આણંદ,
વિશ્વની જાણીતી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા અમુલ દ્વારા ઇમ્યુનીટી બુસ્ટઅપ માટે જીંજર દુધ (આદુ વાળુ દુધ) અને તુલસી દૂધ લોંચ કરવામાં આવ્યું છે. એક માસ પહેલા કોરોના સંક્રમણથી બચવા માટે હલ્દી દૂધ પણ લોંચ કર્યુ હતુ, આમ, આ ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે દૂધની રેંજ રજૂ કરનારી અમુલ વિશ્વની પ્રથમ સંસ્થા બની છે.
આજે જીંજર દુધ અને તુલસી દૂધ લોંચ કરવાની જાહેરાત કરતા અમુલના એમ ડી આર.એસ.સોઢીએ જણાવ્યું કે અમુલે આજે વિશ્વમાં પ્રથમવાર ઇમ્યુનીટી બુસ્ટર દૂધ લોંચ કર્યું છે. કોવિડ-19માં ઇમ્યુનિટી વધારવા માટે આર્યુવેદિક જ સૌથી બેસ્ટ છે ત્યારે એક મહિના પહેલા હળદર દૂધ લોંચ કર્યુ હતુ. જેને ખુબ જ સારો આવકાર મળ્યો હતો. હાલમાં લોન્ચ કરાયેલી પ્રોડક્ટની 125 મીલીની કિંમત 25 રૂપિયા જેટલી હશે.
હવે જીંજર દૂધથી ફાયદો થશે, તુલસી તો ઇમ્યુનીટી વઘારવા માટે સૌથી બેસ્ટ છે. આ દુધ 125 એમએલના કેનમાં મળશે. અને તે તમામ અમુલ પાર્લરો અને 10 લાખ દુકાનોમાં મળી રહેશે. એક વ્યક્તિ દિવસમાં કોઇ પણ એક દૂધ પીશે તો તેને ઇમ્યુનિટી વઘારવામાં મદદ મળશે.
આમ, અમુલે લોકડાઉનના સમયમાં ભલે અન્ય પ્રોડક્ટના વેચાણમાં ઘટાડો અનુભવ્યો હોય પણ કોરોના જેવી મહામારી વચ્ચે પણ ઇમ્યુનીટી બુસ્ટર તરીકે ત્રણ અલગ અલગ પ્રોડક્ટ લોંચ કરીને મોટી સિધ્ધી હાંસલ કરી છે. ત્યારે હવે સ્થિતિ સામાન્ય બનતા અમુલના આઇસક્રીમ અને અન્ય પ્રોડક્ટના વેચાણમાં વધારો થઇ રહ્યો છે.