2004થી 2014 સુધીના 10 વર્ષની સામે 2014થી 2024ના 10 વર્ષમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો છે.
10 વર્ષમાં દેશમાં રૂ. 35 હજાર કરોડની કિંમતના 5 લાખ 45 હજાર કિલોગ્રામ નશીલા દ્રવ્યો જપ્ત કર્યા છે. 2004થી 2014 સુધીના 10 વર્ષમાં જપ્ત કરવામાં આવેલા નશીલા દ્રવ્યોની રકમ કરતા 6 ગણા વધારે છે. વૈજ્ઞાનિક રીતે જપ્તી કરી છે. એવું દેશના ગૃહ પ્રધાન અમિત શાહે પરિષદમાં કહ્યું છે. તેથી લોકો સામે સવાલ કરે છે કે, જો પછી ગૌતમ અદાણીના મુંદરા બંદર પરથી પકડાયેલું રૂ. 21 હજાર કરોડની કિંમતનું ડ્ગસ અને ત્યાર પછી દર વર્ષે ગુજરાતમાંથી પકડાયેલું 2 હજાર કરોડનું ડ્ગ્સ સાથે ગણવામાં આવે તો અમિત શાહે જાહેર કરેલાં આંકડા કરતાં ગુજરાતનો આંકડો વધી જાય છે. તેનું કારણ શાહ આપશે?
જોકે, અમિત શાહના આ જુઠાણાનો પર્દાફાશ કોંગ્રેસે કર્યો નથી. કોંગ્રેસ આ મુદ્દે ચૂપ છે. કારણ કે કોંગ્રેસના નેતાઓ અમિત શાહની ટીકા ક્યારેય કરતાં નથી.
2023 અને 2024
ગુજરાતમાં 11 માર્ચ 2023ના રોજ બે વર્ષમાં દેશી વિદેશી દારૂ સહિત 4269 કરોડના નશીલા દ્રવ્યો પકડાયા હતા. 197 કરોડનો વિદેશી દારૂ, 4 હજાર કરોડના નશીલા દ્રવ્યો પકડાયા હતા. 2987 આરોપીઓની ધરપકડ કરવાની બાકી હતી. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન વિગતો જાહેર કરી હતી.
દેશનાં 100 ટકા પોલીસ સ્ટેશનો એટલે કે તમામ 17 હજાર પોલીસ સ્ટેશનોનું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે. દરેક પોલીસ મથકને ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ (સીસીટીએનએસ) સાથે જોડવામાં આવ્યાં છે.
22 હજાર અદાલતોને ઇ-કોર્ટ સિસ્ટમ સાથે સંકલિત કરવામાં આવી છે અને ઇ-જેલ સિસ્ટમ હેઠળ હવે બે કરોડથી વધુ કેદીઓની વિગતો જેમાં છે. ઇ-અદાલત મારફતે, 1.5 કરોડથી વધુ કાર્યવાહી માટેની વિગતો તેમાં છે.
ઇ-ફોરેન્સિક મારફતે, 23 લાખથી વધુ ફોરેન્સિક પરિણામો માટેની વિગતો સુલભ છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) હેઠળ 1.6 કરોડ ફિંગરપ્રિન્ટ જોઈ શકાય છે.
ઇન્ટિગ્રેટેડ મોનિટરિંગ ઓફ ટેરરિઝમ સિસ્ટમ આતંકવાદ સંબંધિત 22 ગુનાની માહિતી છે.
નેશનલ ઇન્ટીગ્રેટેડ ડેટાબેઝ ઓન અરેસ્ટેડ નાર્કો ઓફેન્ડર્સ (એનઆઈડીએએન) હેઠળ 7.6 લાખ નાર્કો અપરાધીઓની વિગતો છે.
નેશનલ ડેટાબેઝ ઓફ હ્યુમન ટ્રાફિકિંગ ઓફેન્ડર્સ (એનડીએચટીઓ) હેઠળ લગભગ એક લાખ માનવ તસ્કરોનો ડેટા સુલભ છે. વળી, ક્રાઈમ મલ્ટી એજન્સી સેન્ટર (Cri-MAC)એ 16 લાખથી વધુ ચેતવણી – એલર્ટ જાહેર કર્યા છે.
નવા ત્રણ કાયદાઓમાં લેટેસ્ટ ટેકનોલોજીને એવી રીતે સામેલ કરવામાં આવી છે કે ભવિષ્યમાં ટેકનોલોજીકલ ફેરફારોને કારણે કાયદામાં ફેરફાર કરવાની જરૂર નહીં પડે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ઉપયોગ દ્વારા વિવિધ એકત્રિત કરેલા ડેટાને સામૂહિક રીતે સંકલિત કરવા અને ઉપયોગી બનાવવાની દિશામાં કામ કરવાની જવાબદારી પોલીસ વિજ્ઞાન પરિષદ કરશે. તેનો ઉપયોગ પોલીસ સિસ્ટમમાં વિશ્લેષણ માટે એક પ્લેટફોર્મ બનાવવા માટે થઈ શકે છે. આ વિશ્લેષણ પછી, ગુનાની તપાસ અને ગુનાઓને રોકવા માટે ઝડપી ન્યાય માટે ન્યાયિક પ્રણાલીમાં ફેરફારો કરી શકાય છે.
પોલીસ અમલીકરણ એજન્સી
5 ક્ષેત્રો એવા છે, જેમાં કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓએ હંમેશા અપરાધીઓ કરતાં આગળ રહેવું જોઈએ. સાયબર ક્રાઇમનો સામનો કરવો, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘૂસણખોરી અટકાવવી અને સરહદોની સુરક્ષા કરવી, ડ્રોનનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવો, નશીલા દ્રવ્યોની તપાસ અને જાગૃતિમાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો તથા ડાર્ક વેબનાં દુરુપયોગને અટકાવવો અને તેને દૂર કરવો છે.
અદાલતો, ફરિયાદી, પોલીસ, સીએપીએફ અને રાજ્ય અનામત પોલીસ મળીને લગભગ 10 કરોડ લોકોનો સંયુક્ત પરિવાર છે.
બીપીઆર એન્ડ ડીએ આગામી 10 વર્ષ માટે પોલીસ વિજ્ઞાન પરિષદ માટે એક રોડમેપ બનાવશે. જેમાં વાર્ષિક સમીક્ષાઓ, પાંચ વર્ષની સમીક્ષા અને પાંચ વર્ષ પછી પુનઃમૂલ્યાંકન સામેલ છે. જેને ડિઝાઇન કરવામાં આવશે કે, 10 વર્ષમાં ઘણું બદલાઈ જશે.