રૂપાણીની સરકારે ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારની મંજૂરી આપી, રૂ.10 લાખની ફીની લૂંટ

આપેલી ખાનગી હોસ્પિટલોને કોરોના માટેની પરવાનગીનો દુરુપયોગ, હોસ્પિટલો દ્વારા થતી આવી મહામારીના સમયે ઉઘાડી લૂંટ, જેવી કે, ગુરૂકુલ પરની ભાજપના નેતાની ભાગીદારી વાળી જાણાતી હોસ્પિટલ ડિપોઝિટ એમાઉન્ટ 8,50,000 રૂપિયા તથા એસજી હાઈવે પરની પ્રખ્યાત હોસ્પિટલના પ્રતિદિવસ 50,000નો ભાવ લેવામાં આવી રહ્યો હોવાનું એક ઓડિયો ફોન ટેપમાં સ્પષ્ટ થયું છે. આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ દ્વારા આ ઓડિયો જાહેર કરાયો છે જેમાં રૂપાણી સરકારે આ

સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોના વાઇરસ મહામારીના ઈલાજનાં આંકડા સાંભળી કોરોનાથી નહિ પરંતુ ઈલાજની રકમથી હાર્ટએટેક આવી મરી જવાય આ ઈલાજ મધ્યમવર્ગ ગરીબો કેમ કરી શકશે..? સરકાર વિચારે. સરકારી કોઈ પેકેઝ અહીં ચાલતાં નથી. અમદાવાદ અને રાજ્યની બીજી 22 ખાનગી હોસ્પિટલોને આ રીતે રૂપાણીએ કોરોનાની સારવાર માટે મંજૂરી આપી છે. જેનો રોજનો સારવારનો ખર્ચ રૂય1 લાખ અને 8.30 લાખ ડિપોઝીટ ભરવાની કહેવામાં આવી રહ્યું છે.

ગુજરાતની જાણીતી હોસ્પિટલોના સંચાલકો અને તબિબો જ્યારથી ભાજપના ડોક્ટર સેલ સાથે જોડાયા છે ત્યારથી મન માની લૂંટ અને કૌભાંડો કરવામાં આવી રહ્યાં છે. હવે કોરોના માટે ડિપોઝીટ 8-10 લાખ સામાન્ય થઈ ગઈ છે.