વખત મુલાકાત લીધી છે, જ્યારે વર્ષ 2021ના જૂન સુધીમાં ચારથી વધુ વખત મુલાકાતો લીધી છે.
તેમણે ફેબ્રુઆરી-2020માં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વખતે ગુજરાતની મુલાકાત લીધી હતી. પછી માર્ચ-2020માં એક મુલાકાત લીધી જે વ્યક્તિગત કારણસર રહી હોવાની વાત હતી.
વળી ગત વર્ષે લૉકડાઉન ખૂલ્યા પછી પ્રથમ મુલાકાત તેમણે ઑક્ટોબર-2020માં લીધી હતી. જે આઠ બેઠકની પેટાચૂંટણીઓ પહેલાંની મુલાકાત હતી.
ત્યારબાદ નવેમ્બર-2020માં કચ્છની મુલાકાત લીધી. અહીં તેમણે બનાસકાંઠા, પાટણના સરહદી વિસ્તારનાં ગામડાંના સરપંચોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ ધોરડોમાં યોજાયો હતો.
દરમિયાન જો વર્ષ 2021ની વાત કરીએ તો તેઓ જાન્યુઆરીમાં ઉત્તરાયણના પ્રસંગે અમદાવાદમાં જ પંતગોત્સવ કરવાના હતા. તેઓ કાર્યકર્તાઓ સાથે દર વર્ષે આ રીતે રહેતા હોય છે. પણ કોરોના વાઇરસની મહામારીને પગલે કાર્યક્રમ રદ રકાયો હતો.
પરંતુ ફેબ્રુઆરીમાં તેઓ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
જોકે તેમની માર્ચ મહિનાની મુલાકાત ઘણી ચર્ચિત રહી હતી. કેમ કે ત્યારે એનસીપીના નેતા શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે તેમની બેઠક થઈ હોવાના અહેવાલ નોંધાયા હતા.
અત્રે નોંધવું કે મહારાષ્ટ્રમાં એનસીપી-કૉંગ્રેસ-શિવસેના યુતિની સરકાર છે. અને મુકેશ અંબાણીના નિવાસસ્થાન બહાર કારમાં બૉંબ મળી આવ્યાના વિવાદ ટાણે આ બેઠકના સમાચાર વહેતા થયા હતા.
એ બાદ છેલ્લે એપ્રિલ મહિનામાં અમદાવાદમાં ધન્વંતરિ હૉસ્પિટલ તૈયાર કરાઈ તેના નિરીક્ષણ માટે આવ્યા હતા.
વળી આ વર્ષે તેઓ એક વખત હૉસ્પિટલમાં સારવાર અર્થે પણ ગુજરાત આવ્યા હોવાના અહેવાલ નોંધાયા હતા.
સૌથી રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે-જ્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે હોય છે ત્યારે ગુજરાતના નેતૃ્ત્વમાં ફેરફારની અટકળો શરૂ થઈ જતી હોય છે. આ વખતે પણ આવું જ થયું હતું. અટકળો સર્જાઈ કે કૅબિનેટનું વિસ્તરણ અથવા ફેરબદલ થઈ શકે છે.
જોકે, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારપરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારની કોઈ બાબત ઘટવાની નથી. અને અટકળોમાં કોઈ તથ્ય નથી.